જ્યાં દર્શન કરવા પણ મુશ્કેલ તેવા 200 વર્ષ જુના ઐતિહાસિક મંદિરમાં લગ્નના આયોજનથી હોબાળો
- ઇંદોરનું હજારો વર્ષ જુના મંદિરમાં લગ્નના આયોજનની મંજૂરી કોણે આપી
- જ્યાં દર્શન માટે આવેલા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
- સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે હોબાળો કરવામાં આવતા મામલો બહાર આવ્યો હતો
ઇંદોર : મધ્યપ્રદેશના ઇંદોરમાં 200 વર્ષ જુના મંદિરમાં થયેલા એક લગ્નના કારણે વિવાદ ખતમ થઇ ચુક્યો છે. ત્યાર બાદ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. એક એજન્સી અનુસાર લગ્ન રવિવારે શહેરના રાજબાડા વિસ્તારના ગોપાલ મંદિરમાં થયા હતા. કેન્દ્રની સ્માર્ટ સિટી યોજના હેઠળ મંદિરના જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સમારંભ માટે પરિસરને સજાવવામાં આવ્યું હતું. આ દરમિયાન અહીં એક લગ્ન થયા અને લગ્નમાં આવેલા મહેમાનો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : LIVE: Maha kumbh 2025 Live : મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો જમાવડો, 70 લાખ શ્રદ્ધાળુઓનું શાહી સ્નાન
સમુહ લગ્નના કારણે ભક્તોને ભારે મુશ્કેલી
સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે, લગ્નના કારણે શ્રદ્ધાળુઓને આગંતુકોને અસુવિધા થઇ તથા મંદિરની પાસે ટ્રાફીકની પણ મોટી સમસ્યા સર્જાઇ હતી. આ લગ્ન સમારંભની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જેના કારણે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે,શહેરના સન્માન સમાન આ મંદિરમાં લગ્નની પરવાનગી કોણે આપી. સોશિયલ મીડિયા પર એક રિસિપ્ટ પણ વાયરલ થઇ રહી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજકુમાર અગ્રવાલ નામના વ્યક્તિએ લગ્ન માટે આ મંદિરની વ્યવસ્થા કરનારી સંસ્થા શ્રી ગોપાલ મંદિરને 25551 રૂપિયાની ચુકવણી કરી.
સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા
સરકારી મહોર લાગેલી આ રિસિપ્ટ 29 જુલાઇ, 2024 ની તારીખ છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે તપાસ માટેના આદેશ આપી દેવાયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપવામાં આવ્યો છે. ઇંદોર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી દિવ્યાંક સિંહે જણાવ્યું કે, 19 મી સદીના હોલકર યુગના ગોપાલ મંદિરનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 13 કરોડ રૂપિયાના ખર્ચે મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Surat : VNSGU માં શિક્ષણ મંત્રી Praful Pansheriya એ Ph. D પ્રવેશની પરીક્ષા આપી, કેવું રહ્યું પરિણામ ?
રાજમાતા કૃષ્ણાબાઇ હોલકરે કરાવ્યું હતુ મંદિરનું નિર્માણ
બીજી તરફ ઇતિહાસકાર જફર અંસારીએ જણાવ્યું કે, મંદિરનું નિર્માણ રાજમાતા કૃષ્ણા બાઇ હોલકરે 1832 માં 80000 રૂપિયાના ખર્ચે બનાવડાવ્યું હતું. અંસારીએ કહ્યું કે, ગોપાલ મંદિર ધર્માર્થ ગતિવિધિઓનું એક મુખ્ય કેન્દ્ર હતું. ખાસ કરીને હોલકરના શાસનકાળ દરમિયા. આ દુર્ભાગ્યપુર્ણ છે કે, આ મંદિરમાં એક લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રકારના આયોજન ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો : Amreli Latter Kand : હવે SMC નાં વડા કરશે તપાસ! પોલીસ વડા સાથે જેનીબેન કરશે મુલાકાત