Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Waqf Act : યોગી સરકારની મોટી કાર્યવાહી, 58 એકર વકફ જમીન કરાવી મુક્ત

અધિકારીઓનો દાવો છે કે જમીન મૂળ ગ્રામ્ય સમાજની હતી. કૌશામ્બીમાં 93 વીઘા વક્ફ જમીન પર સરકારનો કબજો કેન્દ્ર સરકારે વકફ સુધારો કાયદો પસાર કર્યા પછી કાર્યવાહી Waqf Act : વકફ સુધારા કાયદા (Waqf Act)પર રાજકીય અને કાનૂની લડાઈ વચ્ચે...
waqf act   યોગી સરકારની મોટી કાર્યવાહી  58 એકર વકફ જમીન કરાવી મુક્ત
Advertisement
  • અધિકારીઓનો દાવો છે કે જમીન મૂળ ગ્રામ્ય સમાજની હતી.
  • કૌશામ્બીમાં 93 વીઘા વક્ફ જમીન પર સરકારનો કબજો
  • કેન્દ્ર સરકારે વકફ સુધારો કાયદો પસાર કર્યા પછી કાર્યવાહી

Waqf Act : વકફ સુધારા કાયદા (Waqf Act)પર રાજકીય અને કાનૂની લડાઈ વચ્ચે એક મોટા વહીવટી પગલામાં, ઉત્તર પ્રદેશની યોગી સરકારે કૌશાંબી જિલ્લામાં 58 એકર વકફ મિલકતને (waqf Uttar pradesh)મુક્ત કરી છે અને તેને સરકારી જમીન તરીકે નોંધણી કરાવી છે.

મુસ્લિમ સંગઠનોએ જાહેરાત કરી

યોગી સરકારે આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે દેશભરના મુસ્લિમ સંગઠનો (waqf board)અને વિપક્ષી દળોએ ઘણાં રાજ્યોમાં વક્ફ કાયદા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં(supreme court) પણ પડકારવામાં આવ્યો છે. ઘણાં મુસ્લિમ સંગઠનોએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી સરકાર આ કાયદો પાછો ખેંચી લે નહીં ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -SupremeCourt : વકફ બોર્ડમાં કોઇ નવી નિયક્તિ નહી, ન પ્રોપર્ટી ડિનોટિફાઇ થશે... કેન્દ્રનું SC ને આશ્વાસન

58 એકર જમીનની સરકારી ખાતામાં નોંધણી કરી

કૌશામ્બી જિલ્લા મેજિસ્ટ્રેટ મધુસુદન હુલગીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 98.95 હેક્ટર જમીન વક્ફ બોર્ડ હેઠળ નોંધાયેલી છે. આમાંથી 93 વીઘા (લગભગ ૫૮ એકર) જમીન વકફના કબજામાંથી મુક્ત કરીને સરકારી ખાતામાં નોંધણી કરવામાં આવી છે. કાયદાકીય તપાસ બાદ સરકારે આ કાર્યવાહી કરી છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વકફ બોર્ડ હેઠળ નોંધણી કરાવતા પહેલા આ જમીન ગ્રામ સમાજના નામે નોંધાયેલી હતી. આ જમીનના મોટા ભાગ પર મદરેસા અને કબ્રસ્તાનો બનાવવામાં આવ્યા હતા.

આ પણ  વાંચો -સંયુક્ત રાષ્ટ્રમાં ભારત 'UCC' લાગુ કરાવશે, ત્રણ દેશોનો મળ્યો સાથ

સરકાર આ મામલે કરી રહી છે તપાસ

કૌશામ્બી જિલ્લાના ત્રણેય તાલુકામાં તપાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. જે આ મામલે વધુ તપાસ કરી રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે ચકાસણી પછી વધુ જમીન સરકારી કબજા હેઠળ લાવવામાં આવશે અને તેને સરકારી મિલકત તરીકે નોંધણી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સુધારો કરવામાં આવેલા વકફ કાયદા હેઠળ વકફ મિલકતોના યોગ્ય સંચાલન માટે જિલ્લા મેજિસ્ટ્રેટને વધુ સત્તા આપવા માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×