Waqf UMEED Portal : Waqf સંપત્તિ માટે ઉમ્મીદ પોર્ટલ લૉન્ચ, 6 મહિનામાં કરાવવુ પડશે રજિસ્ટ્રેશન
- Waqf સંપત્તિ માટે ઉમ્મીદ પોર્ટલ લૉન્ચ
- વક્ફ સંપત્તિઓનું રજિસ્ટ્રેશન કરાશે
- મોબાઇલ અને Email ID દ્વારા વેરિફિકેશન થશે
Waqf UMEED Portal : અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરણ રિજિજૂ( kiren rijiju)એ શુક્રવાર UMEED પોર્ટલ લોન્ચ કર્યુ છે. આ એક સેન્ટ્રલ પોર્ટલ છે. જેની પર હાલની વક્ફ સંપત્તિઓનું (waqf property registration)રજિસ્ટ્રેશન કરાશે. જે અંતર્ગત તમામ વક્ફ પ્રોપર્ટીઝને 6 મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. આ પોર્ટલ (portal)ઉમીદનું આખુ નામ છે.યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ,એફિશિએન્સી અને ડેવલપમેન્ટ ( UNIFIED WAQF MANAGMENT,EMPOWERMENT, EFFICIANCY AND DEVELOPMENT ACT 1995) હેઠળ બનાવવામાં આવ્યુ છે. મોબાઇલ અને ઇમેઇલ આઇડી દ્વારા તેનું વેરિફિકેશન થશે.
3 લેયરમાં રજિસ્ટ્રેશન થશે
3 લેયરમાં રજિસ્ટ્રેશન થશે.મેકર,ક અને અપ્રુવર.મેકર વક્ફ પ્રોપર્ટીના ટ્રસ્ટી હશે જેને રાજ્યો અથવા યુનિયન ટેરેટરિઝના વક્ફ બોર્ડ દ્વારા નક્કી કરાય છે. ચેકર જિલ્લા સ્તરના અધિકારી હશે જેને વક્ફ બોર્ડ અધિકૃત કરશે. પ્રોપર્ટીનું વેરિફિકેશન સીઇઓના બોર્ડની તરફથી અધિકૃત અધિકારી અપ્રુવ કરશે.
આ પણ વાંચો -Jammu Kashmir: જે અંગ્રેજો કરી ન શક્યા તે...ઉમર અબ્દુલ્લાએ PMની કરી પ્રશંસા
કિરણ રિજિજૂએ પાઠવી શુભકામના
પોર્ટલ લોન્ચ કરવાના અવસર પર કિરણ રિજિજૂએ કહ્યું કે ઉમ્મીદ પોર્ટલ લોન્ટ કરવા પર દેશભરમાં વક્ફ પ્રોપર્ટીઝ સાથે જોડાયેલા અને મુસલમાન ભાઇઓને શુભકામના પાઠવુ છું. આજે ઉમ્મીદ પોર્ટલ લોન્ચ થવુ તે મોટુ પગલુ છે. પીએમએ પહેલા પણ કહ્યું કે આઝાદી પછી દેશમાં રિફોર્મનું કામ વક્ફમાં થયુ છે. જે કરોડોની જિંદગીને ફાયદો પહોંચાડવા માટેનું મોટુ પગલુ છે.
‘UMEED Central Portal Launch’
Hon’ble Minister of Minority Affairs, Shri Kiren Rijiju, launched the "UMEED" Central Portal (Unified Waqf Management, Empowerment, Efficiency & Development Act, 1995) in New Delhi today.
Hon'ble MoS, Minority Affairs, Shri George Kurian graced the… pic.twitter.com/LPeUlOjmYK— Ministry of Minority Affairs (@MOMAIndia) June 6, 2025
આ પણ વાંચો -Punjab: સરહદ પારથી હથિયારોની દાણચોરીમાં સંડોવાયેલા બે લોકોની ધરપકડ, હથિયારો જપ્ત
બિલ પસાર થઇને કાયદો બન્યો.
તેમણે વધપમાં કહ્યું કે બિલ સંસદમાં પાસ કરાવવા પહેલા સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા થઇ. જેપીસીમાં મોકલ્યુ અને સદનમાં રેકોર્ડ ચર્ચા થઇ. બિલ પસાર થઇને કાયદો બન્યો. અમે પહેલા પણ કહ્યું હતું કે લેટ નહી કરીએ પરંતુ જલ્દી લાગુ કરીશું. પહેલી ઇમ્પ્લીમેન્ટ પ્રોસેસ આજથી શરૂ થઇ ગઇ છે. વક્ફ પ્રોપર્ટીઝમાં કોઇ કબ્જો ન હોય અને પારદર્શી તરીકે કામ કરી શકે. તેમણે એમ પણ કહ્યું કે વિરોધ કરનારાઓને લોકતાંત્રિક અધિકાર છે. વિરોધ રાજનીતિક કારણો અને જાણકારીના અભાવને કારણે હોય છે. 9 લાખ પ્રોપર્ટી દેશભરમાં છે. એક્ટમાં કોઇને મુશ્કેલી ન પડે તે પ્રકારનુ નિયમો રાખવામાં આવ્યા છે. સાથે જ કહ્યું કે સૌએ મળીને કામ કરવાનું છે. આ પોર્ટલ લોન્ચ થયા બાદ આ વિશે સમજ આપતા પ્રોગ્રામ પણ કરવામાં આવશે.
6 મહિનાની અંદર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
ઉમ્મીદ પોર્ટલ પર 6 મહિનાની અંદર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કેન્દ્ર સરકાર મુજબ ઉમ્મીદ પોર્ટલ એક સંવૈધાનિક પોર્ટલ છે. સાથે જ ઓટીપી દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવે ચે. 3 સ્તર પર સંપત્તિનું વેરિફિકેશન કરાશે. દરેક વક્ફ બોર્ડને 17 નંબરોનું આઇડી આપવામાં આવશે. સાથે જ સેન્ટલાઇઝ હેલ્પલાઇન જાહેર કરાશે. આઇટી એક્ટની ધારાઓ હેઠળ આ કામગીરી થશે.મહત્વનું છે કે સરકારના મુજબ ઉમ્મીદ પોર્ટલનો હેતુ વક્ફ સંપત્તિઓનું સારી રીતે મેનેજમેન્ટ અને પારદર્શિતા વધારવાનો છે.