ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Waqf Bill: વકફ સુધારા બિલથી મુસલમાનોને ફાયદો કે નુકસાન?

1995ના વકફ કાયદામાં વકફ સુધારા બિલ નવા વકફ કાયદાને લઇને સરકારી દાવાઓ શું વકફ સુધારા બિલમાં વકફની નવી પરિભાષા શું Waqf Amendment Bill: 1995ના વકફ કાયદામાં વકફ સુધારા બિલ (Waqf Amendment Bill)મોટા બદલાવ કરશે. નવા વકફ કાયદાને લઇને સરકારી...
03:54 PM Apr 02, 2025 IST | Hiren Dave
1995ના વકફ કાયદામાં વકફ સુધારા બિલ નવા વકફ કાયદાને લઇને સરકારી દાવાઓ શું વકફ સુધારા બિલમાં વકફની નવી પરિભાષા શું Waqf Amendment Bill: 1995ના વકફ કાયદામાં વકફ સુધારા બિલ (Waqf Amendment Bill)મોટા બદલાવ કરશે. નવા વકફ કાયદાને લઇને સરકારી...
Waqf Amendment Bill 2025

Waqf Amendment Bill: 1995ના વકફ કાયદામાં વકફ સુધારા બિલ (Waqf Amendment Bill)મોટા બદલાવ કરશે. નવા વકફ કાયદાને લઇને સરકારી દાવાઓ શું છે. મુસલમાનોને શું ફાયદો-નુકસાન થવાના છે. વકફનો અર્થ શું થાય છે. આ વકફ શબ્દ ક્યાંથી આવ્યો છે. તેની કુલ સંપત્તિ કેટલી છે. વકફ સુધારા બિલમાં વકફની નવી પરિભાષા શું છે. એ તમામ બાબતો વિશે જાણીએ.

વકફ સુધારા બિલ

2 અને 3 એપ્રિલ 2025ના રોજ સંસદમાં વકફ સુધારા બિલ મામલે જે કંઇપણ થશે તેના મૂળ 8 ઓગષ્ટ 2024 સાથે જોડાયેલા છે. નરેન્દ્ર મોદી સરકાર 3.0 બાદ બોલાવવામાં આવેલા બજેટ સત્રમાં સરકાર બે વિધેયક લઇ આવી છે. પ્રથમ વિધેયક વકફ એટલે સંશોધન-2024. અને બીજુ વિધેયક મુસલમાન વકફ એટલે રદ્દ વિધેયક-2024 છે. આ બન્ને વિધાયકોને લોકસભામાં લાવવામાં આવ્યા છે. સરકારે જણાવ્યુ હતુ કે, આ વિધેયક દ્વારા વકફની સંપત્તિઓને યોગ્ય રીતે મેનેજ કરવામાં આવશે. અને સાથે જ કાર્યોમાં પણ સરળતા જોવા મળશે.

 

વકફનો અર્થ શું થાય છે ?

વકફ એવી સંપત્તિઓને કહેવામાં આવે છે. જેમાં ધાર્મિક અને દાન સાથે જોડાયેલા કાર્યો માટે અનામત રાખવામાં આવે છે. ઇસ્લામના કાયદામાં આ સંપત્તિઓનું ધાર્મિક અને દાન માટે જ ઉપયોગ કરવામાં આવે છે. અન્ય કાર્યો માટે આ સંપત્તિઓ ઉપયોગમાં લેવાતી નથી. સંપત્તિને વકફ એટલા માટે કહેવામાં આવે છે કે તે કોઇ વ્યક્તિ વિશેષની માલિકીની નથી. હવે એ અલ્લાહાના નામે છે. એકવાર જો સંપત્તિને વકફ જાહેર કરવામાં આવે તો તેના પર વ્યક્તિ વિશેષનો હક રહેતો નથી.

 

2. ભારતમાં વકફનો ઇતિહાસ

ભારતમાં વકફનો ઇતિહાસ દિલ્હી સલ્તનતના યુગથી શરૂ થાય છે. તત્કાલીન સુલતાન મુહમ્મદ ઘોરીએ મુલતાનની જામા મસ્જિદના નામ પરથી બે ગામોનું નામ રાખ્યું હતું. ઉપરાંત, તેના જાળવણીની જવાબદારી ઇસ્લામિક વિશ્વના પ્રખ્યાત ધાર્મિક વિદ્વાન શેખ-ઉલ-ઇસ્લામને સોંપવામાં આવી હતી. દિલ્હી સલ્તનત અને ત્યારબાદ ભારતમાં ઇસ્લામિક રાજવંશોના વિસ્તરણ સાથે વકફ મિલકતોનો વિકાસ થતો રહ્યો.

3. વકફના નામે કેટલી મિલકત છે?

આજની તારીખે, ભારતીય રેલ્વે અને ભારતીય સેના પછી, વક્ફ બોર્ડ દેશની ત્રીજી સૌથી મોટી મિલકત ધરાવે છે. હાલમાં, વક્ફ બોર્ડ દેશભરમાં લગભગ 8 લાખ 70 હજાર મિલકતોનું નિયંત્રણ કરે છે. આ મિલકતો લગભગ 9 લાખ 40 હજાર એકર જમીનમાં ફેલાયેલી છે. તેની અંદાજિત કિંમત 1 લાખ 20 હજાર કરોડ રૂપિયા છે. વિશ્વમાં સૌથી વધુ વકફ મિલકતો ભારતમાં છે.

4. વકફના દાવાઓ અને ચિંતાઓ

આ પણ  વાંચો -ભારતીય નૌસેનાના INS તરકશની મોટી કાર્યવાહી,હિન્દ મહાસાગરમાંથી પકડાયું 2500 કિલો ડ્રગ્સ

સરકારની દલીલો શુ છે?

1. વકફ સુધારા બિલ 2024- 1995ના વકફ કાયદામાં કેટલાક મોટા ફેરફારો કરશે. આનાથી ભારતમાં વકફ મિલકતોના સંચાલન અને વહીવટની હાલની રચનામાં ફેરફાર થશે. સરકાર તેને સુધારા કહી રહી છે. તો વિપક્ષ અને ઘણા મુસ્લિમ સંગઠનો તેને ધાર્મિક બાબતોમાં દખલગીરી ગણાવી રહ્યા છે.

2. નવા સુધારા પછી, વકફની વ્યાખ્યા અને નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ જશે. ઉપરાંત, વકફના રેકોર્ડના સંચાલનમાં ટેકનોલોજીની ભૂમિકા વધારવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકારનો દાવો છે કે આનાથી વક્ફ બોર્ડના કામકાજમાં એકરૂપતા, પારદર્શિતા અને જવાબદારી આવશે.

3. તે જ સમયે, મુસ્લિમ વકફ (રદ) બિલ 2024નો વાસ્તવિક હેતુ 1923ના મુસ્લિમ વકફ એક્ટને રદ કરવાનો છે. સરકારે તેને વસાહતી યુગનો બિલ ગણાવ્યો છે, અને કહ્યું છે કે તે ફક્ત જૂનું જ નથી પણ આધુનિક ભારતમાં વકફ મિલકતોનું સંચાલન કરવા માટે પણ અપૂરતું છે.

જોકે, હવે મોદી સરકાર પાસે પહેલાની જેમ સંસદમાં બહુમતી નથી. તેથી, તેમણે તેમના ગઠબંધન ભાગીદારો સાથે પરામર્શ કર્યા પછી આ બાબતે આગળ વધવું પડ્યું. વિપક્ષ અને ગઠબંધન ભાગીદારોના કેટલાક વાંધાઓ બાદ સરકારે તેને JPC - સંસદની સંયુક્ત સમિતિને મોકલ્યું હતું. કેટલાક ફેરફારો પછી, બિલ હવે સંસદમાં નવેસરથી લાવવામાં આવી રહ્યું છે.

આ પણ  વાંચો -Pakistan એ ફરી યુદ્ધવિરામનો ભંગ કર્યો, ઘાટીમાં ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

વિપક્ષની દલીલો

એવી જોગવાઈઓ જેના પર ઓછો વિવાદ થયો છે

1. કેટલાક લોકોને શિયા અને સુન્ની સમુદાયો સિવાય બોહરા અને આગાખાની સમુદાયો માટે અલગ બોર્ડ બનાવવા સામે વાંધો છે.

2. વિવાદના કિસ્સામાં, વકફ બોર્ડ ટ્રિબ્યુનલનો નિર્ણય અત્યાર સુધી અંતિમ માનવામાં આવતો હતો. પરંતુ હવે તેના આદેશ સામે 90 દિવસની અંદર હાઇકોર્ટમાં પણ અપીલ કરી શકાય છે. આ અંગે હાઈકોર્ટ પોતાનો નિર્ણય લઈ શકે છે.

Tags :
Akhilesh YadavAll India Muslim JamaatAmit ShahBJPCongresslok-sabhaMaulana Shahabuddin RazviPM Modi Maulana Shahabuddin Razvi explains pros of the billrahul-gandhiWaqf Amendment BillWaqf Amendment Bill 2025Waqf Amendment Bill in Lok SabhaWaqf Amendment Bill News
Next Article