ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અવધ ઓઝા માટે માર્ગ મોકળો થયો, 15 જાન્યુઆરીએ ઉમેદવારી નોંધાવશે; ચૂંટણી પંચને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું...

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વોટ ટ્રાન્સફરના મુદ્દા પર ચર્ચા કરવા માટે અવધ ઓઝાને મળ્યા હતા, ત્યારબાદ તેમનો વોટ ગ્રેટર નોઈડાથી દિલ્હી ટ્રાન્સફર કરવાનો માર્ગ મોકળો થયો છે.
06:08 PM Jan 13, 2025 IST | MIHIR PARMAR
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વોટ ટ્રાન્સફરના મુદ્દા પર ચર્ચા કરવા માટે અવધ ઓઝાને મળ્યા હતા, ત્યારબાદ તેમનો વોટ ગ્રેટર નોઈડાથી દિલ્હી ટ્રાન્સફર કરવાનો માર્ગ મોકળો થયો છે.
avadh oza

Delhi Assembly Elections 2025 : આમ આદમી પાર્ટીના ઉમેદવાર અવધ ઓઝા માટે પટપડગંજ બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમના વોટ ટ્રાન્સફરના મુદ્દા અંગે ચૂંટણી પંચને મળ્યા હતા, ત્યારબાદ હવે તેમનો મત ગ્રેટર નોઈડાથી દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવશે. ચૂંટણી પંચને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે આ માહિતી આપી અને કહ્યું કે, અવધ ઓઝા 15 જાન્યુઆરીએ પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરશે. આ સાથે તેમણે ચૂંટણી પંચનો પણ આભાર માન્યો છે.

AAPનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું

હકીકતમાં, સોમવારે સવારે અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અવધ ઓઝાનો મત ગ્રેટર નોઈડામાં જ છે. તેમણે પોતાનો મત દિલ્હી ટ્રાન્સફર કરવા માટે 7 જાન્યુઆરીએ ફોર્મ 8 ભર્યું હતું. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી હતી. પરંતુ 24 કલાકમાં આ ઓર્ડર બદલી નાખવામાં આવ્યો અને છેલ્લી તારીખ 6 જાન્યુઆરી કરવામાં આવી. તેમણે આ મામલે ચૂંટણી પંચને મળવાની વાત કરી હતી કારણ કે તેનાથી તેમના ચૂંટણી લડવા પર પ્રશ્નો ઉભા થયા હતા. આજે બપોરે 3 વાગ્યે, અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું, ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી પંચે પટપડગંજથી AAP ઉમેદવાર અવધ ઓઝાના મત ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો.

નકલી મતો પર પણ કાર્યવાહી કરવાની ખાતરી

આ સાથે અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, નવી દિલ્હી વિધાનસભામાં ભાજપના સાંસદો અને મંત્રીઓના બંગલાના સરનામાં પર બનાવવામાં આવી રહેલા નકલી મતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. તેમણે કહ્યું, અમે એમ પણ કહ્યું હતું કે, નવી દિલ્હી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ચાદર, જેકેટ, ચશ્મા અને રોકડનું વિતરણ કરી રહ્યા છે. તેમણે (ચૂંટણી કમિશનર) કહ્યું કે, સ્થાનિક ડીએમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંઈપણ વિતરણ થઈ રહ્યું નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ડીએમ સંડોવાયેલા છે. અમે માંગ કરી હતી કે, ડીએમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે. ચૂંટણી પંચે આ માટે કાર્યવાહીની પણ ખાતરી આપી છે.

આ પણ વાંચો :  ‘એ સમય ગયો જ્યારે રૂપિયો ડોલરની સમકક્ષ હતો’, સુધાંશુ ત્રિવેદીએ દિલ્હીમાં AAPને ઘરી

Tags :
Aam Aadmi PartyAAP delegationArvind KejriwalAwadh OjhaDelhi Assembly elections 2025discussElection Commissionfile nomination papersGreater Noida to DelhiGujarat FirstInformationissuemeetsPatparganj seatPress Conferencevote transfer
Next Article