તેજસ્વી યાદવ સાથે મુલાકાત કર્યા બાદ ચિરાગે શું કહ્યું?
- ચિરાગ પાસવાને તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી
- ચિરાગ પાસવાને પત્રકારો સાથે વાત કરી
- તેજસ્વી યાદવ સાથે પારિવારિક સંબંધ છે-ચિરાગ પાસવાન
Bihar Politics: કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને હાલમાં જ બિહારના પૂર્વ ડેપ્યુટી CM અને RJD નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. આ પછી, મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેજસ્વી મારા નાના ભાઈ છે, મેં હંમેશા તેમના પરિવારને મારો પોતાનો પરિવાર માન્યો છે. ચિરાગ પાસવાને કહ્યું કે RJD નેતા તેજસ્વી યાદવ સાથે પારિવારિક સંબંધ છે પરંતુ રાજકીય સંકલન શક્ય નથી.
ચિરાગ પાસવાને પત્રકારો સાથે વાત કરી
પત્રકારો સાથે વાત કરતા પાસવાને કહ્યું કે અમારા પારિવારિક સંબંધો અમારા પિતાથી શરૂ થયા હતા. તેથી અમે સામાજિક રીતે વાતચીત કરી શકીએ છીએ, પરંતુ અમારી વચ્ચે વૈચારિક મતભેદો છે જેથી રાજકીય ગઠબંધન શક્ય નથી. જો આ સંભવ હોત, તો 2020ની વિધાનસભા ચૂંટણીમાં જ અમે હાથ મિલાવી લીધા હોત, પરંતુ મેં કોઈપણ ગઠબંધનનો હિસ્સો બન્યા વિના લડવાનું નક્કી કર્યું.
પાસવાન તેજસ્વીને મળ્યા હતા
તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ તેજસ્વી યાદવના પુત્રના જન્મનો ઉલ્લેખ કરતા પાસવાને કહ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું કે મારા ભત્રીજાનો જન્મ થયો છે. છેલ્લી વખત જ્યારે અમે એકબીજાને મળ્યા હતા, તેને એક સારી મુલાકાત પણ કહી શકાય નહીં. નોંધનીય છે કે પાસવાન અને યાદવ બંને જમ્મુ-કાશ્મીરમાં લશ્કરી ઓપરેશન દરમિયાન તાજેતરમાં મૃત્યુ પામેલા આર્મી જવાન મનીષ કુમારના શોકગ્રસ્ત પરિવારને મળવા નવાદા ગયા હતા.
Patna, Bihar: Union Minister Chirag Paswan on PM Narendra Modi's visit to the state says, "Prime Minister’s continuous visits to Bihar reflect his dedication to Bihar and its people. The promises made by the Prime Minister during the Lok Sabha elections are being fulfilled one by… pic.twitter.com/5HQPOJjPaC
— IANS (@ians_india) May 28, 2025
આ પણ વાંચો : પનામાથી શશી થરૂરની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું - ગાંધીજીની ભૂમિ હવે બીજો ગાલ નહીં ધરે
આંતરિક પારિવારિક બાબત
બંને યુવા નેતાઓએ માત્ર એક બીજા સાથે હાથ મિલાવ્યા હતા અને છુટા પડતા પહેલા ભાગ્યે જ થોડી સામાન્ય વાત થઈ હશે, પરંતુ તેમનો ફોટો અહીં અનેક મીડિયા આઉટલેટ્સ દ્વારા શેર કરવામાં આવ્યો. LJP (NDA) ના વડાએ તેજસ્વી યાદવના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવને RJDમાંથી હાંકી કાઢવા પર કઈ કહેવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે આ તેમની પાર્ટી અને તેમના પરિવારનો આંતરિક મામલો છે.
પાસવાને બીજું શું કહ્યું?
પાસવાને કહ્યું કે તેઓ ગુરુવારથી શરૂ થઈ રહેલા PM મોદીના બે દિવસીય બિહાર પ્રવાસ માટે ઉત્સાહિત છે અને તેમણે આશા વ્યક્ત કરી કે PM રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં NDAના વિજયની દિશા નક્કી કરશે. ચિરાગે કહ્યું કે NDA ગઠબંધન ખૂબ જ મજબૂત છે. અમે મજબૂતાઈ સાથે બિહાર વિધાનસભા ચૂંટણીમાં જઈશું. પેટાચૂંટણીના પરિણામોએ અમારો ઉત્સાહ વધાર્યો છે. પેટાચૂંટણીમાં બધી 4 બેઠકો જીતીને, અમે 100 ટકા સ્ટ્રાઇક રેટ આપ્યો છે. ચોક્કસપણે, બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં અમે 225 થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવીશું. નીતિશ કુમાર ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી બનશે.
આ પણ વાંચો : રાજસ્થાનના ભીલવાડામાં આંધી-તોફાનનો કહેર, પત્તાની જેમ ઉડી ટોલ પ્લાઝાની છત