Weather Forecast : ઉત્તર ભારતમાં હિમવર્ષા-વરસાદથી ઠંડીનો ચમકારો! જાણો હવામાન વિભાગની આગાહી
- ઠંડીની લહેર વચ્ચે ઉત્તર ભારતમાં વરસાદે મુશ્કેલીઓ વધારી (Weather Forecast)
- દિલ્હી-NCR માં આજે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ
- પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી, હરિયાણા-UP માં વરસાદની સંભાવના
Weather Forecast : દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત દેશભરના ઘણા રાજ્યોમાં હવામાન બદલાયું છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ઠંડીની લહેર વચ્ચે, હવે ઉત્તર ભારતમાં વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે. દિલ્હી-એનસીઆરમાં આજે સવારે ધુમ્મસની જાડી ચાદર છવાયેલી જોવા મળી સાથે જ વાદળછાયું વાતાવરણ રહ્યું, જેના કારણે વિઝિબિલિટી ઓછી રહી. જ્યારે દેશનાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજે દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે છે.
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, પંજાબ, હરિયાણા, UP માં હળવો વરસાદ!
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir), હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં પર્વતોમાં બરફવર્ષા થઈ. પંજાબ (Punjab), હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ હળવો વરસાદ પડ્યો. જેના કારણે ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધી છે. શુક્રવારે મોડી રાતથી શનિવાર સવાર સુધી દિલ્હીમાં લગભગ સાડા 7 કલાક ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું. શહેરનું લઘુત્તમ તાપમાન 7.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આજે સવારે શહેરમાં ગાઢ ધુમ્મસનાં કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ પણ વાંચો - PM મોદી 13 જાન્યુઆરીએ કાશ્મીરના પ્રવાસે, સોનમર્ગ ટનલનું કરશે ઉદ્ઘાટન
#WATCH | Delhi: As cold waves grip the national capital, several trains running late at New Delhi railway station due to fog
(Visuals from New Delhi Railway station) pic.twitter.com/zS1x55LOFY
— ANI (@ANI) January 12, 2025
હવામાન વિભાગે કરી આ આગાહી
હવામાન વિભાગે આજે દિલ્હી-એનસીઆરમાં ઝરમર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે (Meteorological Department) રવિવારે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. દિલ્હીમાં ધુમ્મસનાં કારણે ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનો પ્રભાવિત થઈ છે. હિમાચલ પ્રદેશનાં (Himachal Pradesh) સ્થાનિક હવામાન વિભાગે રવિવારે નીચલા અને મેદાની વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને મધ્યમ અને ઉચ્ચ ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં કટેલાક સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી (Weather Forecast) કરી છે.
આ પણ વાંચો - મણિપુરમાં શાંતિ માટે CM બીરેન સિંહની પહેલ, નાગા સમુદાયના ધાર્મિક નેતાઓને કરી અપીલ
હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદની આગાહી
હરિયાણામાં (Haryana) રેવાડી, સિરસા, ફતેહાબાદ, ભિવાની, નારનૌલ (મહેન્દ્રગઢ), રોહતક, જિંદ અને સોનીપતમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. હવામાનશાસ્ત્રીઓનાં મતે, રવિવારે પણ રાજ્યનાં ઉત્તરીય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓનાં મતે, વરસાદ બાદ આજે હરિયાણાનાં ઘણા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાઈ જવાની શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh) ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ અને ધુમ્મસની આગાહી પણ કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આજે પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ઝરમર વરસાદ પડી શકે છે. ઉપરાંત, ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો - મને મારી પત્નીને જોયા કરવાનું ખુબ જ પસંદ છે, કામ કલાકના આધારે નહીં આઉટપુટના આધારે ચાલે છે


