ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

‘દેવી-દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ’ : VHP, જાણો શું હતો વિવાદ

VHP: વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સમર્થકોએ બુધવારે લિચુબાગન ખાતેની ગવર્નમેન્ટ કોલેજ ઑફ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ગયા અને સંસ્થાના સત્તાવાળાઓને સરસ્વતીની મૂર્તિને સાડી પહેરવા માટે દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રત્યક્ષદર્શીઓએ આ અંગે માહિતી આપી હતી. પ્રત્યક્ષદર્શીઓએ આપેલી...
05:07 PM Feb 15, 2024 IST | VIMAL PRAJAPATI
VHP: વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સમર્થકોએ બુધવારે લિચુબાગન ખાતેની ગવર્નમેન્ટ કોલેજ ઑફ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ગયા અને સંસ્થાના સત્તાવાળાઓને સરસ્વતીની મૂર્તિને સાડી પહેરવા માટે દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રત્યક્ષદર્શીઓએ આ અંગે માહિતી આપી હતી. પ્રત્યક્ષદર્શીઓએ આપેલી...
VHP

VHP: વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સમર્થકોએ બુધવારે લિચુબાગન ખાતેની ગવર્નમેન્ટ કોલેજ ઑફ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ગયા અને સંસ્થાના સત્તાવાળાઓને સરસ્વતીની મૂર્તિને સાડી પહેરવા માટે દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રત્યક્ષદર્શીઓએ આ અંગે માહિતી આપી હતી. પ્રત્યક્ષદર્શીઓએ આપેલી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યા બાદ આ ઘટના બની હતી. વીડિયોમાં દેવી સરસ્વતીની મૂર્તિ સાડી વગર જોવા મળી રહી છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિમા બનાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓના કાર્યની કરી નિંદા

બજરંગ દળના ત્રિપુરા યુનિટના સંયોજક તુતન દાસે જણાવ્યું હતું કે, ‘ સોશિયલ મીડિય પર પરંપરાગત સાડી વિનાની માં સરસ્વતીની પ્રતિમાનો એક વીડિયો વાયરલ થયો હતો. અમે ત્યાં પૂજા થાય તે પહેલા કોલેજ પહોચ્યા અને આયોજકોને પ્રતિમાને સાડી પહેરાવવા માટે મજબૂર કર્યા.’ તેમણે વિદ્યાર્થીઓના આ કૃત્યની નિંદા કરી અને કહ્યું કે આ સાંસ્કૃતિક અને પરંપરાગત મૂલ્યોથી વિચલન છે જે આર્ટ એન્ડ ક્રાફ્ટ કોલેજના વિદ્યાર્થીઓને અનુસરવાની અપેક્ષા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વીડિયો

VHPના સહાયક સંયોજક (અભિયાન) સૌરભ દાસે પણ વિદ્યાર્થીઓની આ કાર્યવાહીની નિંદા કરી હતી. તેમણે કહ્યું, ‘ગવર્નમેન્ટ કોલેજ ઓફ આર્ટ એન્ડ ક્રાફ્ટના વિદ્યાર્થીઓ દ્વારા દેવી સરસ્વતી પ્રત્યેના અપમાનની અમે સખત નિંદા કરીએ છીએ. VHP હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન સહન કરશે નહીં. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી પરંતુ કૉલેજ, VHP કે બજરંગ દળ તરફથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: અસંભવ કાર્યને કર્યું સંભવ! 16 વર્ષની મહેનત, 19 હજાર પાના અને World Record

Tags :
Bajarang DalbajrangdalDetention of VHP workersGujarati Newsnational newsVHPVHP Workers
Next Article