ધનશ્રી સાથે ચીટિંગ કરી રહ્યા હતા યજુવેન્દ્ર ચહલ? જેણે કર્યું હતું પ્રપોઝ તે અભિનેત્રીએ કર્યો ખુલાસો
- યજુવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છુટાછેડા હાલ ચર્ચાનો વિષય
- યજુવેન્દ્ર અને ઝારા યાસ્મિનીના સંબંધો અંગે ચાલી રહી છે વાત
- જો કે ઝારા યસ્મિનીએ સમગ્ર મામલે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો
Zaara Yesmin : શું યુઝવેન્દ્ર ચહલ અને બોલિવૂડ અભિનેત્રી ઝારા યસ્મીન વચ્ચે કોઈ અફેર ચાલી રહ્યું છે? શું યુઝવેન્દ્ર ચહલે ઝારા યાસ્મીનને પ્રપોઝ કર્યું હતું? ઝારા યાસ્મીને આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા.
Zaara Yesmin On Yuzvendra Chahal : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર સતત હેડલાઇન્સ બનાવી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, બોલિવૂડ અભિનેત્રી ઝારા યાસ્મીન યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે ખટરાગનું મુખ્ય કારણ છે. આ કારણે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે કડવાશ વધી ગઈ. પરંતુ આ દાવાઓમાં કેટલી સત્યતા છે? શું ખરેખર ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને બોલિવૂડ અભિનેત્રી ઝારા યાસ્મીન વચ્ચે કોઈ અફેર ચાલી રહ્યું છે? શું યુઝવેન્દ્ર ચહલે ઝારા યાસ્મીનને પ્રપોઝ કર્યું હતું? ઝારા યાસ્મીને આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા.
આ પણ વાંચો :
'તે અને યુઝવેન્દ્ર ચહલ સારા મિત્રો છે, પણ...'
ઝારા યાસ્મીને આ અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી. તેમણે કહ્યું કે, તે અને યુઝવેન્દ્ર ચહલ સારા મિત્રો છે, પરંતુ તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો રોમેન્ટિક સંબંધ નથી. કોરોના સમયગાળા દરમિયાન, મેં યુઝવેન્દ્ર ચહલ સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન કર્યું, જેમાં COVID-19 માટેના સલામતીના પગલાંની ચર્ચા કરવામાં આવી. આ સત્ર પછી અફવાઓએ જોર પકડવાનું શરૂ કર્યું. પરંતુ આવી બધી અફવાઓ ખોટી અને પાયાવિહોણી હતી. તેમણે એ પણ ખુલાસો કર્યો કે યુઝવેન્દ્ર ચહલે લાઇવ સેશન પછી તરત જ લગ્ન કરી લીધા, જેનાથી અફવાઓને વધુ વેગ મળ્યો.
'આ ખોટી અફવાઓને કારણે શરમ અનુભવું છું...'
ઝારા યાસ્મીન કહ્યું કે, આ ખોટી અફવાઓને કારણે તેણી શરમજનક સ્થિતિમાં મુકાઇ હતી. ખાસ કરીને જ્યારે યુઝવેન્દ્ર ચહલના લગ્ન પછી આ વાતો વધુ ફેલાઈ. તેમણે તેને માત્ર ખોટો આરોપ ગણાવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. જોકે, અત્યાર સુધી બંને કપલે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર અટકળો ચાલુ છે.
આ પણ વાંચો :