West Bengal Assembly Election: બંગાળની ચૂંટણીમાં ભાજપને કેમ દેખાઈ રહ્યો છે મોકો?
. ભાજપે બૂથ સ્તરે શક્તિ કેન્દ્રો બનાવીને TMC ના નેટવર્કમાં ગાબડું પાડવાની વ્યૂહરચના બનાવી છે
. રાજ્યમાં ઉદ્યોગોનો અભાવ અને શાસક પક્ષની સિસ્ટમ સામે યુવાનોમાં વધતો અસંતોષ BJP માટે મોકો બની શકે છે
. તુષ્ટિકરણના આરોપો અને 'બંગાળી રાષ્ટ્રવાદ વિરુદ્ધ હિંદુત્વ' ના નરેટિવ વચ્ચે આ ચૂંટણી નિર્ણાયક બનશે
West Bengal Assembly Election 2026 : પશ્ચિમ બંગાળ (West Bengal ) ની આ વખતની વિધાનસભાની ચૂંટણી (Assembly Election) તૃણમૂલ કૉંગ્રેસ (TMC) અધ્યક્ષ મમતા બેનર્જીની રાજનીતિના ભવિષ્યને લઈને ઘણી મહત્ત્વપૂર્ણ છે. તેની સાથે આ ચૂંટણીમાં ભાજપ (BJP) ને મોકો દેખાઈ રહ્યો છે. એક વખત ભાજપના વરિષ્ઠત્તમ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpeyee) એ પોતાના સહયોગીઓને દુ:ખ સાથે કહ્યુ હતુ કે તેમના માટે એ ઘણું પીડાદાયક છે કે ભાજપે દેશના જુદાજુદા ભાગોમાં આટલી પ્રગતિ કરી છે, તે પશ્ચિમ બંગાળમાં ભાગ્યે જ કોઈ ખાસ બઢત બનાવી શકી છે.
ભાજપના પુરોગામી ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Dr. Shyama prashad Mukherjee) પશ્ચિમ બંગાળના હતા. વાજપેયીના રાજકીય જીવનની શરૂઆત જનસંઘના પ્રારંભિક દિવસોમાં ડૉ. મુખર્જીના અંગત મદદનીશ તરીકેની કામગીરીથી શરૂ થઈ હતી.
આ પણ વાંચો: RSS Mission US : "હિંદુઓએ કોઈપણ વાત માટે માફી માંગવાની જરૂરત નથી"
BJP નો દેખાવ સુધરશે
ભાજપ બંગાળમાં એક મોટી સફળતાના ઉંબરે આવીને ઉભું હોવાનું ઘણાં જાણકારો માની રહ્યા છે. ચાહે તે સત્તામાં આવે કે ન આવે, પણ તેના સહયોગીઓ અને વિરોધી, બંનેને આશા છે કે તે 2021ના પોતાના દેખાવમાં સુધારો કરશે. 2021માં ભાજપે 284 ઉમેદવારો ઉભા રાખીને 77 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે 2016માં ભાજપને 3 બેઠકો જ મળી હતી.
હવે સવાલ એ છે કે 2026માં 2006નું પુનરાવર્તન થશે કે 2011નું? 2006માં મમતા બેનર્જીને લાગ્યું હતું કે તેમની પાસે લેફ્ટ ફ્રન્ટ (Left Front) ને હરાવવાનો મોકો છે, પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે ડાબેરી મોરચાનું તેના અત્યાર સુધીના સારા પ્રદર્શન સાથે સૌથી વધુ 235 બેઠકો પર જીત અપાવી હતી.
જો કે સિંગૂર અને નંદીગ્રામ જમીન સંપાદનના વિરોધમાં ચાલેલા આંદોલનો બાદ જલ્દી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. આનાથી મમતા બેનર્જીને મોકો મળી ગયો. જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા અને પાંચ વર્ષ બાદ લેફ્ટ ફ્રન્ટને સત્તામાંથી બહાર જવું પડયું હતું.
#WATCH | West Bengal Elections 2026 | Kolkata: State LoP and BJP candidate from Bhabanipur and Nandigram, Suvendu Adhikari chants 'Jai Sri Ram' and 'Hindu Hindu bhai bhai' as he leaves from a polling booth.
At the booth, he was surrounded by TMC supporters who sloganeered around… pic.twitter.com/rQJ0pQC3EW
— ANI (@ANI) April 29, 2026
આ પણ વાંચો: રામ માધવે BJP ની અંદર પોતાની વાપસીની સંભાવનાઓ પર પાણી ફેરવ્યું!
ટીએમસી હવે એટલી મજબૂત નથી
ભાજપે ખુદને આ સ્તર પર પહોંચાડવા માટે આકરી મહેનત કરી છે કે જેનું સપનું વાજપેયીએ જોયું હતું. તેના માટે તેમણે ખૂબ લગનથી સંગઠનાત્મક માળખું તૈયાર કર્યું છે, જેમાં પાંચ સદસ્યોવાળા મડળ શક્તિ કેન્દ્ર બૂથ સ્તર પર લોકોને એકઠા કરવામાં મદદ કરે છે. જો કે કેટલાક લોકોનું માનવું છે કે સંગઠનાત્મક રીતે આ હજીપણ ટીએમસી જેટલી મજબૂત નથી.
તમામ વર્ગોના લોકોએ રાજ્યમાં રોજગારની સ્થિતિને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને તેનાથી પાર્ટીને ફાયદો થવો જોઈએ. એક મહિલાએ લક્ષ્મી ભંડાર યોજના (Laxmi Bhandar Scheme) નો ઉલ્લેખ કરીને કહ્યું કે દર મહિને 1500 રૂપિયાનો શું ફાયદો? મારી પુત્રીને એવી નોકરી જોઈએ જેનાથી તેને ઓછામાં ઓછા 20 હજાર રૂપિયા મળે જેથી તે પોતાનું ગુજરાન ચલાવી શકે. જો કે ગામડાં અને ઝૂંપડપટ્ટી બંને સ્થાનો પર મોટી સંખ્યામાં મહિલાઓ આ યોજનાના ગુણગાન કરે છે.
Today, BJP has become the first choice of women across the country.
Once we form the government in West Bengal, we will leave no stone unturned to empower the Nari Shakti of the state. pic.twitter.com/7j7oZM33jp
— Narendra Modi (@narendramodi) April 5, 2026
આ પણ વાંચો: Trump ની માતાનો 'સિક્રેટ ક્રશ' કોણ? ખુદ અમેરિકાના પ્રેસિડેન્ટે કર્યું રહસ્યોદ્ધાટન!
ભાજપે ટીએમસીની સિસ્ટમમાં ગાબડું પાડયું
ભાજપના મોટા નેતા માત્ર નોકરીઓને લઈને અસંતોષ અને રાજ્યમાં ઉદ્યોગ અને રોકાણ લાવવામાં નિષ્ફળતા પર જ ભરોસો કરી રહ્યા નથી. તેમને પાર્ટી સાથે જોડાયેલા યુવાઓમાં અનૌપચારીકપણે ટીએમસી સિસ્ટમની વિરુદ્ધ પણ નારાજગી અનુભવાય રહી છે. આ યુવા ક્લબો અથવા કારોબારી ગ્રુપોની જેમ કામ કરે છે, જો તમે તમારા ઘરનું સમારકામ કરાવવા ચાહો છો, તો તે કોન્ટ્ર્ક્ટ લેવાની જીદ્ કરે છે અથવા બેંકમાંથી લોન અપાવવામાં દખલ કરે છે અથવા તો પછી લોકોને વોટિંગ કરતા રોકે છે. આ સિસ્ટમ ડાબેરી શાસન વખતે પણ કામ કરતી હતી અને જ્યારે ટીએમસી સત્તામાં આવી તો તે તેની સાથે જોડાઈ ગયા. હવે માનવામાં આવે છે કે ભાજપે આ સિસ્ટમમાં ગાબડું પાડયું છે અને જાણકારોનું માનવું છે કે આજે ટીએમસીના તમામ કાર્યકર્તા પાર્ટી માટે કામ કરી રહ્યા નથી.
આ પણ વાંચો: US War Economy: પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અમેરિકામાં 21,000 નવા કરોડપતિ બન્યા હતા!
તુષ્ટિકરણ કરનારા નેતા ગણાય છે મમતા બેનર્જી
ભાજપે મમતા બેનર્જીને મુસ્લિમ તુષ્ટિકરણ (Muslim Appeasement) કરનારા નેતા તરીકે રજૂ કરવાની કોશિશ કરી છે. જેથી હિંદુઓને પોતાના પક્ષમાં એકજૂટ કરી શકાય. તેની સાથે જ ઘૂસણખોરો (Infiltration) ની વિરુદ્ધ ભાજપના અવાજને રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિંદુઓને પોતાની તરફ આકર્ષિત કર્યા છે.
બીજી તરફ ઘણાં લોકોનું માનવું છે કે કેટલાક બંગાળીઓમાં મુસ્લિમો પ્રત્યે એક દબાયેલી નફરત પણ છે, જેમાં ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ જાતિના ભદ્રલોક પણ સામેલ છે. તેનું કારણ ભાગલાનું ઐતિહાસિક કારણ છે. પરંતુ હજી સુધી તેને જાહેર કરવું રાજકીય રીતે યોગ્ય ન હતું. જેવું કે એક રાજકીય જાણકારે કહ્યુ છે કે હવે આ માળખું તૂટી રહ્યું છે. દક્ષિણ 24 પરગના જિલ્લામાં મુસ્લિમ મહિલાઓનું માનવું છે કે પહેલા તો હિંદુ-મુસ્લિમવાળી કોઈ ભાવના ન હતી, પરંતુ હવે તે જોર પકડી રહી છે.
જો કે હજી સુધી તેણે એ સ્તર પ્રાપ્ત કર્યું નથી જેની આશા હતી અને ન તો તેણે એ પ્રકારે મુખર હિંદુત્વનું રુપ લીધું છે જેવું કે હિંદી રાજ્યોમાં ઓળખ તરીકે જોઈ શકાય છે.
પશ્ચિમ બંગાળમાં હિંદુ ધર્મ વધુ સમન્વયવાદી છે અને આ ઘણાં પ્રવાહોથી પ્રભાવિત છે જેવું કે શક્તિ પરંપરા, મા કાલીની પૂજા અને સ્વામી વિવેકાનંદ તથા રામકૃષ્ણ પરમહંસ જેવી હસ્તીઓના વિચાર.
A TMC workers went to do a mock poll to show how to vote for TMC. An elderly Bengali woman asked him, which button would vote for BJP.
Bengali women have made up their minds. #BhoyOutBhorosaIn #BJPKeVoteDin pic.twitter.com/9WrOYpc3CO
— BJP West Bengal (@BJP4Bengal) April 23, 2026
આ પણ વાંચો: 'લફંગા-લવજેહાદીઓ' દ્વારા હિંદુ (Hindu) યુવતીઓ આટલી 'મૂર્ખ' શા માટે સાબિત થઈ રહી છે?
ભાજપે કર્યા સુધારા
એક તરફ મમતા બેનર્જી પોતાની લડાઈ બંગાળી ઓળખની સુરક્ષાના જંગ તરીકે રજૂ કરે છે. તો બંગાળની આ લડાઈ કેટલાક અર્થોમાં હિંદુ રાષ્ટ્રવાદ અને બંગાળી રાષ્ટ્રવાદ વચ્ચેનો મુકાબલો પણ માનવામાં આવે છે.
પોતાની ભૂલોમાંથી શીખતા ભાજપે મોટી જાહેરસભાઓમાં હિંદી બોલનારા વક્તાઓને ઉતારવાથી પરહેજ કર્યો હતો. જો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આમા અપવાદ હતા. ભૂપેન્દ્ર યાદવને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. પણ તેઓ પોસ્ટરો, ઈન્ટરવ્યૂ કે સોશયલ મીડિયા પોસ્ટમાં બિલ્કુલ દેખાયા નથી. તેઓ ગત વર્ષ સપ્ટેમ્બરથી પડદાં પાછળ રહીને કામ કરી રહ્યા છે.
જો કે ભાજપ માટે સૌથી મોટો પડકાર એ રહ્યો છે કે તેમની પાસે ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરનાર અને રાજ્યની આકાંક્ષાઓ પર ખુદને જોડી શકનાર કોઈ બંગાળી ચહેરો નથી. લોકો આ ચૂંટણીને તેથી જ દીદી વિરુદ્ધ મોદીનો ચૂંટણી જંગ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો: Narrative Terrorism: કાશ્મીરમાં આતંકવાદ હવે Ecosystem Warfare માં ફેરવાઈ રહ્યો છે!


