બંગાળ SIR માં હટેલા વોટોથી જીતનું અંતર ઓછું, સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી!
. અનેક બેઠકો પર જીતનું માર્જિન SIR હેઠળ ડિલીટ કરાયેલા મતો કરતા ઓછું હોવાથી પરિણામો શંકાના દાયરામાં છે
. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ગંભીર મુદ્દા પર વિચાર કરવા માટે તૃણમૂલ કોંગ્રેસે અલગથી નવી પિટિશન ફાઈલ કરવી પડશે
. બંગાળમાં મતો હટાવવાના આક્ષેપો વચ્ચે સર્વોચ્ચ અદાલતની આ 'લીલી ઝંડી' આગામી સમયમાં કાયદાકીય લડત તેજ કરશે
West Bengal SIR Supreme Court Hearing : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસ ( TMC ) ને મળેલી કારમી હાર બાદ સુપ્રીમ કોર્ટમાં SIR ને લઈને સોમવારે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે TMC ને કહ્યું છે કે તે આ મુદ્દાઓને લઈને નવી અરજીઓ દાખલ કરી શકે છે કે બંગાળમાં ચૂંટણીમાં જુદાંજુદાં વિસ્તારમાં જીતનું અંતર SIR માં હટાવાયેલા વોટની સંખ્યાથી ઓછી હતી.
TMC તરફથી રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ કલ્યાણ બેનર્જીએ કોર્ટને ક્હયું કે ટીએમસીની જીતનું અંતર, SIR તપાસ પ્રક્રિયામાં હટાવવામા આવેલા લોકોની સંખ્યાથી ઓછી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે 31 બેઠકો પર જીતનું અંતર હટાવવામાં આવેલા વોટોની સંખ્યાથી ઓછું હતું.
TMC ની દલીલ
ટીએમસી તરફથી રજૂ થયેલા કલ્યાણ બેનર્જી (Kalyan benerjee) એ કહ્યુ કે તેમણે એક ચાર્ટ તૈયાર કર્યો છે, તેનાથી ઉજાગર થાય છે કે 31 બેઠકો પર હટાવવામાં આવેલા વોટર્સની સંખ્યા હારના અંતરથી વધારે હતી. આ દલીલો પર જવાબ આપતા ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ કે પક્ષ જે પણ વચગાળાની અરજી દાખલ કરવા ચાહે છે તે કરી શકે છે. જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ બેનર્જીને કહ્યુ કે ચૂંટણી પરિણામો સંદર્ભે જે પણ દલીલો આપવામાં આવે છે, તેના માટે એક અલગથી અરજી દાખલ કરવી પડશે. મહત્ત્વપૂર્ણ છે કે ટીએમસીનો આરોપ છે કે એસઆઈઆરમાં વોટર્સ હટાવવાના કારણે ચૂંટણી ઘણી હદે પ્રભાવિત થઈ છે.
West Bengal SIR | The Supreme Court suggested to the All India Trinamool Congress (AITC) that it may file separate applications raising grievances regarding the Election Commission of India’s Special Intensive Revision (SIR) of electoral rolls, which the party claims had an… pic.twitter.com/zyX2NWXu3T
— ANI (@ANI) May 11, 2026
આ પણ વાંચો : રાહુલ ગાંધીના ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર નીકળ્યા PM Modi ના સમર્થક!
ચૂંટણી પંચ (EC) માં ફરિયાદ કરવી જોઈએ
જસ્ટિસ બાગચીએ કહ્યુ છે કે તમે જે પણ વિષય પર વાત કરવા ચાહો છો, તે મામલામાં એક સ્વતંત્ર અરજી (વચગાળાની અરજી) દાખલ કરવાની જરૂરત હશે. આ દરમિયાન ચૂંટણી પંચ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ ડી. એસ. નાયડૂએ દલીલ આપી કે જો પાર્ટીની ચૂંટણીઓના સંદર્ભે કોઈ ફરિયાદ છે તો તે ચૂંટણી અરજી દાખલ કરી શકે છે. જો SIR માં કોઈ ચૂક કે કમી છે, તો તે તેને પણ તમારી અદાલતના ધ્યાને લાવી શકે છે. અમે (ચૂંટણી પંચ) આનો જવાબ આપીશું.
જસ્ટિસ શિવજ્ઞાનમના રાજીનામાનો ઉલ્લેખ
સુનાવણી દરમિયાન ટીએમસી (TMC) ના વકીલ બેનર્જીએ કોર્ટને જણાવ્યું કે કોલકત્તા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ટી. એસ. શિવજ્ઞાનમે રાજીનામું (SIR ની અપીલીય ટ્રિબ્યૂનલથી) આપ્યું છે. તેના પર સીજેઆઈએ કહ્યુ કે અમે શું કરી શકીએ? અમે કોઈ જજને કામ કરવા માટે મજબૂર કરી શકીએ નહીં.
આ પણ વાંચો : Mission Divyastra : ભારતની મિસાઈલની રેન્જમાં હવે ચીન-પાકિસ્તાનનો દરેક ખૂણો, શું છે મિશન દિવ્યાસ્ત્ર?
ગત સુનાવણીમાં CJI એ શું કહ્યું હતું?
મહત્ત્વપૂર્ણ છે કે ગત સુનાવણી દરમિયાન મુખ્યન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યુ હતુ કે એક નાગરિક તરીકે તે બંગાળમાં વોટિંગની ટકાવારી જોઈને ઘણાં ખુશ છે. તેમણે આગળ કહ્યુ હતુ કે લોકોએ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ. જ્યારે લોકો લોકશાહીમાં વોટની શક્તિ દ્વારા પોતાની શક્તિને ઓળખે છે અને કાયદાના શાસનનું પાલન કરે છે, તો તે હિંસામાં સામેલ થતા નથી. સીજેઆઈએ કહ્યુ હતુ કે લોકો લોકશાહીમાં પોતાની શક્તિ, પોતાના વોટની શક્તિને ઓળખે છે અને તે કાયદાના શાસનનું પાલન કરે છે, ત્યારે તે હિંસામાં થતા નથી.
આ પણ વાંચો : Poliics of Tamilnadu: સીધા સ્ટાલિનને મળવા પહોંચ્યા CM વિજય! DMK પ્રમુખને ભેંટયા


