ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vote Theft : કર્ણાટક-હરિયાણા-મહારાષ્ટ્રે Rahul Gandhi ને ફટકારી નોટિસ

Vote Theft allegations : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ (Vote Theft) ના આરોપોને લઈને કર્ણાટક, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી છે.
11:43 AM Aug 11, 2025 IST | Hardik Shah
Vote Theft allegations : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ (Vote Theft) ના આરોપોને લઈને કર્ણાટક, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી છે.
Rahul Gandhi accuses Election Commission of vote theft

Vote Theft allegations : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ (Vote Theft) ના આરોપોને લઈને કર્ણાટક, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ મુજબ, રાહુલ ગાંધીને 10 દિવસની અંદર સોગંદનામું (Declaration) સબમિટ કરવાનું રહેશે અથવા તેમના આરોપો પાછા ખેંચી દેશની માફી માગવાની માગણી કરવામાં આવી છે.

આરોપોની શરૂઆત

7 ઓગસ્ટ, 2025 ના રોજ દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ (Vote Theft) નો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મતદાર યાદીમાં અયોગ્ય લોકોની એન્ટ્રી કરવામાં આવી અને લાયક મતદારોને બાકાત કરવામાં આવ્યા. ખાસ કરીને, કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં 1,00,250 નકલી અને ડુપ્લિકેટ મતો ઉમેરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે આ આરોપોને સમર્થન આપવા એક 70 વર્ષની મહિલા શકુંતલા રાનીનું ઉદાહરણ આપ્યું, જેમણે કથિત રીતે બે વાર મતદાન કર્યું. આ ઉપરાંત, તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ આવી જ અનિયમિતતાઓનો દાવો કર્યો.

હરિયાણાની નોટિસ અને રીમાઇન્ડર

હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારીએ 9 ઓગસ્ટે રાહુલ ગાંધીને નોટિસ મોકલી હતી અને 7 ઓગસ્ટના આરોપોને લઈને પુરાવા સાથે ઘોષણાપત્ર માગ્યું હતું. આ પછી, એક રીમાઇન્ડર પણ મોકલવામાં આવ્યું, જેમાં 10 દિવસની અંદર વિગતો સબમિટ કરવા જણાવાયું. હરિયાણામાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 9 બેઠકો (રાય, ખારખોડા, દાદરી, ઉચાના, ડબવાલી, અસંધ, અટેલી, હોડલ, મહેન્દ્રગઢ) પર 23,441 મતોના નાના માર્જિનથી હારી ગઈ હતી. રાહુલ ગાંધીએ આ હારને ‘વોટ ચોરી’ સાથે જોડી, ચૂંટણી પંચ પર ભાજપની સાથે મળીને ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો.

Vote Theft મામલે ચૂંટણી પંચનો જવાબ

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ‘ભ્રામક’ ગણાવીને તેમને પુરાવા સાથે સોગંદનામું આપવા અથવા આરોપો પાછા ખેંચવા કહ્યું. કર્ણાટકના CEOએ જણાવ્યું કે શકુંતલા રાનીએ માત્ર એક જ વાર મતદાન કર્યું હતું, અને રાહુલ ગાંધીએ રજૂ કરેલા દસ્તાવેજો પોલિંગ અધિકારી દ્વારા જારી કરાયેલા નથી. મહારાષ્ટ્ર અને હરિયાણાના CEOએ પણ સમાન નોટિસ જારી કરી, જણાવ્યું કે કોંગ્રેસે આ રાજ્યોમાં મતદાર યાદીમાં ગેરરીતિની કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. ચૂંટણી પંચે ચેતવણી આપી કે ખોટા પુરાવા આપવા ભારતીય ન્યાય સંહિતાની કલમ 227 હેઠળ સજાપાત્ર છે.

રાજકીય હોબાળો

રાહુલ ગાંધીના આરોપો બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. તેમણે દાવો કર્યો કે તેમની પાસે કર્ણાટક, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી ગેરરીતિના પુરાવા છે, અને આ મુદ્દે તેઓ સંસદથી લઈને રસ્તા સુધી લડશે. જોકે, ભાજપે આ આરોપોને ‘નિરાધાર’ ગણાવીને રાહુલ ગાંધીને માફી માગવા કહ્યું. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ રાહુલના આરોપોનું સમર્થન કર્યું, જ્યારે ભાજપ નેતા બસવરાજ બોમ્મઈએ આ આરોપોને ‘ફિઝૂલ’ ગણાવીને રાહુલને દેશની માફી માગવા જણાવ્યું. આ મુદ્દે ચૂંટણી પંચ અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ હજુ ચાલુ છે, જે રાજકીય અને કાનૂની લડાઈનું રૂપ લઈ શકે છે.

આ પણ વાંચો :  કર્ણાટકના CEOએ Rahul Gandhiને મોકલી નોટિસ: ડબલ વોટિંગના આરોપો અંગે જણાવ્યું સત્ય

Tags :
Bharatiya Janata PartyBJPChief Electoral OfficerCongress leader Rahul GandhiCongress PartyElection CommissionGujarat FirstHardik ShahHaryana assembly electionsharyana congressHaryana electionsKarnataka electionsMaharashtra ElectionsPolitical Controversyrahul-gandhiSHOW CAUSE NOTICEVote Riggingvote theftVote theft allegations
Next Article