ભાજપના સંકલ્પ પત્ર ભાગ 3 માં શું છે? અમિત શાહે કહ્યું- કેજરીવાલ દિલ્હીમાં જુઠ્ઠાણા ચલાવે છે
- ભાજપના સંકલ્પ પત્રનો ત્રીજો ભાગ રિલીઝ
- ભાજપ માટે સંકલ્પ પત્ર વિશ્વાસનો પ્રશ્ન છે
- કેજરીવાલ દિલ્હીમાં જુઠ્ઠાણા ચલાવે છે
BJP Sankalp Patra-3 released: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે માત્ર 10 દિવસ બાકી રહી ગયા છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના સંકલ્પ પત્રનો ત્રીજો ભાગ રિલીઝ કર્યો અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે, તેઓ યમુનામાં ક્યારે ડૂબકી લગાવશે? ટ
ગૃહમંત્રીએ ભાજપનું 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટી મુખ્યાલયમાં ભાજપનું 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યું. આ સમયે દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. આ પછી અમિત શાહે કહ્યું કે, હું આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ભાજપના સંકલ્પ પત્રના છેલ્લા ભાગને બહાર પાડવા માટે આપ સૌની સમક્ષ આવ્યો છું. ભાજપની પરંપરા મુજબ, અમે ચૂંટણીઓને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ, અમે ચૂંટણીને જનસંપર્કનું માધ્યમ પણ માનીએ છીએ. ચૂંટણીઓ દ્વારા રચાયેલી સરકારોની નીતિ નિર્માણ નક્કી કરવા માટે, અમે જનતા વચ્ચે પણ જઈએ છીએ અને ચૂંટણીમાં ભાજપ પાસેથી તેમની અપેક્ષાઓ વિશે માહિતી એકત્રિત કરીએ છીએ.
ભાજપ માટે સંકલ્પ પત્ર વિશ્વાસનો પ્રશ્ન છે: અમિત શાહ
તેમણે કહ્યું કે, ભાજપ માટે, સંકલ્પ પત્ર વિશ્વાસનો પ્રશ્ન છે અને કરવાના કામોની યાદી છે. આ ખાલી વચનો નથી. 2014 થી, નરેન્દ્ર મોદીએ દેશમાં પર્ફોર્મન્સનું રાજકારણ સ્થાપિત કર્યુ છે અને ભાજપે તેણે લડેલી બધી ચૂંટણીઓમાં આપેલા વચનો પૂરા કરવા માટે ગંભીર પ્રયાસો કર્યા છે. તેથી, દિલ્હી પ્રદેશ ભાજપે મહિલાઓ, યુવાનો, જેજે ક્લસ્ટરના રહેવાસીઓ, અસંગઠિત કામદારો, મધ્યમ આવક ધરાવતા લોકો, ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો સાથે પાયાના સ્તરે જવા અને સૂચનો મેળવવાનું કામ કર્યું છે. 1 લાખ 8 હજાર લોકોએ વિવિધ પ્રકારના પોતાના સૂચનો આપ્યા છે. 62 પ્રકારની વિવિધ ગ્રુપ મીટિંગો યોજાઈ હતી અને 41 LED વાન દ્વારા અમે સૂચનો માંગ્યા હતા.
VIDEO | Union Home Minister Amit Shah (@AmitShah) releases BJP's final part of 'Sankalp Patra' for the upcoming Delhi Assembly Election. #DelhiElectionsWithPTI
(Full video available on PTI Videos: https://t.co/n147TvrpG7) pic.twitter.com/EOUXA9tKAa
— Press Trust of India (@PTI_News) January 25, 2025
આ પણ વાંચો : Gallantry Awards: ગુજરાતના 11 સહિત 942 અધિકારીઓનું કાલે રાષ્ટ્રપતિ કરશે એવોર્ડથી સન્માન
કેજરીવાલે 'શીશમહેલ' બનાવ્યો છે: શાહ
શાહે વધુમાં કહ્યું કે, કેજરીવાલ દિલ્હીમાં એવી સરકાર ચલાવી રહ્યા છે, જે વચનો તો આપે છે પણ તેને પૂરા કરતા નથી અને ફરીથી જૂઠાણા અને ભોળા ચહેરા સાથે જનતા સમક્ષ આવે છે. મેં મારા રાજકીય જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિને આટલું સ્પષ્ટ જૂઠું બોલતા નથી જોયું. તેમણે વધુમાં કહ્યું કે, કેજરીવાલે કહ્યું હતું કે હું અને મારી સરકારનો કોઈ પણ મંત્રી સરકારી બંગલો નહીં લઈએ, પરંતુ તેમણે બંગલો લીધો, અહીં સુધી તો ઠીક હતું, પરંતુ 51 કરોડથી વધુનો ખર્ચ કરીને તેમણે 4 બંગલા ભેગા કરીને એક શીશ મહેલ બનાવ્યો.
લોકો તમારી ડૂબકીની રાહ જોઈ રહ્યા છે: કેન્દ્રીય ગૃહમંત્રી
તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 7 વર્ષમાં હું યમુનાને સંપૂર્ણપણે સ્વચ્છ બનાવીશ અને એમ પણ કહ્યું હતું કે હું દિલ્હીના લોકો સામે યમુનામાં ડૂબકી લગાવીશ. હું કેજરીવાલને યાદ કરાવવા માંગુ છું કે કેજરીવાલ, દિલ્હીના લોકો તમારી વિશ્વ વિખ્યાત ડૂબકીની રાહ જોઈ રહ્યા છે, તમે ક્યારે ડૂબકી લગાવશો. તેમણે (કેજરીવાલ અને AAP) કામ ન કરવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. જો તેઓ કોઈ કામ કરવા માંગતા ન હોય તો તેઓ કહે છે કે અમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો. જ્યારે તેમણે વચન આપ્યું હતું અને ચૂંટણી લડી હતી, ત્યારે શું તેમને દિલ્હીની સ્થિતિ ખબર નહોતી? ફક્ત બહાના બનાવવા એ તેમનો સ્વભાવ છે.
ડબલ એન્જિન સરકારોએ રાજ્યોને બદલવાનું કામ કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, દેશમાં જ્યાં પણ ચૂંટણીઓ થઈ અને દેશ અને રાજ્યોના લોકોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને જનાદેશ આપ્યો, ત્યાંની ડબલ એન્જિન સરકારોએ દરેક રાજ્યમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. આજે, નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં એક વિશ્વાસ પેદા કર્યો છે કે, લોકશાહી પ્રણાલીઓ જાળવી રાખીને પણ સમાવેશી અને સર્વાંગી વિકાસ શક્ય છે.
આ પણ વાંચો : વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ પર વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન સફળ રીતે પૂર્ણ
ભાજપના મેનિફેસ્ટોમાં શું છે?
1. ગિગ વર્કર્સ (સ્વતંત્ર કોન્ટ્રાક્ટરો)ને 10 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો અને 5 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો
2. કાપડ કામદારોને 10 લાખ રૂપિયાનો જીવન વીમો, 5 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો અને 15,000 રૂપિયાનું ટૂલકીટ પ્રોત્સાહન
3. બાંધકામ કામદારોને પ્રોત્સાહન માટે 10,000 રૂપિયા સુધીની ટૂલકિટ, 3 લાખ રૂપિયા સુધીની લોન, 5 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો અને 10 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો
4. યુવાનો માટે 50,000 સરકારી નોકરીઓ, 20 લાખ રોજગાર અને સ્વરોજગારની તકો, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેટ્રોમાં મફત મુસાફરી માટે એનસીએમસીમાં વાર્ષિક 4000 રૂપિયા
5. માન્યતા પ્રાપ્ત મીડિયાકર્મીઓ અને વકીલોને 10 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો અને 10 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય અને અકસ્માત વીમો
6. 20000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સંકલિત જાહેર પરિવહન નેટવર્ક, દિલ્હી 100 ટકા ઇ-બસ શહેર બનશે, મેટ્રો ફેઝ 4 નું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને મેટ્રો અને બસો 24/7 ઉપલબ્ધ રહેશે.
7. ભવ્ય મહાભારત કોરીડોર વિકસાવશે
8. યમુના નદીને પુનર્જીવિત કરવામાં આવશે અને યમુના નદીના કિનારાનો વિકાસ કરવામાં આવશે.
9. મેન્યુઅલ સ્કેવેન્જિંગ (હાથથી મેલું ઉપાડવાની પ્રથા) 100 ટકા નાબૂદ થશે, કામદારોને કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો મળશે.
આ પણ વાંચો : વિજય માલ્યા, નીરવ મોદી, તહવ્વુર રાણા.....,ભારત આ ભાગેડુઓને પાછા લાવવા પ્રયાસ કરી રહ્યું છે