Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Waqf Bill પાસ થવા પર શું બદલાશે? જાણો નવા અને જૂના બિલ વચ્ચેનો તફાવત

વકફ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને વિપક્ષના વિરોધ છતાં તેને પાસ કરવામાં આવ્યુ હતું. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
waqf bill પાસ થવા પર શું બદલાશે  જાણો નવા અને જૂના બિલ વચ્ચેનો તફાવત
Advertisement
  • વકફ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરાશે
  • વકફ બિલમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા
  • નવા અને જૂના બિલ વચ્ચેનો તફાવત

Waqf Amendment Bill: વકફ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને વિપક્ષના વિરોધ છતાં તેને પાસ કરવામાં આવ્યુ હતું. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ચાલો જાણીએ કે વકફ બિલમાં કયા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે?  '

ગઈકાલે સંસદમાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. કેન્દ્ર સરકારે બપોરે 12 વાગ્યે લોકસભા ગૃહમાં વકફ બિલ રજૂ કર્યું. જોકે, મુસ્લિમ સંગઠનો અને વિપક્ષો પહેલાથી જ આનો વિરોધ નોંધાવી ચૂક્યા હતા, તો ચાલો જાણીએ કે આ બિલ પસાર થયા પછી વક્ફ બોર્ડમાં શું ફેરફાર થઈ શકે છે?

Advertisement

1. બોર્ડ અને કાઉન્સિલનું સભ્યપદ

પહેલા - વક્ફ બોર્ડની કાઉન્સિલમાં ફક્ત મુસ્લિમ સભ્યોનો જ સમાવેશ થઈ શકે છે.

Advertisement

હવે - વકફ બિલ પસાર થયા પછી, કાઉન્સિલમાં 2 મહિલાઓ અને 2 બિન-મુસ્લિમોનો સમાવેશ કરવો ફરજિયાત રહેશે.

2. મિલકત પર દાવો

પહેલા - વક્ફ બોર્ડ કોઈપણ મિલકત પર દાવો જાહેર કરી શકે છે.

હવે - કોઈપણ મિલકતની માલિકીનો દાવો કરતા પહેલા, વકફ બોર્ડ માટે એ ચકાસવું ફરજિયાત રહેશે કે મિલકત ખરેખર વકફ બોર્ડની જ છે.

3. સરકારી મિલકતની સ્થિતિ

પહેલા- વક્ફ બોર્ડ સરકારી મિલકત પર પણ દાવો કરી શકે છે.

હવે - સરકારી મિલકત વકફની બહાર રહેશે અને વકફ બોર્ડને સરકારી મિલકત પર માલિકી હકો મળશે નહીં.

આ પણ વાંચો : Waqf Bill in Rajya Sabha today: લોકસભા બાદ મોદી સરકાર આજે રાજ્યસભામાં વકફ બિલ પર લિટમસ ટેસ્ટનો સામનો કરશે, જાણો ઉપલા ગૃહની નંબર ગેમ

4. અપીલનો અધિકાર

પહેલા- વકફ બોર્ડ વિરૂદ્ધ ફક્ત વકફ ટ્રિબ્યુનલનો જ સંપર્ક કરી શકાય છે. વકફ ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ રહેશે અને તેને અન્ય કોઈપણ કોર્ટમાં પડકારી શકાશે નહીં.

હવે - વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને 90 દિવસની અંદર હાઇકોર્ટમાં પડકારી શકાય છે.

5. વ્યવસ્થાપન અને દેખરેખ

પહેલા- ઘણી વખત વક્ફ બોર્ડ સામે દુરુપયોગની ફરિયાદો સાંભળવા મળે છે. ઘણા લોકો દાવો કરે છે કે વકફ તેમની મિલકત પર બળજબરીથી દાવો કરે છે.

હવે - વક્ફ બોર્ડની તમામ મિલકતોની નોંધણી જિલ્લા મુખ્યાલયમાં કરવામાં આવશે.

6. ખાસ સમુદાયો માટે અલગ જોગવાઈઓ

પહેલા- વક્ફ બોર્ડ પાસે બધા માટે સમાન કાયદા હતા.

હવે - બોહરા અને આગાખાની મુસ્લિમો માટે એક અલગ વકફ બોર્ડની રચના કરવામાં આવશે.

7. વકફ બોર્ડના સભ્યો

પહેલા- વક્ફ બોર્ડ ચોક્કસ મુસ્લિમ સમુદાયો દ્વારા નિયંત્રિત હતું.

હવે - વક્ફ બોર્ડમાં શિયા અને સુન્ની સહિત પછાત વર્ગના મુસ્લિમ સમુદાયોના સભ્યો પણ હશે.

8. ત્રણ સાંસદોની એન્ટ્રી

પહેલા - સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં 3 સાંસદો (2 લોકસભા અને 1 રાજ્યસભા) હશે અને ત્રણેય સાંસદો મુસ્લિમ હોવા જોઈએ.

હવે - કેન્દ્ર સરકાર સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં ત્રણ સાંસદોની નિમણૂક કરશે અને ત્રણેય માટે મુસ્લિમ હોવું ફરજિયાત નથી.

આ પણ વાંચો : Waqf Bill : લોકસભામાં વકફ બિલ પાસ , પક્ષમાં 288 મત, વિરોધમાં 232 મત

Tags :
Advertisement

.

×