ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આપણે કેજરીવાલને મદદ કરવી જોઈએ, ઇન્ડિયા એલાયન્સના વધુ એક સાથીએ કોંગ્રેસને આપ્યો ઝટકો

જોકે, ઈન્ડિયા એલાયન્સ અંગે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, આ એલાયન્સ હેઠળ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી.
03:07 PM Jan 14, 2025 IST | MIHIR PARMAR
જોકે, ઈન્ડિયા એલાયન્સ અંગે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, આ એલાયન્સ હેઠળ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી.
sharad pawar

Delhi Assembly elections : લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને તેના સાથી પક્ષો વિરુદ્ધ રચાયેલા વિપક્ષી ગઠબંધન INDIA Alliance ના વધુ એક સાથી પક્ષે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. ગઠબંધનના મુખ્ય ઘટક અને વરિષ્ઠ નેતા શરદ પવારે સ્પષ્ટપણે કહ્યું છે કે, આપણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલને મદદ કરવી જોઈએ. મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા શરદ પવારે દિલ્હી ચૂંટણી પર કહ્યું, "દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, મારી લાગણી છે કે, આપણે અરવિંદ કેજરીવાલને મદદ કરવી જોઈએ,"

ઈન્ડિયા એલાયન્સ અંગે તેમણે એ પણ સ્પષ્ટતા કરી

જોકે, ઈન્ડિયા એલાયન્સ અંગે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, આ એલાયન્સ હેઠળ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે, આ ગઠબંધનના મંચ પર ફક્ત રાષ્ટ્રીય ચૂંટણીઓ પર જ ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સમાન વિચારધારા ધરાવતા પક્ષોને એકસાથે લાવવા માટે આ ગઠબંધન રાષ્ટ્રીય સ્તરે બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  નીતિશ કુમાર સાથે રમાઈ ગજબની 'રમત'; બિહારના મુખ્યમંત્રીને દહીં-ચુરા ખાવાનું આમંત્રણ આપ્યા બાદ ચિરાગ પાસવાન 'ગાયબ' થયા

Tags :
allianceArvind KejriwalBJP and its alliesclarifiedCongressconstituentDelhi Assembly ElectionsdiscussionGujarat FirstINDIA alliancelocal Body electionsLok Sabha ElectionsSharad Pawarstate assembly elections
Next Article