Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Heatwave in India : યુપીમાં પારો 45 ડિગ્રીને પાર, એમપીમાં હીટવેવની આગાહી, જાણો તમારા રાજ્યની સ્થિતિ

Heatwave in India : હાલ સમગ્ર દેશમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દેશમાં 2 અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી એક સપ્તાહ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ક્યાંક હીટવેવ તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં ગરમીએ માઝા મૂકી છે, જ્યારે દિલ્હીમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે.
heatwave in india   યુપીમાં પારો 45 ડિગ્રીને પાર  એમપીમાં હીટવેવની આગાહી  જાણો તમારા રાજ્યની સ્થિતિ
Advertisement
  • Heatwave in India : દેશભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ
  • તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચી શકે
  • અનેક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર
  • મધ્યપ્રદેશમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર

Heatwave in India : હાલ સમગ્ર દેશમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દેશમાં 2 અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department - IMD) અનુસાર, આગામી એક સપ્તાહ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ક્યાંક હીટવેવ (Heatwave) તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદની (Rain) શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં ગરમીએ માઝા મૂકી છે, જ્યારે દિલ્હીમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે.

Heatwave in India : ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમીનો કહેર

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) સૂર્યદેવ આકરા પાણીએ હોય તેમ જણાય છે. શુક્રવારે બાંદા (Banda) જિલ્લો સૌથી ગરમ રહ્યો હતો, જ્યાં તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ (45.4°C) નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ને કારણે પશ્ચિમ યુપીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, પરંતુ આગામી દિવસોમાં ફરી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. બિહારમાં (Bihar) પણ પટણા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે પૂર્ણિયા અને કિશનગંજ જેવા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

Advertisement

દિલ્હી અને મધ્યપ્રદેશની સ્થિતિ

રાજધાની દિલ્હીમાં (Delhi-NCR) આજે આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે, જોકે વરસાદની કોઈ જ સંભાવના નથી. બીજી તરફ, મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) હવામાન વિભાગે 19 એપ્રિલ સુધી હીટવેવ (Heatwave Alert) જાહેર કર્યું છે. રાજસ્થાનમાં (Rajasthan) પણ હાલ ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે, પરંતુ મહિનાના અંત સુધીમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હળવા વરસાદની આશા છે.

Advertisement

weather-update-up-heatwave-delhi-mp-rain-forecast

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

જ્યારે ઉત્તર અને મધ્ય ભારત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે પૂર્વોત્તર ભારતમાં (Northeast India) કુદરત મહેરબાન છે. અરુણાચલ પ્રદેશમાં 18 થી 21 એપ્રિલ સુધી ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત આસામ (Assam) અને મેઘાલયમાં (Meghalaya) પણ આગામી થોડા દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાંચો : Tamil Nadu Road Accident : વાલપરાઈમાં વાન ખાણમાં ખાબકી, કેરળના 9 શિક્ષકોના કમકમાટીભર્યા મોત

Tags :
Advertisement

.

×