West Bengalમાં હવે કોનો થશે રાજ્યાભિષેક! મુખ્યમંત્રી પદની રેસમાં આ 5 નામ સૌથી મોખરે
- સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ (West Bengal CM Candidates List)
- દિલીપ ઘોષ અને સુકંતા મજુમદારના નામની પણ મજબૂત દાવેદાર તરીકે ચર્ચા
- મહિલા કાર્ડ ખેલાય તો રૂપા ગાંગુલી અને અગ્નિમિત્ર પોલ મુખ્યમંત્રી બની શકે છે
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના (West Bengal Assembly Elections) પરિણામોએ ભારતીય રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ (BJP) પ્રચંડ બહુમતી સાથે રાજ્યમાં પહેલીવાર સત્તા મેળવીને ઇતિહાસ રચી દીધો છે. મમતા બેનર્જીના (Mamata Banerjee) નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ૧૫ વર્ષ લાંબા મમતા યુગના અંત બાદ હવે સૌની નજર એ વાત પર છે કે બંગાળની કમાન કોના હાથમાં જશે. મુખ્યમંત્રી પદની (Chief Minister Post) રેસમાં ભાજપના ૫ દિગ્ગજ નેતાઓના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.
West Bengal CM Candidates List : સુવેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળ ભાજપના 'ફાયરબ્રાન્ડ' નેતા સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) મુખ્યમંત્રી પદના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેમણે ૨૦૨૧માં નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા અને ૨૦૨૬માં ભવાનીપુર જેવી હાઈ-પ્રોફાઈલ બેઠક પર વિજય મેળવીને પોતાની તાકાત સાબિત કરી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેનો તેમનો અનુભવ તેમને આ રેસમાં મોખરે રાખે છે.
દિલીપ ઘોષ
રાજ્ય ભાજપના પૂર્વ પ્રમુખ અને આરએસએસ (RSS) પ્રચારક રહી ચૂકેલા દિલીપ ઘોષ (Dilip Ghosh) પાયાના નેતા ગણાય છે. ૨૦૧૯માં મેદિનીપુર લોકસભા અને ૨૦૨૬માં ખડગપુર સદર બેઠક પર તેમનો વિજય ભાજપ માટે બંગાળમાં સંગઠનાત્મક જીત સમાન છે. કેન્દ્રીય નેતૃત્વમાં તેમનું કદ ઘણું મોટું છે.
સુકંતા મજુમદાર
શિક્ષિત અને કેન્દ્રીય નેતૃત્વની નજીક મનાતા ડૉ. સુકંતા મજુમદાર (Sukanta Majumdar) પણ આ રેસમાં સામેલ છે. બાલુરઘાટના સાંસદ અને કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી રહેલા મજુમદારે વનસ્પતિશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. ઉત્તર બંગાળમાં (North Bengal) ભાજપના વર્ચસ્વ પાછળ તેમનો મોટો હાથ માનવામાં આવે છે.
અગ્નિમિત્ર પોલ
પૂર્વ ફેશન ડિઝાઇનર અને આસનસોલ દક્ષિણના ધારાસભ્ય અગ્નિમિત્ર પોલ (Agnimitra Paul) ભાજપના પ્રખ્યાત મહિલા નેતા છે. મહિલા મોરચાનું સફળ નેતૃત્વ કર્યા બાદ ૨૦૨૬ની ચૂંટણીમાં ફરી જીત મેળવીને તેમણે પોતાનું રાજકીય કદ વધાર્યું છે.
રૂપા ગાંગુલી
હિન્દી અને બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી રૂપા ગાંગુલી (Roopa Ganguly) સોનારપુર દક્ષિણ બેઠક પર વિજય મેળવીને ચર્ચામાં છે. 'મહાભારત'ની દ્રૌપદી તરીકે જાણીતી રૂપા ગાંગુલી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. જો ભાજપ કોઈ મહિલા ચહેરાને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરે, તો રૂપા ગાંગુલી મજબૂત પસંદગી બની શકે છે.
પશ્ચિમ બંગાળમાં કોના શિરે સજશે મુખ્યમંત્રીનો તાજ? તમે પણ આપી શકો છો તમારો ઓપિનિયન, અત્યારે જ આ લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VaZzMwJBPzjTFWWupb36/24170
આ પણ વાંચો: બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનું મોટું નિવેદન, 'હું રાજીનામું નહીં આપું, અમારી બેઠકો EC એ ચોરી છે!'


