Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Election Result : પશ્ચિમ બંગાળમાં કોઈ પણ પક્ષ દ્વારા વિજય સરઘસ કે મોટી રેલી કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો, જાણો શું છે કારણ

Election Result : પશ્ચિમ બંગાળમાં મતગણતરી શરૂ થતાં જ ચૂંટણી આયોગ દ્વારા કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કોઈપણ પાર્ટી અથવા ઉમેદવારને જીતની ઉજવણી માટે રેલીઓ કે સરઘસ કાઢવાની મંજૂરી આપવામાં નહીં આવે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યો છે.
election result   પશ્ચિમ બંગાળમાં કોઈ પણ પક્ષ દ્વારા વિજય સરઘસ કે મોટી રેલી કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો  જાણો શું છે કારણ
Advertisement
  • Election Result મા બંગાળમાં જીતની ઉજવણી પર લાગી બ્રેક
  • રેલીઓ અને સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
  • સંભવિત તણાવને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો
  • કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે નિર્ણય
  • ચૂંટણી પંચનો કડક નિર્ણય

Election Result : પશ્ચિમ બંગાળમાં જીતની (win) ઉજવણી (CELEBRATION) પર રોક લગાવવામાં આવી છે. રેલીઓ અને સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં મતગણતરી  દરમિયાન ચૂંટણી આયોગે જીતની ઉજવણીમાં રેલીઓ અને જુલસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણય કેમ લગાવવામાં આવ્યો છે તેની પાછળના પણ ઘણા કારણો છે.

મતગણતરી શરૂ થતાં ચૂંટણી પંચે કડક સૂચનાઓ જાહેર કરી

પશ્ચિમ બંગાળમાં આજે મતગણતરી શરૂ થતાં ચૂંટણી પંચે કડક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ક્યાંય પણ જીતની ઉજવણી માટે રેલીઓની મંજૂરી આપવામાં આવશે નહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના ખાસ નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે પરિણામો જાહેર થયા પછી કોઈપણ ઉમેદવારની જીતની ઉજવણી કરવા માટે કોઈ સરઘસ કે રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઈપણ સંભવિત તણાવને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

election 2026 gujarat first

Advertisement

Election Result એજન્ટોની ફરિયાદો પર જવાબ

વિવિધ રાજકીય પક્ષોના એજન્ટો સમયસર મતગણતરી કેન્દ્રો પર પહોંચી શકતા ન હોવાની ફરિયાદો પણ સામે આવી છે. આના જવાબમાં ગુપ્તાએ કહ્યું કે, કમિશન આ ફરિયાદોને ગંભીરતાથી લઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે એજન્ટો કેન્દ્રો પર પહોંચી શકતા ન હોવાના મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવવામાં આવશે. 4 મે, 2026ના રોજ મત ગણતરીના દિવસે જીતની ઉજવણી, રેલીઓ અને સરઘસો પર સખત પ્રતિબંધ છે.તાજેતરના અહેવાલો અને વહીવટી આદેશો અનુસાર, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા અને ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને રેલીઓ અને સરઘસો પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળમાં રાજકીય વલણો શું કહે છે?

પ્રારંભિક વલણો મુજબ ભાજપ બંગાળમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. મમતા બેનર્જી ભવાનીપુર બેઠકમાં પાછળ ચાલી રહી છે, જ્યારે સુવેન્દુ અધિકારી આગળ છે. જોકે અંતિમ પરિણામો હજુ આવવાના બાકી છે.

આ પણ વાંચો : Election Results 2026 Trends: બંગાળમાં મોટો ઉલટફેર, ભાજપ 130 સીટ પર આગળ; મત ગણતરી શરૂ

Tags :
Advertisement

.

×