Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ashok Dinda એ શુભેન્દુ અધિકારીની સરકારમાં લીધા મંત્રી અંગેના શપથ, જાણો જવાબદારી મળતા તેમણે શું કહ્યું?

કોલકાતામાં શુભેન્દુ અધિકારી સરકારના પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં 35 નવા મંત્રીઓએ શપથ લીધા, જેમાં કુલ મંત્રી સંખ્યા 41 થઈ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને મેનાના ધારાસભ્ય અશોક ડિન્ડાને મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર છે. વિપક્ષમાં રહીને સંઘર્ષ કરનાર ડિન્ડા હવે નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે. મંત્રીઓને વિભાગોની ફાળવણી અંગે હાલમાં સસ્પેન્સ યથાવત છે અને મુખ્યમંત્રી મહત્વના વિભાગો પોતાની પાસે રાખે તેવી શક્યતા છે.
ashok dinda એ શુભેન્દુ અધિકારીની સરકારમાં લીધા મંત્રી અંગેના શપથ  જાણો જવાબદારી મળતા તેમણે શું કહ્યું
Advertisement

કોલકાતાના રાજભવનમાં સોમવારે એક ઐતિહાસિક અને યાદગાર શપથવિધિ સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari) એ પોતાની સરકારનું પ્રથમ મોટું કેબિનેટ વિસ્તરણ (Cabinet Expansion) પૂર્ણ કર્યું છે. રાજ્યપાલ આર.એન. રવિએ એક ભવ્ય કાર્યક્રમમાં કુલ 35 નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ વિસ્તરણ સાથે શુભેન્દુ સરકારમાં મંત્રીઓની કુલ સંખ્યા હવે 41 પર પહોંચી ગઈ છે. આ શપથવિધિમાં તમામની નજર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને મેના (Moyna) વિધાનસભા બેઠકના ધારાસભ્ય અશોક ડિન્ડા (Ashok Dinda) પર ટકેલી હતી.

Ashok Dinda  : રમતગમતના મેદાનથી રાજનીતિના મેદાન સુધી

ક્રિકેટના મેદાન પર પોતાની ઘાતક ઝડપ અને બાઉન્સર દ્વારા બેટ્સમેનોના સ્ટમ્પ ઉડાડવા માટે જાણીતા અશોક ડિન્ડાએ હવે રાજકારણની પીચ પર મંત્રી તરીકે પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. વર્ષ 2021 માં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (BJP) ની ટિકિટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા બાદ, ડિન્ડાએ લાંબો સમય વિપક્ષના બેન્ચ પર બેસીને સંઘર્ષ કર્યો હતો. મેના બેઠક પરથી ફરી એકવાર જંગી બહુમતી સાથે જીત મેળવીને તેમણે સાબિત કરી દીધું કે તેમની લોકપ્રિયતા માત્ર ક્રિકેટના મેદાન સુધી જ સીમિત નથી. પાર્ટીએ તેમની આ મહેનત અને જમીની સ્તરની પકડનું સન્માન કરીને તેમને કેબિનેટમાં સીધી એન્ટ્રી આપી છે.

Advertisement

સંઘર્ષની ગાથા અને ભાવુક પળો

શપથગ્રહણ બાદ ભાવુક બનેલા અશોક ડિન્ડાએ મીડિયા સાથે વાત કરતા જૂના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "આ પાંચ વર્ષની આકરી મહેનત અને સંઘર્ષનું પરિણામ છે. જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે અમને જનતા પાસે જવા માટે રેલીઓ કરવાની પણ પરવાનગી મળતી ન હતી. અમારી સામે અનેક ખોટા કેસ (False FIR) દાખલ કરવામાં આવ્યા અને રાજકીય વિરોધીઓ દ્વારા અમારા પર જીવલેણ હુમલાઓ પણ કરવામાં આવ્યા હતા. હું પોતે પણ આવા હુમલાઓમાં ઘાયલ થયો હતો, પરંતુ મેં ક્યારેય હિંમત હારી નથી." તેમના આ સંઘર્ષની ગાથા જાણીને આજે તેમના મતવિસ્તાર મેના અને સમગ્ર રાજ્યના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે.

Advertisement

ભાવિ જવાબદારી અને વિભાગો પર સસ્પેન્સ

શપથગ્રહણ સમારોહ સંપન્ન થયા બાદ હવે સૌથી મોટો સસ્પેન્સ મંત્રીઓના વિભાગોની ફાળવણીને લઈને છે. અશોક ડિન્ડા ભૂતપૂર્વ ક્રિકેટર હોવાથી રમતગમત મંત્રાલય (Sports Ministry) ની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ તે વિભાગ પહેલેથી જ નિશિત પ્રમાણિક (Nisith Pramanik) પાસે છે. આથી, એવી પ્રબળ ચર્ચાઓ છે કે ડિન્ડાને યુવા બાબતો કે અન્ય કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે. બીજી તરફ, મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે નાણાં વિભાગ (Finance Department) અને સૂચના તેમજ સંસ્કૃતિ વિભાગ પોતાની પાસે રાખે તેવી પૂરી શક્યતા છે. અશોક ડિન્ડાની આ રાજકીય સફર હવે બંગાળના વિકાસમાં નવો અધ્યાય લખશે.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો દબદબો,કોંગ્રેસને મોટો ઝટકો

Tags :
Advertisement

.

×