બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની જાહેરાત, આ તારીખથી રાજ્યમાં શરૂ થશે વસ્તી ગણતરી
West Bengal Census : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી (Chief Minister Suvendu Adhikari) એ રાજ્યમાં વસ્તી ગણતરી (Census) અંગે મહત્વની જાહેરાત કરી છે. શુક્રવારે નબન્ના (Nabanna) સચિવાલય ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠક બાદ તેમણે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં વસ્તી ગણતરીનું કાર્ય 1 ઓગસ્ટ, 2026 થી શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા લગભગ છ મહિના સુધી ચાલશે અને ફેબ્રુઆરી 2027 ના અંત સુધી પૂર્ણ કરવામાં આવશે.
West Bengal Census : રાજકારણથી પર રહીને કામગીરી
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ વસ્તી ગણતરીનો રાજકારણ (Politics) સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા અપીલ કરી છે. તેમણે નોંધ્યું હતું કે અન્ય રાજ્યોની સરખામણીમાં પશ્ચિમ બંગાળ આ કાર્યમાં થોડું પાછળ રહી ગયું હતું, જેને હવે ઝડપથી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભાજપ (BJP) ની સરકાર બન્યા બાદ આ એક મોટું વહીવટી પગલું માનવામાં આવી રહ્યું છે, જે અગાઉ ઘુસણખોરો (Infiltrators) વિરુદ્ધ લેવાયેલા કડક પગલાં પછીની નવી કવાયત છે.
કાર્યક્રમની રૂપરેખા
વસ્તી ગણતરી 1 ઓગસ્ટ, 2026 થી શરૂ થઈને 28 ફેબ્રુઆરી, 2027 ની મધ્યરાત્રિ સુધી ચાલશે. આ કામગીરી માટે વહીવટી તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. સુવેન્દુ અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્ય સરકાર આ મહત્વપૂર્ણ ડેટા સંગ્રહની કામગીરી પારદર્શક રીતે પૂર્ણ કરશે.
આ પણ વાંચો: Rajouri Encounter : રાજૌરીમાં આતંકવાદીઓ સામે સેનાનું મહાઓપરેશન, 7 દિવસથી જંગલોમાં ઘેરાબંધી


