Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rain Forecast : રાજસ્થાનમાં ફરી વાવાઝોડાની આગાહી ! અનેક રાજ્યોમાં ભારે પવન સાથે કરા પડવાની શક્યતા

Rain Forecast :  દેશમાં અનેક જિલ્લામાં કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આગામી 3 થી 5 દિવસ સુધી વરસાદ (Rainfall), વાવાઝોડું (Thunderstorm) અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે.
rain forecast   રાજસ્થાનમાં ફરી વાવાઝોડાની આગાહી   અનેક રાજ્યોમાં ભારે પવન સાથે કરા પડવાની શક્યતા
Advertisement

Rain Forecast :  દેશમાં અનેક જિલ્લામાં કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આગામી 3 થી 5 દિવસ સુધી વરસાદ (Rainfall), વાવાઝોડું (Thunderstorm) અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાને કારણે તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.

Rain Forecast :  દિલ્હી-NCR સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે દિલ્હી-NCRમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 જૂન સુધી દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં વરસાદનું એલર્ટ જારી કરાયું છે. બીજી તરફ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ (West Uttar Pradesh) અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 2 થી 5 જૂન દરમિયાન વરસાદની સંભાવના છે. તાપમાન 45 ડિગ્રીથી ઘટીને 37-38 ડિગ્રી પર પહોંચતા હવા પણ વધુ સ્વચ્છ બની છે.

Advertisement

રાજસ્થાન અને મધ્ય ભારતમાં વાવાઝોડાની આગાહી

મહત્વનું છે કે રાજસ્થાનમાં 3 થી 5 જૂન દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને છત્તીસગઢમાં પણ 5 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ અન્નામલાઈ નવી પાર્ટી શરૂ કરશે! BJP છોડવાની અટકળો તેજ?

Tags :
Advertisement

.

×