જે કહ્યું એ સાચું પડ્યું! અમિત ભાઈ શાહે 22 એપ્રિલે બંગાળમાં શું ભવિષ્યવાણી કરી હતી? જુઓ Viral Video
- Amit Shah Viral Video : અમિત શાહની ભવિષ્યવાણી સાચી પડી!
- પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભગવો લહેરાયો, TMCના સૂપડા સાફ
- અમિત શાહનો 'ટાટા, બાય-બાય' વાળો જૂનો વીડિયો થયો વાયરલ
- બપોરે 1 વાગ્યા સુધીમાં સત્તા પરિવર્તનનો દાવો હકીકત બન્યો
- 2026ની ચૂંટણીમાં ભાજપ 191 બેઠકો સાથે બહુમતી તરફ
Amit Shah Viral Video : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2026) ના પરિણામોના પ્રારંભિક વલણોએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. અત્યાર સુધીના આંકડા મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) બંગાળમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી રહી છે. બપોરે 3 વાગ્યા સુધીના વલણોમાં ભાજપ 191 બેઠકો પર આગળ છે, જ્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 97 બેઠકો પર સમેટાઈ રહી હોય તેમ જણાય છે.
Amit Shah Viral Video : જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ
આ ઐતિહાસિક પલટવારની વચ્ચે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નું એક જૂનું ભાષણ જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ વીડિયોને લોકો 'ટાટા બાય-બાય' (Tata Bye-Bye Video) ના કેપ્શન સાથે શેર કરી રહ્યા છે. નેટીઝન્સ દાવો કરી રહ્યા છે કે શાહે જે ભવિષ્યવાણી કરી હતી, તે આજે અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી છે.
गृह मंत्री @AmitShah के बंगाल प्रचार के दौरान इस भाषण को सुनिए, कह रहे हैं
4 मई को सुबह काउंटिंग चालू होगी,
8 बजे बैलेट बॉक्स खुलेगा,
9 बजे पहला राउंड,
10 बजे दूसरा राउंडऔर 1 बजे दीदी….टाटा बाय-बाय
इसे कहते हैं आत्मविश्वास pic.twitter.com/42Q52dXINZ
— Himanshu Dubey (@i_HimanshuDubey) May 4, 2026
Amit Shah Viral Video : શું હતું અમિત શાહનું એ નિવેદન?
ખરેખર, આ વીડિયો 22 એપ્રિલ 2026 ના રોજ દમદમ (Dum Dum Rally) ખાતે આયોજિત એક ચૂંટણી રેલીનો છે. જેમાં અમિત શાહે આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, "4 મેના રોજ સવારે મતગણતરી શરૂ થશે, 8 વાગ્યે બેલેટ બોક્સ ખુલશે, 9 વાગ્યે પ્રથમ રાઉન્ડ અને 10 વાગ્યે બીજો રાઉન્ડ પૂરો થશે... અને બપોરે 1 વાગ્યા સુધીમાં તો દીદી સત્તાની બહાર થઈ જશે... ટાટા, બાય-બાય!"
વિકાસ અને ઘૂસણખોરીનો મુદ્દો
પોતાના ભાષણ દરમિયાન શાહે ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘૂસણખોરોને શરણ આપીને તેમને વોટબેંક (Vote Bank Politics) માં ફેરવવામાં આવ્યા છે, જેના કારણે કોલકાતા તેની ઓળખ ગુમાવી રહ્યું છે. તેમણે વચન આપ્યું હતું કે ભાજપ સત્તામાં આવતા જ કોલકાતાને ફરીથી તેનું ગૌરવ અપાવશે અને તેને ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવાની દિશામાં કામ કરશે. હાલમાં, ચૂંટણીના આંકડા ભાજપ માટે ઉત્સાહજનક છે, પરંતુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.


