ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જાણો કોણ છે Nirmala Sitharaman ના જમાઈ Pratik Doshi ?

Nirmala Sitharaman Daughter Wedding : દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીએ ગુરુવારે લગ્ન કર્યા. લગ્ન એકદમ સાદાઈથી થયાં. લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા. રાજકીય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન...
09:41 AM Jun 09, 2023 IST | Viral Joshi
Nirmala Sitharaman Daughter Wedding : દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીએ ગુરુવારે લગ્ન કર્યા. લગ્ન એકદમ સાદાઈથી થયાં. લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા. રાજકીય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન...

Nirmala Sitharaman Daughter Wedding : દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીએ ગુરુવારે લગ્ન કર્યા. લગ્ન એકદમ સાદાઈથી થયાં. લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા. રાજકીય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન PM નરેન્દ્ર મોદીના મુખ્ય સહયોગી પ્રતિક દોશી સાથે થયા છે. લગ્નનો એક વીડિયો સામે આવ્યા છે જેમાં કેટલાક બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે પરકાલ વાંગમયી અને પ્રતિકના લગ્ન કરાવી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમની બાજુમાં ઉભા છે.

PMO માં ઓફિસર છે

વાંગમયી વ્યવસાયે પત્રકાર છે. તેમણે દેશના અનેક મીડિયા સંગઠનોમાં કામ કર્યું છે. જ્યારે તેમના પતિ અને દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ પ્રતીક દોશી ગુજરાતના છે અને વડાપ્રધાન કાર્યાલયમાં (PMO) સ્પેશિયલ ડ્યૂટી ઓફિસર તરીકે કામ કરે છે. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બની દિલ્હી ગયા હતા અને પ્રતિક દોશીનું જુન 2019માં સંયુક્ત સચિવના પદ પર પ્રમોશન થયું હતું. પ્રતિક દોશી સમાચારો અને સોશિયલ મીડિયામાં પણ ઓછા જોવા મળે છે તેઓ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ નથી.

CMO પણ હતા નરેન્દ્ર મોદીની સાથે

પ્રતિક દોશી સિંગાપુર મેનેજનમેન્ટ સ્કુલમાંથી ગ્રેજ્યુએટ છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે CMO માં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. PMO ની વેબસાઈટ પ્રમાણે તેઓ રિસર્ચ એન્ડ સ્ટ્રેટજી વિંગમાં કામ કરે છે. તેમનો રોલ ભારત સરકાર (બિઝનેસ અલોકેશન) નિયમ 1961 ના સંદર્ભમાં વડાપ્રધાનને સેક્રેટેરિયલ મદદ કરવાનો છે જે રિસર્ચ એન્ડ સ્ટ્રેટજી સુધી સમિત નથી.

આ પણ વાંચો : અત્યંત સાદગીપૂર્ણ રીતે નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન સંપન્ન, એક પણ વીવીઆઇપી હાજર નહીં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Nirmala SitharamanParakala Vangmayipm modiPMOPratik Doshi
Next Article