Rajnath Singh : વ્હાઈટ કોલર આતંકવાદ દેશ માટે મોટો ખતરો, રાજનાથ સિંહે ચિંતા વ્યક્ત કરી
- Rajnath Singh : વ્હાઈટ કોલર આતંકવાદ દેશ માટે મોટો ખતરો
- રાજનાથ સિંહે વ્હાઈટ કોલર આતંકવાદને લઈ વ્યક્ત કરી ચિંતા
- સાચું સુખ ફક્ત ધર્મ અને નૈતિક જીવન દ્વારા જ મળે છે- રાજનાથ સિંહ
Rajnath Singh : દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક આંતકવાદને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમને એક નવા અને વધુ ખતરનાક વલણ એટલે "વ્હાઇટ કોલર આતંકવાદ"ને ચિંતા વ્યક્ત કરી છે. રાજસ્થાનના ભોપાલ નોબલ્સ યુનિવર્સિટીના 104માં સ્થાપના દિવસ સમારોહ દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષિત અને વ્યવસાયિક વ્યક્તિઓ પણ હવે આતંકવાદ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યાં છે. જે શિક્ષણ પ્રણાલી અને સામાજિક મૂલ્યો માટે ગંભીર પડકાર ઉભો કરી રહ્યાં છે.
ઉલ્લેખની છે કે દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે આ કેસમાં ડોક્ટરો આરોપીઓ હતા.
शिक्षा का उद्देश्य केवल पेशेवर सफलता नहीं, बल्कि सदाचार, नैतिकता और मानवीय व्यक्तित्व का निर्माण भी है। यही भारतीय शिक्षा दर्शन की मूल आत्मा है, जो समाज में समरसता और शांति को सुदृढ़ करती है। pic.twitter.com/X9JVtXmhKk
— Rajnath Singh (@rajnathsingh) January 2, 2026
રાજનાથ સિંહે કહ્યું, "દર્દીઓ માટે RX પ્રિસ્ક્રિપ્શન લખનારાઓના હાથમાં RDX મળી આવ્યું હતું." આ પરિસ્થિતિ સમાજ અને શિક્ષણ પ્રણાલી માટે ચેતવણી છે કે શિક્ષણ માત્ર વ્યાવસાયિક સફળતા તરફ જ નહીં, પરંતુ નૈતિકતા, ચારિત્ર્ય અને માનવતાના વિકાસ તરફ પણ દોરી જવું જોઈએ.
વ્હાઈટ કોલર આતંકવાદ દેશ માટે મોટો ખતરો
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે જ્ઞાન ક્ષમતા તરફ દોરી જાય છે, ક્ષમતા સમૃદ્ધિ તરફ દોરી જાય છે, અને સમૃદ્ધિ ધર્મ અને નૈતિકતાના ઉદય તરફ દોરી જાય છે. સાચું સુખ ફક્ત ધર્મ અને નૈતિક જીવન દ્વારા જ મળે છે.
તેમણે સ્પષ્ટે કર્યું કે ધર્મ ફક્ત મંદિરો કે મસ્જિદોની મુલાકાત લેવા વિશે નથી, પરંતુ વ્યક્તિની ફરજ અને જવાબદારી નિભાવવા વિશે છે. જો શિક્ષણ નૈતિકતાથી મુક્ત હોય, તો તે હવે સમાજ માટે ઉપયોગી નથી અને ક્યારેક ખતરનાક પણ બની શકે છે.
સાચું સુખ ફક્ત ધર્મ અને નૈતિક જીવન દ્વારા જ મળે છે- રાજનાથ સિંહ
તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદીઓ અભણ હોવાની જરૂર નથી; ઘણા આતંકવાદીઓ ઉચ્ચ શિક્ષિત હોય છે પરંતુ તેમની પાસે વિવેક અને શાણપણનો અભાવ હોય છે. તેથી, માત્ર જ્ઞાન જ નહીં પરંતુ વિવેક પણ જરૂરી છે.
અંતે, સંરક્ષણ મંત્રીએ દેશમાં સંરક્ષણ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત આગામી 15-20 વર્ષમાં શસ્ત્રોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે. તેમણે આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ અને મશીન લર્નિંગ જેવી અદ્યતન તકનીકોના સકારાત્મક ઉપયોગ પર પણ ભાર મૂક્યો.
આ પણ વાંચો: ભારતની જેલમાં બંધ ઉમર ખાલિદને ન્યૂયોર્કના મેયરે પત્ર લખ્યો, જાણો પત્રમાં શું લખ્યું?


