Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bengal માં રાહુલ ગાંધીના બંને હાથમાં લાડુ!: મમતા જીતે કે ભાજપ, કૉંગ્રેસ માટે ગુડ ન્યૂઝ

West Bengal Election Results: પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણી (Assembly Election) પરિણામોમાં મમતા બેનર્જી (Mamata Benerjee) ની ટીએમસી (TMC) સત્તામાં બનેલી રહે કે ભાજપ (BJP) પહેલીવાર બંગાળમાં સરકાર બનાવવામાં સફળ થાય. બંને પરિસ્થિતિમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કોંગ્રેસ (Congress) માટે સારા સમાચાર છે.
bengal માં રાહુલ ગાંધીના બંને હાથમાં લાડુ   મમતા જીતે કે ભાજપ  કૉંગ્રેસ માટે ગુડ ન્યૂઝ
Advertisement

. PM Modi ની લોકપ્રિયતા સામે ભાજપની હાર કોંગ્રેસને રાષ્ટ્રીય સ્તરે રાજકીય માઈલેજ આપશે
. TMC ની હારથી વિપક્ષમાં મમતા બેનર્જીનું વર્ચસ્વ ઘટશે અને રાહુલ ગાંધી વિપક્ષ એકમાત્ર સર્વસ્વીકાર્ય નેતા બની શકે છે
. 1972 થી બંગાળમાં કોંગ્રેસના પતનની ગાથા વચ્ચે હવે પાર્ટી અન્યની હારમાં પોતાનો સંતોષ શોધી રહી છે

West Bengal Election Results: પશ્ચિમ બંગાળ (West Bengal) માં 15 વર્ષથી સરકાર ચલાવી રહેલા તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) ના અધ્યક્ષ મમતા બેનર્જી (Mamata Benerjee) ચોથીવાર વિધાનસભા ચૂંટણી (Assembly Election) જીતે કે પછી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) પહેલીવાર રાજ્યમાં સરકાર બનાવવા માટે સફળ થાય, બંને પરિસ્થિતિમાં કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) માટે ગુડ ન્યૂઝ છે.

Advertisement

ઈમરજન્સી (Emergency) બાદ 1977માં કોંગ્રેસની બંગાળમાં સત્તામાંથી વિદાઈ થઈ હતી અને આજે 46 વર્ષો બાદ તે વિપક્ષમાં પણ ગણતરી પામતી નથી. પંરતુ બંગાળ ચૂંટણીમાં કોઈ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નહીં રહેવા છતાં જો સામ-દામ-ભેદ-દંડની સાથે લડીને ભાજપ જીતી નહીં શકે ત્યારે કોંગ્રેસ માટે રાહતની વાત એ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની લોકપ્રિયતા અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ના ચૂંટણી પ્રબંધન વચ્ચે ભાજપની જીતનો પણ શિકાર થઈ શકે છે. પરંતુ જો ભાજપ વિજય પતાકા લહેરાવી દે છે, તો ટીએમસીની હારથી મમતા બેનર્જીની શક્તિ આગામી સમયમાં વિપક્ષની રાજનીતિમાં ઓછી થઈ જશે અને તેનો ફાયદો રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધીને મળનારા એક પડકારની સંભાવનાને નબળી બનાવશે.

Advertisement

દિલ્હીમાં ભાજપનો વિજય રથ રોકવામાં નિષ્ફળ કોંગ્રેસ હવે રાજ્યોની ચૂંટણીમાં ભાજપની હારથી સંતોષ માનતી રહે છે. બંગાળમાં તેની એકપણ બેઠક ભલે ન નીકળે, પરંતુ ભાજપ સત્તાથી દૂર હહે તો નરેટિવની લડાઈમાં કેટલાક પોઈન્ટ તેની પાસે પણ આવી જશે. વિપક્ષમાં રાષ્ટ્રીય રાજનીતિ માટે દક્ષિણ ભારતમાંથી રાહુલ ગાંધીને કોઈ પડકાર નથી.

લઈ-દઈને મમતા બેનર્જી વિપક્ષના એકમાત્ર એવા નેતા છે, જે અત્યાર સુધી ભાજપને બંગાળમાં હરાવતા રહ્યા છે. તેમની જીત થઈ તો 2029ની લડાઈમાં ઈન્ડિયા (INDIA) ગઠબંધન બચીને રહે તો તેનું નેતૃત્વ રાહુલ ગાંધીને મળશે અથવા મમતા બેનર્જીને તેને લઈને સવાલ ઉભા થઈ શકે છે. મમતા બેનર્જીની હાર આ સવાલને જ ખતમ કરી દેશે. અખિલેશ યાદવને મમતા બેનર્જીના સ્તર પર આવવા માટે પહેલા યુપીમાં 2027માં સત્તામાં વાપસી કરવી પડશે.

આ પણ વાંચો: LIVE : Umreth By-election Result: ઉમરેઠમાં 'કમળ' ખીલવાની તૈયારીમાં,11 રાઉન્ડની ગણતરી બાદ ભાજપની જંગી લીડ

West Bengal માં કૉંગ્રેસના પતનની ગાથા

કોંગ્રેસ 1972માં બંગાળમાં છેલ્લીવાર જીતી હતી અને સિદ્ધાર્થ શંકર રાય (Siddharth Shankar Ray) તેના મુખ્યમંત્રી બન્યા હતા. 21 જૂન, 1977ના રોજ ડાબેરી (Left) નેતા જ્યોતિ બસુ (Jyoti Basu) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા અને તેઓ 6 નવેમ્બર, 2000 સુધી આ પદ પર આસિન રહ્યા. હટયા તો પણ સીપીએમના બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (Buddhdev Bhattacharya) મુખ્યમંત્રી બન્યા અને તે ફરી આગામી 11 વર્ષ સુધી સત્તામાં બનેલા રહ્યા.

મમતા બેનર્જી બુદ્ધદેવના નેતૃત્વવાળા ડાબેરી મોરચા (Left Front) ને હરાવીને 2011માં પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ત્યારથી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણીઓ જીતી ચુક્યા છે. કેન્દ્રમાં મોદીની સરકાર બન્યા બાદ બંગાળની રાજનીતિમાં પણ ભાજપને લઈને બદલાવ દેખાઈ રહ્યો છે અને મામતાને રોકવા માટે ડાબેરી પક્ષોના સમર્થક અને વોટર પણ ભાજપ તરફી થઈ ચુક્યા છે. માટે બંગાળની રાજનીતિમાં આજે ન તો કોંગ્રેસ માટે કોઈ સ્થાન બન્યું છે અને ન તો લેફ્ટ માટે. બંનેના સ્થાનો ભાજપે પ્રાપ્ત કરી લીધા છે.

વિધાનસભા ચૂંટણીમાં દેખાવોની દ્રષ્ટિથી જોઈએ તો કોંગ્રેસની જીત છેલ્લે 1972માં થઈ હતી ત્યારે તેને 216 બેઠકો મળી હતી. પરંતુ 1977ની ઈમરજન્સી બાદ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ 20 બેઠકો પર આવી ગઈ હતી અને સીપીએમ 178 બેઠકો જીતીને જ્યોતિ બસુ પહેલીવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા હતા.

લેફ્ટ ફ્રંટની ચૂંટણીમાં 231 બેઠકો મળી હતી. 1982ની ચૂંટણીમાં 49 બેઠકો સાથે કોંગ્રેસની સ્થિતિ થોડી સુધરી હતી અને ગઠબંધન દળો સાથે આ આંકડો 53 પર પોંચ્યો હતો. જ્યારે સીપીએમને 174 અને ડાબેરી મોરચાને અન્ય દળો સાથે 238 બેઠકો જીતવામાં સફળતા મળી હતી.

1987માં લેફ્ટ ફ્રન્ટને 252 બેઠકો પર જીત મળી હતી અને કોંગ્રેસ 9 બેઠકોના નુકશાન સાથે 40 પર પહોંચી ગઈ। 1991માં લેફ્ટ 7 બેઠકો નીચે આવીને 245 પર આવી ગઈ, પરંતુ કોંગ્રેસ 40થી 43 બેઠકો સુધી પહોંચી ગઈ। જ્યોતિ બસુ મુખ્યમંત્રી તરીકે યથાવત રહ્યા.

1996ની ચૂંટણીમાં કોંગ્રેસમાં થોડી શક્તિ જોવા મળી અને તેણે 86 બેઠકો પર જીત મેળવી. પરંતુ નુકશાન છતાં ડાબેરી મોરચાને 203 બેઠકો મળી અને તેની સરકાર યથાવત રહી.
1998માં કોંગ્રેસની અંદર સોમન મિત્રા અને પ્રણવ મુખર્જીથી પરેશાન મમતા બેનર્જીએ પોતાની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ બનેલી રહી.

જ્યોતિ બસુએ કાર્યકાળ પુરો કરવાના 6 માસ પહેલા નવેમ્બર 2000માં પદ છોડયું અને સીપીએમના બુદ્ધદેવ ભટ્ટાચાર્ય મુખ્યમંત્રી બન્યા.

2002ની ચૂંટણીમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નેતૃત્વમાં ડાબેરી મોરચાની બેઠકો થોડી ઘટી પણ 1999 બેઠકોની બહુમતી સાથે સરકાર બનાવવામાં સફળતા મળી. આ ચૂંટણીમાં સીપીએમને 143 બેઠકો, કોંગ્રેસને 26 બેઠકતો અને ટીએમસીને 60 બેઠકો પ્રાપ્ત થઈ હતી. તેની સાથે મુખ્ય વિપક્ષી દળનો દરજ્જો કોંગ્રેસ પાસેથી પાર્ટીમાંથી છૂટા પડેલા મમતા બેનર્જીની ટીએમસી પાસે પહોંચી ગયો.

2006ની ચૂંટણીમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્યને જોરદાર બહુમતી મળી અને તેઓ ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા. આ ચૂંટણીમાં સીપીએમ (CPM) ને 176 અને ડાબેરી મોરચાને કુલ 235 બેઠકો મળી હતી. મમતા બેનર્જી ભાજપ સાથે ગઠબંધન કરીને એનડીએમાંથી ચૂંટણી લડી હતી. ટીએમસીને આ બેઠકમાં 30 બેઠકોનું નુકશાન થયું અને 30 બેઠકો મળી હતી. ભાજપને કોઈ બેઠકો મળી ન હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી.

2011ની ચૂંટણીમાં મમતા બેનર્જીએ 34 જૂની ડાબેરી મોરચાની સરકારને બંગાળની સત્તામાંથી ઉખાડી ફેંકી. ટીએમસીને 184 અને મમતા બેનર્જીની ટીએમસી સાથેના ગઠબંધનને કુલ 228 બેઠકો મળી હતી. 2011ની ચૂંટણીમાં પણ ભાજપને કોઈ બેઠક મળી નહીં. જ્યારે એનડીએના બેનર તળે ગોરખા જનમુક્ત મોરચાએ 3 બેઠકો પ્રાપ્ત કરી હતી

કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ 2014થી ભાજપ રાજ્યોની ચૂંટણી જીતતી રહી. પરંતુ બંગાળમાં વિજય મુશ્કેલ હતો. 2016માં થયેલી ચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીએ 211 બેઠકો પર જીત મેળવીને સરકાર બનાવી હતી. કોંગ્રેસને 44 બેઠકો પર જીત મળી હતી. ભાજપ બંગાળમાં પહેલીવાર 3 વિધાનસભા બેઠકો જીતવામાં સફળતા મળી હતી. તેના સહયોગી ગોરખા જનમુક્તિ મોરાચાએ પણ 3 બેઠકો જીતી.

2021માં ભાજપ પુરી શક્તિથી ચૂંટણીમાં ઉતર્યું અને ભાજપની બેઠકો 3થી વધીને 74 પર પહોંચી. પણ મમતા બેનર્જી 2016 કરતા 4 વધુ બેઠકો જીતીને 215 બેઠકો સાથે સતત ત્રીજીવાર સરકાર બનાવવામાં સફળ રહ્યા. ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટની એક બેઠક છોડી દેવામાં આવે, તો કોંગ્રેસ, સીપીએમ સહીતના તમામ ડાબેરી પક્ષો ઝીરો પર આઉટ થયા. મામતા બેનર્જી અને એનડીએ વચ્ચે 10 ટકા વોટ શેયરનું અંતર હતું.

આ પણ વાંચો: Election Result : પશ્ચિમ બંગાળમાં કોઈ પણ પક્ષ દ્વારા વિજય સરઘસ કે મોટી રેલી કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો, જાણો શું છે કારણ

1998ની લોકસભા ચૂંટણીમાં BJP-TMC નું ગઠબંધન

મમતા બેનર્જીએ કોંગ્રેસ છોડીને ટીએમસી બન્યા બાદ 1998ની લોકસભા ચૂંટણીએનડીએના બેનર હેઠળ ભાજપની સાથે લડી હતી. ત્યારે મમતા બેનર્જીની ટીએમસીને 7 , ભાજપને 2 બેઠકો મળી હતી.

1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપ-ટીએમસીના ગઠબંધનને રાજ્યની 42 બેઠકોમાંથી 10 બેઠકો મળી હતી અને તેમાં ટીએમસીને 8 અને ભાજપને 2 બેઠકો જ મળી હતી.

2004ની ચૂંટણીમાં ટીએમસી માત્ર 1 બેઠક જ જીતી શકી અને ભાજપ ઝીરો પર પહોંચ્યું. કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર સત્તામાં વી અને 2009માં મમતા બેનર્જીની ટીએમસીનું કોંગ્રેસ સાથે ગઠબંધન થયું અને 19 બેઠકો પર જીત મળી. કોંગ્રેસને 6 બેઠકો મળી. યુપીએને 42માંથી 26 બેઠકો પર જીત મળી હતી અને લેફ્ટ ફ્રન્ટને 15 બેઠકો મળી, જેમાં ભાજપને 1 જ બેઠક મળી હતી.

2014ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે દેશભરમાં મોદી લહેર જોવા મળી, ત્યારે પણ બંગાળમાં 42 લોકસભા બેઠકોમાંથી ટીએમસીને 34 બેઠકો મળી હતી. કોંગ્રેસને 4 બેઠકો અને ભાજપને 2 બેઠકો અને લેફ્ટમાં સીપીએમને 2 બેઠકો મળી હતી.

2019માં ભાજપની શક્તિ વધી અને તે 18 બેઠકો પર પહોંચ્યું, મમતા બેનર્જીની ટીએમસીને 22 બેઠકો, કોંગ્રેસને 2 બેઠકો મળી. જ્યારે લેફ્ટને કોઈ બેઠક મળી નહીં.

પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ફરીથી નુકશાન થયું. મમતા બેનર્જીની ટીએમસીને 29, ભાજપને 12, કોંગ્રેસને 1 મળી. જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં રહેલા લેફ્ટને કોઈ જ બેઠક પ્રાપ્ત થઈ નહીં.

આ પણ વાંચો: Election Results 2026 Trends: બંગાળમાં મોટો ઉલટફેર, ભાજપ 130 સીટ પર આગળ; મત ગણતરી શરૂ

Tags :
Advertisement

.

×