બંગાળમાં મોટો હોબાળો! રસ્તા પર રઝળતી મળી VVPAT સ્લિપ્સ, શું મતગણતરી પર પડશે અસર?
- નોઆપારા વિધાનસભાની VVPAT સ્લિપ્સ કચરામાંથી મળી
- TMC-BJP એ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર ઉઠાવ્યા સવાલ
- ચૂંટણી પંચનો દાવો: "આ સ્લિપ્સ મૉક પોલ દરમિયાનની છે"
- જિલ્લા ચૂંટણી અધિકારી પાસે તપાસનો રિપોર્ટ માંગવામાં આવ્યો
- સોમવારે સવારે 8 વાગ્યાથી રાજ્યની 293 બેઠકો પર થશે મતગણતરી
પશ્ચિમ બંગાળમાં (West Bengal Election Results) સોમવારે સવારે 8 વાગ્યાથી 293 કેન્દ્રો પર મતગણતરી શરૂ થવાની છે, પરંતુ તે પહેલા ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના નોઆપારામાં રસ્તા પર VVPAT સ્લિપ્સ મળી આવતા હંગામો મચી ગયો છે. નિલગંજ સુભાષનગરના એક પેટ્રોલ પંપ પાસે કચરાના ઢગલામાંથી આ સ્લિપ્સ મળી આવી છે, જેના પર TMC અને BJP બંનેએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના ઉમેદવાર અર્જુન સિંહે (Arjun Singh) આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે સ્ટ્રોંગ રૂમમાં હોવા જોઈએ તેવા દસ્તાવેજો રસ્તા પર કેમ છે?
Hundreds of VVPAT slips of Booth No. 29 located in Garulia, under 107- Noapara Assembly Constituency have been found in a
garbage at Subhas Nagar under Duttapukur Police Station and under Madhyamgram Assembly Constituency.
How is it possible?
The VVPAT slips must have been kept… pic.twitter.com/iYC5OAjv2W— Arjun Singh (@ArjunsinghWB) May 3, 2026
ચૂંટણી પંચનો ખુલાસો
ચૂંટણી પંચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રસ્તા પર મળેલી આ સ્લિપ્સ 'મૉક પોલ' (Mock Poll) દરમિયાનની છે. નિયમ મુજબ, મૉક પોલની સ્લિપ્સને પણ સુરક્ષિત રાખવી પડે છે, પરંતુ અહીં અધિકારીઓની ઘોર બેદરકારી દેખાઈ રહી છે. આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીના સંકેત અપાયા છે.
ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી
રાજ્યમાં શાંતિપૂર્ણ મતગણતરી માટે ૪૫૯ હોલ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષા માટે સેન્ટ્રલ ફોર્સ અને સ્ટેટ પોલીસનું થ્રી-ટાયર સુરક્ષા કવચ (Three-tier Security) તૈનાત કરવામાં આવ્યું છે. CRPF ના ડીજીએ પોતે કેન્દ્રોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. કોઈ પણ ગેરરીતિ રોકવા માટે કુલ ૫૩૯ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો : Sandeep Pathak ની મોટી ગર્જના! FIR ને ગણાવ્યો રાજકીય બદલો, કેમ છોડી 'આપ'?


