Mumbai Monsoon: મુંબઇમાં ક્યારે ચોમાસાની એન્ટ્રી? હવામાન વિભાગે જણાવી તારીખ
- ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઇ
- 27મેએ કેરળમાં ચોમાસાની એન્ટ્રી
- દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચી ગયુ
Mumbai Monsoon : ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે. 27મેએ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થવાની હતી પરંતુ આ વખતે વહેલા જ ચોમાસુ આવી ગયુ છે. ત્યારે કેરળ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્ર (Maharashtra Monsoon)પહોંચી ગયુ છે. આગામી 3 દિવસોમાં તે મુંબઇ અને અન્ય કેટલાક ભાગોમાં પહોંચશે તેવી શક્યતાઓ છે.
સામાન્ય રીતે ચોમાસુ 7 જૂનની આસપાસ મહારાષ્ટ્ર અને 11 જૂને મુંબઈ પહોંચે છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે રવિવારે ચોમાસુ અરબી સમુદ્ર, કર્ણાટક, સમગ્ર ગોવા, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર બંગાળની ખાડીના કેટલાક ભાગો અને મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં પહોંચ્યું હતું. ચોમાસાની ઉત્તરીય મર્યાદા દેવગઢ, બેલગામ, હાવેરી, માંડ્યા, ધર્મપુરી, ચેન્નાઈ, આઈઝોલ, કોહિમામાંથી પસાર થાય છે.
ચોમાસું ક્યારે અને ક્યાં પહોંચશે?
હવામાન વિભાગે જણાવ્યુ હતું કે મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આ ઉપરાંત કર્ણાટકમાં બેંગલુરુ, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, તમિલનાડુના બાકીના વિસ્તારો, પશ્ચિમ-મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક અન્ય ભાગો સહિતની સ્થિતિ પણ ચોમાસાને અનુરૂપ છે. આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વધુ ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણ અને મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે ચોમાસા પહેલાનો વરસાદ પડી રહ્યો છે.
#WATCH | Maharashtra | Rain causes waterlogging in parts of Mumbai city on the onset of monsoon in India pic.twitter.com/5sfzYx4B3g
— ANI (@ANI) May 25, 2025
આ પણ વાંચો -Kerala : કોચી બંદર પાસે જહાજ પાણીમા ડૂબ્યુ, નૌદાદળે કર્યો 24 લોકોનો બચાવ
શનિવારે કેરળમાં બેઠુ ચોમાસુ
ઉલ્લેખનીય છે કે શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં પહોંચ્યું હતું. 2009 પછી ભારતીય મુખ્ય ભૂમિ પર આ તેનું સૌથી પહેલું આગમન હતું. ત્યારબાદ તે 23 મેના રોજ દક્ષિણ રાજ્યમાં પહોંચ્યું. સામાન્ય રીતે ચોમાસુ 1 જૂને કેરળમાં આવે છે. જોકે, ચોમાસુ પહેલી વાર 11મે 1918ના રોજ કેરળમાં પહોંચ્યું હતું. ચોમાસાના મોડા આગમનનો રેકોર્ડ 1972નો હતો, જ્યારે 18 જૂને ચોમાસાનો વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 25 વર્ષમાં સૌથી મોડું ચોમાસુ 2016 પહોંચ્યું હતું, જ્યારે ચોમાસુ 9 જૂને કેરળમાં પ્રવેશ્યું હતું.
આ પણ વાંચો -Bihar :લાલુ યાદવનો મોટો નિર્ણય, તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે RJDમાંથી કર્યા સસ્પેન્ડ!
ગયા વર્ષે ચોમાસુ 30 મેના રોજ પહોંચ્યું હતું
ગયા વર્ષે ચોમાસું 30 મેના રોજ દક્ષિણ રાજ્યમાં પહોંચ્યું હતું. ચોમાસું 2023માં 8 જૂન, 2022માં 29 મે, 2021માં 3 જૂન, 2020માં 1 જૂન, 2019માં 8 જૂન અને 2018માં 29 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. IMDએ એપ્રિલમાં 2025ના ચોમાસાની ઋતુ માટે સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. આમાં અલ નીનો પરિસ્થિતિઓની શક્યતા નકારી કાઢવામાં આવી હતી. ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ માટે અલ નીનો જવાબદાર છે.
દેશમાં ચોમાસુ આ રીતે આગળ વધે છે
સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસુ 1 જૂન સુધીમાં કેરળમાં આવી જાય છે. આ પછી 8 જુલાઈ સુધીમાં, તે આખા દેશને આવરી લે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી ધીરે ધીરે ઓછુ થતુ જાય છે જ્યારે 15 ઓક્ટોબર સુધીમાં તો તે સંપૂર્ણપણે ચાલ્યુ જાય છે.