Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

West Bengal Oath Ceremony : બંગાળમાં પ્રચંડ બહુમતીનો 'રાજ્યાભિષેક': 10 મે પહેલા નવી કેબિનેટ લેશે શપથ

West Bengal Oath Ceremony : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) માં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાની હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગાળમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આગામી 10 મે પહેલા યોજવામાં આવશે.
west bengal oath ceremony   બંગાળમાં પ્રચંડ બહુમતીનો  રાજ્યાભિષેક   10 મે પહેલા નવી કેબિનેટ લેશે શપથ
Advertisement
  • West Bengal Oath Ceremony :ભાજપની 206 બેઠકો સાથે પ્રચંડ બહુમતી
  • 9 મે ના રોજ નવી કેબિનેટ લેશે શપથ
  • ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિએ નવી સરકાર
  • ભવાનીપુરથી મમતા બેનર્જીની કારમી હાર
  • દિલ્હીમાં અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠકનો ધમધમાટ
  • બંગાળમાં પ્રથમવાર ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર

West Bengal Oath Ceremony : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) માં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાની હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગાળમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ (Oath Ceremony) આગામી 10 મે પહેલા યોજવામાં આવશે. ખાસ કરીને 9મી મેના રોજ વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ (Rabindranath Tagore Jayanti) હોવાથી, આ દિવસને ભાજપ દ્વારા વિશેષ પસંદ કરવામાં આવ્યો છે. નવી સરકારની શપથ વિધી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

West Bengal Oath Ceremony :  9 મે ના રોજ નવી કેબિનેટ લેશે શપથ

ઉલ્લેખનીય છે કે નવી સરકારની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે આજે દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતાઓની એક હાઈ-પ્રોફાઈલ બેઠક (BJP Meeting in Delhi) યોજાવાની છે. આ બેઠકમાં સુવેન્દુ અધિકારી, સમિક ભટ્ટાચાર્ય, ભૂપેન્દ્ર યાદવ અને અમિત માલવિયા જેવા અગ્રણી નેતાઓ હાજર રહેશે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) અને પક્ષના પ્રભારીઓ મંત્રીમંડળના સભ્યોના નામ અને રાજ્યની ભવિષ્યની રણનીતિ અંગે આખરી નિર્ણય લેશે. બેઠકમાં જ નક્કી કરવામાં આવશે કે બંગાળમાં કોને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવશે.

Advertisement

Advertisement

ભવાનીપુરથી મમતા બેનર્જીની કારમી હાર

મહત્વનું છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ પુષ્ટિ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) ના માર્ગદર્શન હેઠળ 9મી મેના રોજ જ નવા મુખ્યમંત્રી (New CM of Bengal) શપથ લેશે. બંગાળની સંસ્કૃતિને માન આપતા આ દિવસે નવી સરકારનું આગમન એક મોટો સાંસ્કૃતિક સંદેશ આપશે.

ચૂંટણી પરિણામો (Election Results) ની વાત કરીએ તો, ભાજપે 206 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને ઇતિહાસ રચ્યો છે. બીજી તરફ, શાસક પક્ષ TMC માત્ર 80 બેઠકો પર જ અટકી ગયો છે. સૌથી મોટો ઉલટફેર ભવાનીપુર બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં મમતા બેનર્જી (Mamata Banerjee) ની હાર થઈ છે.

આ પણ વાંચો : Tamil Nadu Election: વિજયના ઉમેદવારે મંત્રીના મોંઢામાંથી છીનવી જીત, શ્રીનિવાસ સેતુપતિ માત્ર 1 વોટથી હાંસિલ કર્યો વિજય

Tags :
Advertisement

.

×