BJP Victory in West Bengal: મમતાના ગઢમાં ગાબડું પાડનાર 5 'સાયલન્ટ હીરો'ની કહાની
પશ્વિમ બંગાળમાં પ્રથમ વખત BJP Victory તરફ આગળ વધી રહી છે
મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના ગઢ ગણાતા ભવાનીપુરથી હારના આરે
બંગાળમાં ભાજપના આ વિજય પાછળ સ્થાનિક નેતાઓની મહેનત
હરિયાણા અને મહારાષ્ટ્ર બાદ હવે બંગાળમાં પણ વ્યૂહરચના સફળ રહી
BJP Victory in West Bengal: પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણીના વલણોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધીના વલણો મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) બંગાળમાં પ્રથમ વખત સરકાર બનાવવાની દિશામાં મક્કમ પગલે આગળ વધી રહી છે. ચૂંટણી પંચ (Election Commission) ની વેબસાઇટ મુજબ ભાજપ 144 બેઠકો પર આગળ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 76 બેઠકો પર સમેટાઈ રહી છે.
મમતાના 'બાંગ્લા કાર્ડ' પર ભારે પડતી એન્ટી-ઈન્કમ્બન્સી
વર્ષ 2021 માં મમતા બેનર્જી (Mamata Banerjee) એ સ્થાનિક અસ્મિતા અને બાંગ્લા કાર્ડ રમીને જીત મેળવી હતી, પરંતુ આ વખતે જમીની હકીકત બદલાઈ ગઈ છે. ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના ગઢ ગણાતા ભવાનીપુર (Bhawanipur) થી હારના આરે છે. અગાઉ તેઓ નંદીગ્રામ (Nandigram) થી હારી ચૂક્યા છે, જે દર્શાવે છે કે બંગાળની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે.
આ પણ વાંચો: બંગાળમાં મોટો ઉલટફેર!: જ્યાં પીએમ મોદીએ ખાધી હતી Jhalmuri, ત્યાં જ ખીલ્યું કમળ!
ચૂંટણીના 5 મુખ્ય વ્યૂહરચનાકારો
બંગાળમાં ભાજપના આ વિજય પાછળ સ્થાનિક નેતાઓ શુભેન્દુ અધિકારી અને દિલીપ ઘોષની મહેનત તો છે જ, પરંતુ પડદા પાછળ કામ કરનારા 5 'સાયલન્ટ હીરો' એ ગેમ ચેન્જર સાબિત થયા છે:
મંગલ પાંડે (Mangal Pandey): રાજ્ય પ્રભારી તરીકે તેમણે બંગાળના ખૂણે ખૂણે સંગઠનને મજબૂત કર્યું. અમિતભાઇ શાહના વિશ્વાસુ એવા પાંડેએ કાર્યકરોમાં નવો જોશ ભર્યો.
ભૂપેન્દ્ર યાદવ (Bhupender Yadav): કેન્દ્રીય મંત્રી અને ચૂંટણી એક્સપર્ટ તરીકે જાણીતા યાદવ સતત બંગાળમાં કેમ્પ કરી રહ્યા હતા. હરિયાણા અને મહારાષ્ટ્ર બાદ હવે બંગાળમાં પણ તેમની વ્યૂહરચના સફળ રહી છે.
સુનીલ બંસલ (Sunil Bansal): સંગઠન મહામંત્રી તરીકે બંસલે મહિનાઓ સુધી કોલકાતા (Kolkata) માં રહીને બૂથ લેવલ સુધીનું પ્લાનિંગ કર્યું. યુપીમાં સફળતા બાદ તેમણે બંગાળમાં પણ વિજયી ફોર્મ્યુલા લાગુ કરી.
બિપ્લવ કુમાર દેબ (Biplab Kumar Deb): સહ-પ્રભારી તરીકે બિપ્લવ દેબે પાયાના સ્તરે કામ કરીને સંગઠનની ત્રુટિઓ દૂર કરી અને લોકોનો વિશ્વાસ જીત્યો.
અમિતભાઇ શાહનું સીધું માર્ગદર્શન
આ તમામ નેતાઓ સીધા ગૃહમંત્રી અમિતભાઇ શાહ (Amit Shah) ને રિપોર્ટ કરતા હતા. શાહના સતત પ્રવાસો અને મતદાન બાદની રણનીતિએ ભાજપના વિજયના પથને મોકળો કર્યો છે.આ વિજય સાથે જ અમિતભાઇ શાહનું કદ વધ્યું છે અને તેમના વિશ્વાસુ ગણાતા નેતાઓની પકડ પણ મજબૂત થઈ છે.
આ પણ વાંચો: દ્રવિડિયન કિલ્લામાં ગાબડું: Thalapathy Vijay એ રચ્યો ઇતિહાસ, રજનીકાંત-કમલ હાસન પણ જોતા રહી ગયા!


