આ ભીડને કાબૂમાં લેતી વખતે પૂર્વ CMનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેમણે અચાનક એક વ્યક્તિને થપ્પડ મારી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિને થપ્પડ મારવામાં આવી છે તે તૃણમૂલ કોંગ્રેસ (TMC) નો જ કાર્યકર છે. જોકે, તેમણે આ પગલું કેમ ઉઠાવ્યું તે હજુ સંપૂર્ણ સ્પષ્ટ થયું નથી.
ભાજપનો પલટવાર, માનસિક સ્થિતિ પર ઉઠાવ્યા સવાલ
આ ચકચારી ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) એ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ તરફથી કટાક્ષ કરતાં કહેવામાં આવ્યું કે, ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીની માનસિક સ્થિરતા (Mental Stability) બગડી રહી છે. કેન્દ્રીય મંત્રી (Union Minister) સુકાંત મજુમદારે આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ તમામ ઘટનાઓ જોયા પછી સ્પષ્ટ થાય છે કે મમતા બેનર્જીની માનસિક સ્થિતિ અત્યારે બરાબર નથી.
પ્રશાસન અને પોલીસ પર ભડક્યા મમતા બેનર્જી
બીજી તરફ, લોકોને સંબોધિત કરતી વખતે મમતા બેનર્જીએ સ્થાનિક પોલીસ પ્રશાસન (Administration) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, "મને માહિતી મળી હતી કે અમારા આઈટી સેલના પ્રમુખ (IT Cell President) ને ઘેરીને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે, તેથી હું તેમને બચાવવા ગઈ હતી. દેશમાં કાયદો ક્યાં ગયો? અમારા દીકરા-દીકરીઓને નારા લગાવતા રોકવાનો પ્રયાસ કરાયો."
તેમણે ઉમેર્યું કે તેઓ ભાજપને નહીં પરંતુ વહીવટીતંત્રને દોષી માને છે, કારણ કે રેલીનું સુરક્ષિત આયોજન કરવાની જવાબદારી તેમની હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસે હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન (High Court Order Violation) કરીને ભાજપના લોકોને ત્યાં આવવા દીધા અને અમારા હેન્ડ માઈક છીનવી લીધા તેમજ કાર્યકરોને બેરહેમીથી માર્યા.
બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની વર્તમાન સ્થિતિ (Worsening Situation) અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે અહીં પરિસ્થિતિ દિનપ્રતિદિન બદતર થઈ રહી છે. દેશના લોકો કલ્પના પણ નથી કરી શકતા કે અહીં શું થઈ રહ્યું છે. ગઈકાલે જ બરુઈપુરમાં 50 પ્રદર્શનકારોની ધરપકડ કરવામાં આવી હતી. દુર્ગાપુર, બર્ધમાન, ભગવાનપુર, પતાશપુર, બેહાલા અને માલદા જેવા વિસ્તારોમાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.
છેલ્લા 2 મહિનામાં 14 થી વધુ છોકરીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મ અને સતામણીની ઘટનાઓ બની છે અને કેટલીક મહિલાઓની હત્યા પણ કરવામાં આવી છે. તેમણે વહીવટીતંત્રને અપીલ કરી છે કે તમામ મુદ્દાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે લાવવામાં આવે.
આ પણ વાંચો : Bengal Politcal Crisis : બાગી સાંસદોએ TMCમાંથી મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેકને કર્યો સસ્પેન્ડ