Voter Adhikar Yatra : રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રામાં મોટી દુર્ઘટના
- રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રામાં મોટી દુર્ઘટના (Voter Adhikar Yatr)
- રાહુલ ગાંધીની ગાડીએ પોલીસકર્મીને મારી ટક્કર
- પોલીસકર્મીને સામાન્ય ઈજા થઈ
Voter Adhikar Yatra : લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા (Voter Adhikar Yatra)દરમિયાન એક દુર્ઘટના ઘટી છે. ઔરંગાબાદ જઈ રહેલી આ રેલીમાં રાહુલ ગાંધીની ગાડીએ એક પોલીસકર્મીને ટક્કર મારી હતી. જેને સામાન્ય ઈજા થઈ હતી.
તેજસ્વી યાદવ પણ જોડાયા (Voter Adhikar Yatr)
વોટર અધિકાર યાત્રામાં RJD નેતા તેજસ્વી યાદવ પણ જોડાયા છે. કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ આજે આ રેલીમાં ઔરંગાબાદ જઈ રહ્યા હતાં. જ્યાં રાહુલ ગાંધી એક જનસભાને સંબોધિત કરવાના હતાં. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ચૂંટમી પંચ અને ભાજપ પર વોટ ચોરીના ગંભીર આરોપો મૂકી રહ્યા હતા. યાત્રા દરમિયાન નવાદામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને લઈ જઈ રહેલા વાહને સુરક્ષામાં તૈનાતમાં પોલીસકર્મીને ટક્કર મારી હતી. પોલીસકર્મી નીચે પડી ગયો હતો. જેને અન્ય સુરક્ષા અધિકારીઓએ ઉભો કર્યો હતો. બાદમાં રાહુલ ગાંધીએ તેના ખબર અંતર પણ પૂછ્યા હતાં.
આ પણ વાંચો -BREAKING: કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
ઝારખંડના નેતાઓ બિહાર પહોંચ્યા
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ભાજપ સાથે મિલીભગત હેઠળ વોટ ચોરીનો આરોપ મૂક્યો છે. આ આરોપો સાથે તેમણે વોટર અધિકાર યાત્રા શરૂ કરી છે. ઝારખંડ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ડઝન ગાડીઓના કાફલા સાથે આ યાત્રામાં જોડાયા છે. તેઓ આજે બિહાર પહોંચ્યા હતાં. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેશવ મહતો કમલેશ, પૂર્વ અધ્યક્ષ રાજેશ ઠાકુર, મંત્રી દિપિકા પાન્ડે સિંહ ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્યો, કાર્યકારી અધ્યક્ષ સહિત પક્ષના અનેક કાર્યકરો નવાદા પહોંચ્યા હતાં. જ્યાં રાહુલ ગાંધી જનસભા સંબોધિત કરવાના છે.