Waqf Bill પાસ થવા પર શું બદલાશે? જાણો નવા અને જૂના બિલ વચ્ચેનો તફાવત
- વકફ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરાશે
- વકફ બિલમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા
- નવા અને જૂના બિલ વચ્ચેનો તફાવત
Waqf Amendment Bill: વકફ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને વિપક્ષના વિરોધ છતાં તેને પાસ કરવામાં આવ્યુ હતું. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ચાલો જાણીએ કે વકફ બિલમાં કયા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે? '
ગઈકાલે સંસદમાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. કેન્દ્ર સરકારે બપોરે 12 વાગ્યે લોકસભા ગૃહમાં વકફ બિલ રજૂ કર્યું. જોકે, મુસ્લિમ સંગઠનો અને વિપક્ષો પહેલાથી જ આનો વિરોધ નોંધાવી ચૂક્યા હતા, તો ચાલો જાણીએ કે આ બિલ પસાર થયા પછી વક્ફ બોર્ડમાં શું ફેરફાર થઈ શકે છે?
1. બોર્ડ અને કાઉન્સિલનું સભ્યપદ
પહેલા - વક્ફ બોર્ડની કાઉન્સિલમાં ફક્ત મુસ્લિમ સભ્યોનો જ સમાવેશ થઈ શકે છે.
હવે - વકફ બિલ પસાર થયા પછી, કાઉન્સિલમાં 2 મહિલાઓ અને 2 બિન-મુસ્લિમોનો સમાવેશ કરવો ફરજિયાત રહેશે.
2. મિલકત પર દાવો
પહેલા - વક્ફ બોર્ડ કોઈપણ મિલકત પર દાવો જાહેર કરી શકે છે.
હવે - કોઈપણ મિલકતની માલિકીનો દાવો કરતા પહેલા, વકફ બોર્ડ માટે એ ચકાસવું ફરજિયાત રહેશે કે મિલકત ખરેખર વકફ બોર્ડની જ છે.
3. સરકારી મિલકતની સ્થિતિ
પહેલા- વક્ફ બોર્ડ સરકારી મિલકત પર પણ દાવો કરી શકે છે.
હવે - સરકારી મિલકત વકફની બહાર રહેશે અને વકફ બોર્ડને સરકારી મિલકત પર માલિકી હકો મળશે નહીં.
4. અપીલનો અધિકાર
પહેલા- વકફ બોર્ડ વિરૂદ્ધ ફક્ત વકફ ટ્રિબ્યુનલનો જ સંપર્ક કરી શકાય છે. વકફ ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ રહેશે અને તેને અન્ય કોઈપણ કોર્ટમાં પડકારી શકાશે નહીં.
હવે - વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને 90 દિવસની અંદર હાઇકોર્ટમાં પડકારી શકાય છે.
5. વ્યવસ્થાપન અને દેખરેખ
પહેલા- ઘણી વખત વક્ફ બોર્ડ સામે દુરુપયોગની ફરિયાદો સાંભળવા મળે છે. ઘણા લોકો દાવો કરે છે કે વકફ તેમની મિલકત પર બળજબરીથી દાવો કરે છે.
હવે - વક્ફ બોર્ડની તમામ મિલકતોની નોંધણી જિલ્લા મુખ્યાલયમાં કરવામાં આવશે.
6. ખાસ સમુદાયો માટે અલગ જોગવાઈઓ
પહેલા- વક્ફ બોર્ડ પાસે બધા માટે સમાન કાયદા હતા.
હવે - બોહરા અને આગાખાની મુસ્લિમો માટે એક અલગ વકફ બોર્ડની રચના કરવામાં આવશે.
7. વકફ બોર્ડના સભ્યો
પહેલા- વક્ફ બોર્ડ ચોક્કસ મુસ્લિમ સમુદાયો દ્વારા નિયંત્રિત હતું.
હવે - વક્ફ બોર્ડમાં શિયા અને સુન્ની સહિત પછાત વર્ગના મુસ્લિમ સમુદાયોના સભ્યો પણ હશે.
8. ત્રણ સાંસદોની એન્ટ્રી
પહેલા - સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં 3 સાંસદો (2 લોકસભા અને 1 રાજ્યસભા) હશે અને ત્રણેય સાંસદો મુસ્લિમ હોવા જોઈએ.
હવે - કેન્દ્ર સરકાર સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં ત્રણ સાંસદોની નિમણૂક કરશે અને ત્રણેય માટે મુસ્લિમ હોવું ફરજિયાત નથી.
આ પણ વાંચો : Waqf Bill : લોકસભામાં વકફ બિલ પાસ , પક્ષમાં 288 મત, વિરોધમાં 232 મત