West Bengal Election: મુર્શિદાબાદમાં વોટિંગ વખતે દેશી બોમ્બ ફેંકાયા, ઘણાં વોટર્સ ઘાયલ
. મુર્શિદાબાદના નૌદા વિસ્તારમાં મતદાન મથક નજીક દેશી બોમ્બ ફેંકાયા, અનેક લોકો લોહીલુહાણ થયા
. ચૂંટણીમાં અઢી લાખ જવાનોની સુરક્ષા હોવા છતાં 8,000 અતિસંવેદનશીલ મથકો પર જોખમ યથાવત
. હિંસા બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
West Bengal Election: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election) ના પહેલા પ્રથમ તબક્કા (first phase) નું વોટિંગ (Voting) ચાલુ છે. આ દરમિયાન મુર્શિદાબાદ જિલ્લા (Murshidabad district) ના નૌદા (Nauda) વિસ્તારમાં હિંસાની ઘટના સામે આવી છે. જ્યાં મતદાન વખતે કેટલાક અજાણ્યા લોકોએ કથિતપણે દેશી બોમ્બ ફેંક્યા હતા. આ હુમલાથી સંબંધિત વિસ્તારમાં દોડધામ મચી છે અને ઘણાં લોકો ઘાયલ થયા છે. ઘટનાના તુરંત બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલો અને મેડિકલ સેન્ટરોમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે ઘાયલોની ચોક્કસ સંખ્યા અને તેમની સ્થિતિને લઈને હજી સુધી કોઈ સત્તાવાર નિવેનદઅને તેમની સ્થિતિને લઈને હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
#WATCH | Murshidabad, West Bengal: One of the victims of the reported crude bomb incident in Murshidabad yesterday says, "I had stepped out yesterday to offer Namaz at around 8 pm... I was standing... two boys came and threw a bomb near my foot. Humayun Kabir's party workers have… pic.twitter.com/ASXxYu57xs
— ANI (@ANI) April 23, 2026
આ પણ વાંચો: US - Iran મધ્યસ્થતામાં ભારતની એન્ટ્રીના સંકેત! રાજનાથે કહ્યુ-ભવિષ્યમાં ભૂમિકા શક્ય
પ્રત્યક્ષદર્શીઓએ ઘટના વર્ણવી
પ્રત્યક્ષદર્શીઓ મુજબ, વિસ્ફોટ એ સમયે થયો કે જ્યારે મોટી સંખ્યામાં લોકો મતદાન કેન્દ્રની આસપાસ હતા. અચાનક થયેલા આ હુમલાથી મતદાતાઓ અને સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી. ઘણાં લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગતા દેખાયા હતા.
માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી.
પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સુરક્ષાદળોની વધારાની કુમકો પણ તેનાત કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલાની પાછળ સામેલ લોકોની ઓળખ માટે તલાશી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ બનેલો છે. પ્રશાસને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
#WATCH मुर्शिदाबाद, पश्चिम बंगाल: ASP माजिद खान ने कहा, "हालात शांतिपूर्ण हैं। कहीं भी कुछ नहीं हुआ है..." https://t.co/SkZvAH3bXe pic.twitter.com/sHH9PQ6hE9
— ANI_HindiNews (@AHindinews) April 23, 2026
આ પણ વાંચો: "Congress માં ગાંધી-નહેરુ કુટુંબે ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું ષડયંત્ર રચ્યું!"
સવારે 7 વાગ્યાથી વોટિંગનો પ્રારંભ
મહત્ત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election) ના પહેલા તબક્કામાં ભારે સુરક્ષા વચ્ચે સવારે 152 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન શરૂ થયું છે. ઉત્તરમાં દાર્જિલિંગ (Darjeeling) અને જલપાઈગુડી (Jalpaiguri) થી લઈને દક્ષિણમાં મુર્શિદાબાદ,નદિયા, બીરભૂમ અને હુગલી (Murshidabad, Nadia, Birbhum, and Hooghly) સુધીના જિલ્લામાં મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું અને મતદાન કેન્દ્રોની બહાર મતદાતાઓની કતારો જોવા મળી. પહેલા તબક્કામાં રાજ્યની 294 વિધાનસભા બેઠકોમાંથી અડધો અડધ બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે.


