Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mamta Banerjee Defeated Bhawanipur : મમતા બેનર્જી પોતાના જ ગઢ ભવાનીપુરમાં હાર્યા! સુવેન્દુ અધિકારીનો વિજય

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભવાનીપુર બેઠક પર મોટો ઉલટફેર થયો છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભાજપના સુવેન્દુ અધિકારી સામે હાર થઈ છે. સુવેન્દુએ 15,000થી વધુ મતોની સરસાઈથી જીત મેળવી આને 'હિન્દુત્વનો વિજય' ગણાવ્યો હતો. રાજ્યભરમાં ભાજપે બહુમતી પ્રાપ્ત કરતા TMC છાવણીમાં હતાશા વ્યાપી છે. મમતા બેનર્જી માટે આ પરાજય તેમના રાજકીય વર્ચસ્વ પર મોટો આંચકો માનવામાં આવે છે.
mamta banerjee defeated bhawanipur   મમતા બેનર્જી પોતાના જ ગઢ ભવાનીપુરમાં હાર્યા  સુવેન્દુ અધિકારીનો વિજય
Advertisement
  • બંગાળમાં મોટો ઉલટફેર: ભવાનીપુરમાં મમતા બેનર્જીની હાર!
  • પોતાના જ ગઢમાં સુવેન્દુ અધિકારી સામે હાર્યા દીદી
  • ભાજપના સુવેન્દુ અધિકારીએ 15,000 થી વધુ મતોથી આપી મ્હાત
  • TMC છાવણીમાં સન્નાટો, ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ
  • "આ હિન્દુત્વનો વિજય છે" - જીત બાદ સુવેન્દુ અધિકારીનું નિવેદન

Mamta Banerjee Defeated Bhawanipur  : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 (West Bengal Election 2026) માં સૌથી વધુ ચર્ચિત એવી ભવાનીપુર બેઠક પર મોટો ઉલટફેર થયો છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની પરંપરાગત બેઠક ભવાનીપુર (Bhawanipur) ગુમાવી બેઠા છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) તેમને હરાવીને બંગાળના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે.

Mamta Banerjee Defeated Bhawanipur  : લીડ બાદ મમતા બેનર્જી પાછળ પડ્યા

મતગણતરીના શરૂઆતના રાઉન્ડમાં મમતા બેનર્જી (Mamata Banerjee) થોડા આગળ જરૂર રહ્યા હતા, પરંતુ જેમ-જેમ રાઉન્ડ વધતા ગયા તેમ સુવેન્દુ અધિકારીની લીડ મજબૂત બનતી ગઈ. અંતિમ રાઉન્ડ સુધીમાં મમતા બેનર્જી કોઈ કમબેક કરી શક્યા નહીં અને આખરે હાર સ્વીકારવી પડી. આ હાર બાદ TMC કાર્યકર્તાઓમાં ભારે હતાશા જોવા મળી રહી છે, જ્યારે ભાજપ છાવણીમાં 'અબકી બાર, સુવેન્દુ સરકાર' ના નારા ગુંજી રહ્યા છે.

Advertisement

Advertisement

સુવેન્દુ અધિકારીનું નિવેદન અને હિન્દુત્વનો ઉલ્લેખ

ઐતિહાસિક જીત બાદ સુવેન્દુ અધિકારીએ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મમતા બેનર્જીને હરાવવું ખૂબ જ જરૂરી હતું, આ તેમની રાજનીતિમાંથી વિદાય છે. તેઓ 15,000 થી વધુ મતોથી હાર્યા છે. આ જીત હિન્દુત્વનો વિજય (Victory of Hindutva) છે." તેમણે વધુમાં ઉમેર્યું કે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમુદાયના આશીર્વાદથી તેમને આ સફળતા મળી છે.

બંગાળમાં ભાજપની લહેર

ભવાનીપુરની હાર એ માત્ર એક બેઠકની હાર નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે મોટો ફટકો છે. ભાજપ હાલમાં બહુમતીના આંકડાને પાર કરી ચૂક્યું છે અને સમગ્ર રાજ્યમાં ભગવો લહેરાઈ રહ્યો છે. મમતા બેનર્જી માટે આ વ્યક્તિગત આંચકો તો છે જ, પરંતુ સાથે જ તેમની રાજકીય શક્તિ પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો : Bengal માં ભાજપના ઐતિહાસિક વિજય બાદ PM Modi ની ગર્જના, કહ્યું- "ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું"

Tags :
Advertisement

.

×