ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Warsiren : ગભરાશો નહીં, 7 મે ના રોજ વોર સાયરન વાગશે,જાણો મોકડ્રીલ સબંધિત તમામ સવાલોના જવાબ

  Warsiren: ગૃહ મંત્રાલયે યુદ્ધ (war)જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ ઘણા રાજ્યોમાં મોકડ્રીલ (mockdrill)યોજવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓ અને નાગરિક સંરક્ષણને ખાસ તાલીમ આપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની(EmergencyAlert) સલામતી સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ એક મહત્વપૂર્ણ રીત...
05:21 PM May 06, 2025 IST | Hiren Dave
  Warsiren: ગૃહ મંત્રાલયે યુદ્ધ (war)જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ ઘણા રાજ્યોમાં મોકડ્રીલ (mockdrill)યોજવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓ અને નાગરિક સંરક્ષણને ખાસ તાલીમ આપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની(EmergencyAlert) સલામતી સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ એક મહત્વપૂર્ણ રીત...
Warsiren

 

Warsiren: ગૃહ મંત્રાલયે યુદ્ધ (war)જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ ઘણા રાજ્યોમાં મોકડ્રીલ (mockdrill)યોજવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓ અને નાગરિક સંરક્ષણને ખાસ તાલીમ આપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની(EmergencyAlert) સલામતી સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ એક મહત્વપૂર્ણ રીત છે. જાણો કે આ કટોકટીની પરિસ્થિતિઓમાં મદદરૂપ થઈ શકે છે.

કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં

જો 7 મેએ અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં. આ કોઈ ઈમરજન્સી (EmergencyAlert)સ્થિતિ નહીં, પરંતુ એક મોકડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે. આ દરમિયાન 'યુદ્ધવાળું સાયરન' વાગશે, (Warsiren)જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે? 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. તેવામાં તમારા માટે તે જાણવું જરૂરી છે કે આખરે સાયરન શું હોય છે? કયાં લગાવવામાં આવે છે? તેનો અવાજ કેવો હોય છે? કેટલા દૂર સુધી સંભળાય છે? અને તે વાગે ત્યારે લોકોએ શું કરવું જોઈએ? અહીં તમને બધા સવાલનો જવાબ મળી જશે.

આ પણ  વાંચો - India-Pak Tension: યુદ્ધના ભણકારા વચ્ચે દિલ્હી પોલીસ સ્ટેશન પહોંચ્યું LRAD સિસ્ટમ

યુદ્ધવાળું સાયરન કયાં લાગેલું હોય છે?

A. આ સાયરન સામાન્ય રીતે વહીવટી ઇમારતો, પોલીસ મુખ્યાલય, ફાયર સ્ટેશન, લશ્કરી થાણા અને શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે. તેનો હેતુ સાયરનનો અવાજ શક્ય તેટલા દૂર સુધી પહોંચે તેવો છે. આ ખાસ કરીને દિલ્હી-નોઈડા જેવા મોટા શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે. તે દેશના દરેક શહેરમાં સ્થાપિત કરી શકાય છે.

આ પણ  વાંચો -BIG BREAKING : ‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો’ ખડગેનો દાવો

યુદ્ધવાળું સાયરન કેવું હોય છે?

1 . 'રસ્ટ સાયરન' વાસ્તવમાં એક મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ છે. તે યુદ્ધ, હવાઈ હુમલો અથવા આપત્તિ જેવી કટોકટીની પરિસ્થિતિઓ વિશે માહિતી આપે છે. તેના અવાજમાં સતત ઉચ્ચ-નીચું કંપન હોય છે, જે તેને સામાન્ય હોર્ન અથવા એમ્બ્યુલન્સના અવાજથી સંપૂર્ણપણે અલગ બનાવે છે.

સાયરનનો અવાજ કેવો હોય છે અને કેટલે દૂર સુધી જાય છે?

2 . યુદ્ધના સાયરનનો અવાજ ખૂબ જ જોરથી સંભળાય છે. સામાન્ય રીતે તે 2થી 5 કિલોમીટરની રેન્જ સુધી સાંભળી શકાય છે. અવાજમાં એક ચક્રીય પેટર્ન છે. એટલે કે, તે ધીમે ધીમે વધે છે, પછી ઘટે છે અને આ ક્રમ થોડી મિનિટો સુધી ચાલુ રહે છે. જ્યારે એમ્બ્યુલન્સ સાયરન 110-120 ડેસિબલનો અવાજ કરે છે, ત્યારે યુદ્ધ સાયરન 120 થી 140 ડેસિબલનો અવાજ કરે છે.

ભારતમાં 'યુદ્ધ સાયરન' સૌપ્રથમ ક્યારે વાગ્યું?

3 . ભારતમાં, 1962ના ચીન યુદ્ધ, 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધ સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે આ સાયરન ખાસ કરીને દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અમૃતસર જેવા શહેરોમાં લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કારગિલ યુદ્ધ દરમિયાન સરહદી વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જ્યારે સાયરન વાગે તો શું કરવું?

4 . સાયરન વાગવાનો અર્થ એ છે કે લોકોએ તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવું જોઈએ. પરંતુ મોક ડ્રીલ દરમિયાન ગભરાશો નહીં. ખુલ્લા વિસ્તારોથી દૂર રહો. ઘરો અથવા સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ. ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. અફવાઓથી દૂર રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.

કેટલા સમયમાં જગ્યા ખાલી કરવાની હોય છે?

5 . વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિમાં, પહેલા સાયરન વાગ્યા પછી 5થી 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવું પડે છે. આ જ કારણ છે કે લોકોને ઝડપથી અને શાંતિથી બહાર નીકળવાનું શીખવવા માટે મોક ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે.

Tags :
emergencyalertGujaratFirstGujaratSirenPahalgamattackSecurityPreparednesswarwarningWarsiren
Next Article