પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના PA ચંદ્રકાંત રથ પર 4 રાઉન્ડ ફાયરિંગ, સારવાર દરમિયાન મોત
- બંગાળમાં ફરી લોહીની હોળી: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રકાંત રથ પર જીવલેણ ફાયરિંગ!
- પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામમાં શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) પર અંધાધૂંધ ગોળીબાર
- અજાણ્યા હુમલાખોરોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું, ચંદ્રકાંત રથ ગંભીર રીતે ઘાયલ
- ઘાયલ નેતાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા, સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- હુમલાખોરોની શોધમાં પોલીસે વિસ્તારમાં કરી નાકાબંધી, CCTV ફૂટેજ ખંગાળવાનું શરૂ
- શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના વ્યક્તિ પર હુમલાથી બંગાળના રાજકારણમાં ખળભળાટ
suvendu adhikari pa murder : પશ્ચિમ બંગાળમાં (West Bengal) રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. બુધવારે મોડી સાંજે વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના (Suvendu Adhikari) પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રકાંત રથ પર જીવલેણ હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યમગ્રામ (Madhyamgram) વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સમગ્ર ઘટનામાં તેમનું મોત થયું છે.
હુમલાખોરોએ 4 રાઉન્ડ ગોળીઓ ચલાવી
મળતી માહિતી મુજબ, ચંદ્રકાંત રથ જ્યારે મધ્યમગ્રામમાં હતા ત્યારે અચાનક ત્રાટકેલા હુમલાખોરોએ તેમના પર 4 રાઉન્ડ ફાયરિંગ (Firing) કર્યું હતું. આ હુમલામાં ચંદ્રકાંતને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગોળીબારના અવાજથી આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.ો
BJP Leader Suvendu Adhikari's PA Chandra shot dead near Madhyagram, West Bengal, confirms Suvendhu Adhikari pic.twitter.com/lsSdy2gm5K
— ANI (@ANI) May 6, 2026
પોલીસ તપાસ અને નાકાબંધી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ (Police) કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલાખોરોને પકડવા માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી (Police Cordoning) કરી દીધી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ તપાસી રહી છે જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે. શુ
ભાજપ દ્વારા આકરી નિંદા કરવામાં આવી
શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના વ્યક્તિ અને તેમના પીએ (PA) પર થયેલા આ હુમલાને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ દ્વારા આ ઘટનાની આકરી નિંદા કરવામાં આવી છે અને તેને રાજકીય ષડયંત્ર ગણાવવામાં આવ્યું છે. જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Mamata Banerjee નો રાજીનામું આપવા સ્પષ્ટ ઈનકાર, કહ્યું- "બરતરફ કરવી હોય તો કરી દો!"


