Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ચીને શું ભૂમિકા ભજવી ? વિદેશ મંત્રીએ આપ્યો ચોંકાવનારો જવાબ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવમાં ચીને શું ભૂમિકા ભજવી તે પ્રશ્નનો જવાબ વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યો.
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ચીને શું ભૂમિકા ભજવી   વિદેશ મંત્રીએ આપ્યો ચોંકાવનારો જવાબ
Advertisement
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત
  • ભારત અને પાકિસ્તાન તણાવમાં ચીનની શું ભૂમિકા?
  • પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામ થયું - વિદેશ મંત્રી

India Pakistan Tensions: ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવની સ્થિતિ યથાવત છે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો. આ પછી પાકિસ્તાને ભારત સામે મોરચો ખોલી દીધો. જો કે જડબાતોડ જવાબ મળ્યા બાદ પાકિસ્તાન ઠંડુ પડી ગયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવમાં ચીને શું ભૂમિકા ભજવી તે પ્રશ્નનો જવાબ વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યો.

વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં જ જર્મન અખબાર ફ્રેન્કફર્ટર ઓલજેમેઈન ઝેઈટંગને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમણે ઈન્ટરવ્યુ દરમિયાન ભારત અને પાકિસ્તાનના મુદ્દા પર વાત કરી. વિદેશ મંત્રીએ કહ્યું, "પાકિસ્તાન પાસે જે શસ્ત્ર પ્રણાલીઓ છે તે ચીનની છે અને બંને દેશો ખૂબ નજીક છે. તમે આના પરથી તારણો કાઢી શકો છો."

Advertisement

પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામ થયું - વિદેશ મંત્રી

તેમણે કહ્યું, "અમે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. અમારો ઉદ્દેશ્ય ખૂબ જ સચોટ હતો અને આ પગલું ખૂબ જ સમજી વિચારીને લેવામાં આવ્યું હતું, પરંતુ આ પછી પાકિસ્તાની સેનાએ અમારી સામે ગોળીબાર શરૂ કર્યો. અમે તેમને એ પણ બતાવ્યું કે અમે તેમની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી શકીએ છીએ અને પછી તેમના કહેવા પર ગોળીબાર બંધ થઈ ગયો."

Advertisement

આ પણ વાંચો :  Panchkula માં એક જ પરિવારના 7 સભ્યોએ કરી આત્મહત્યા, જાણો શું છે મામલો

ભારતે સમગ્ર વિશ્વમાં ડેલીગેશન મોકલ્યા

ભારતે પાકિસ્તાનની હરકતોનો પર્દાફાશ કરવા માટે વિશ્વભરમાં તેના ડેલીગેશન મોકલ્યા છે. એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો પર નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાથી પાકિસ્તાની સેનાના મનોબળને પણ ઠેસ પહોંચી છે. ભાષાના અહેવાલ મુજબ, વિદેશ મંત્રીએ પાકિસ્તાનને દુનિયાભરમાં ખુલ્લા પાડવા માટે તમામ સાંસદોનો સહયોગ માંગ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે ઘણા દેશોએ આતંકવાદી કેમ્પ પર હુમલો કરવામાં ભારતની ભૂમિકાને સમર્થન આપ્યું, ત્યારે ચીન, અઝરબૈજાન અને તુર્કી જેવા બહુ ઓછા દેશોએ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. મહત્વની વાત એ છે કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ છે.

આ પણ વાંચો : Z+ સુરક્ષા હોવા છતાં માયાવતીએ કેમ પોતાનો બંગલો ખાલી કર્યો ?

Tags :
Advertisement

.

×