પશ્ચિમ બંગાળમાં હવે CAA લાગુ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીનો મોટો નિર્ણય
- CAA નો બંગાળમાં સત્તાવાર અમલ શરૂ (West Bengal CAA)
- ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશનિકાલ કરાશે
- BSF ના સહયોગથી ઘૂસણખોરોને સરહદ પાર મોકલવાની તૈયારી
- 31 ડિસેમ્બર 2024 પહેલાં આવેલા છ લઘુમતી સમુદાયોને મળશે નાગરિકતા સુરક્ષા
પશ્ચિમ બંગાળ ( West Bengal) સરકારે રાજ્યમાં નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) નો અમલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી [Suvendu Adhikari] એ બુધવાર, 20 મેથી આ કાયદાને સત્તાવાર રીતે લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે જ રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ [Illegal Immigrants] માટે દેશનિકાલની પ્રક્રિયા પણ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી છે.
Howrah, West Bengal: CM Suvendu Adhikari says, "Today, we have started the law work...There are seven communities in the CAA, or those who follow religion, will come under the Citizenship Amendment Act, and those who have come till 31 December 2024, The police will not be able to… pic.twitter.com/4MlfLfEXrK
— IANS (@ians_india) May 20, 2026
West Bengal CAA : ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજ્ય સચિવાલય 'નબન્ના' [Nabanna] ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પાછલી તૃણમૂલ કોંગ્રેસ [TMC] સરકારે CAAનો માત્ર વિરોધ કર્યો હતો, પરંતુ હવે નવી સરકારે કેન્દ્ર સરકારની જોગવાઈઓનો અમલ શરૂ કર્યો છે. કાયદા મુજબ, જેઓ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ભારત આવેલા છ ધાર્મિક સમુદાયો (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) ના શરણાર્થીઓ છે, તેમને નાગરિકતા મળશે. જોકે, જેઓ આ કાયદાના દાયરામાં આવતા નથી, તેમને ઘૂસણખોર ગણીને રાજ્ય પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે અને સીધા સરહદ સુરક્ષા દળ [BSF] ને સોંપવામાં આવશે.
સરહદી સુરક્ષા અને વહીવટી સૂચનાઓ
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના DGP અને ગૃહ સચિવને સરહદી વિસ્તારોના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કાયદાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, BSF બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ [BGB] સાથે સંપર્ક સાધીને ઘૂસણખોરોને પાછા મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ ઉપરાંત, ભારત-બાંગ્લાદેશ સરહદ પર કાંટાળા તારની વાડ બનાવવા માટે જમીન હસ્તાંતરણની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે. આ પગલાં દ્વારા સરહદી સુરક્ષા અને આંતરિક સલામતીને મજબૂત કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.
આ પણ વાંચો: CBSE પુનઃમૂલ્યાંકન પોર્ટલમાં ટેકનિકલ ખામીથી વિદ્યાર્થીઓ પરેશાન


