Weather Forecast : દેશભરના મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની અસર નજીકના રાજ્યો પર પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી થોડા દિવસોમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેર અનુભવી શકાય છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં 4-5 દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેવાની ધારણા છે.
ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ ?
ઉલ્લેખનીય છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાતના વાતાવરણ મામલે પણ આગાહી કરી છે. જેમાં અંબાલાલ પટેલે પણ અનેક વિસ્તાકોમાં કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ 2 થી 4 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ઠંડી અને કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા છે. તેમજ સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ-દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર(Weather Forecast) પશ્ચિમ ભાગમાં શુષ્ક વાતાવરણ રહે તેવી શક્યતા છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ રહે તેવી આગાહી કરવામાં આવી છે. 8 જાન્યુઆરી સુધી પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ રહેશે. આજે પશ્ચિમી અને પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે. 4 જાન્યુઆરીએ બંને વિસ્તારોમાં ધુમ્મસની સ્થિતિ સમાન રહેશે.
5 અને 6 જાન્યુઆરીએ આ સ્થળોએ ભયંકર ધુમ્મસની આગાહી
ત્યારબાદ 5 અને 6 જાન્યુઆરીએ અલગ-અસગ સ્થળોએ પણ ગાઢ ધુમ્મસ પડવાની શક્યતા છે. 7 જાન્યુઆરી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેવાની ધારણા છે. આગામી 24 કલાક સુધી લઘુત્તમ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. આગામી 2 દિવસ સુધી 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.
હવામાન વિભાગે શું કરી આગાહી ?(Weather Forecast)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે 1જાન્યુઆરીથી નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની સ્થિરતા ખોરવાઈ જવાની ધારણા હતી.જોકે, પશ્ચિમી વિક્ષેપ ઉત્તરપૂર્વ તરફ ગયા પછી, સપાટી પરના મજબૂત પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ગતિશીલ અસ્થિરતા પેદા કરી રહ્યા છે. આના કારણે સપાટી પરના ધુમ્મસના સ્તરને દૂર કરવામાં આવ્યું છે, પરંતુ ઉચ્ચ ઊંચાઈ પર વાતાવરણ પ્રમાણમાં સ્થિર રહે છે.
આ પણ વાંચો: ભારતની જેલમાં બંધ ઉમર ખાલિદને ન્યૂયોર્કના મેયરે પત્ર લખ્યો, જાણો પત્રમાં શું લખ્યું?