મહારાષ્ટ્રમાં CM પદને લઈને સસ્પેન્સ ખતમ...!, એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી કહી મોટી વાત...
- મહારાષ્ટ્ર: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ!
- એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી CM પદ વિશે ખુલ્લા મને કહ્યું
- મને CM બનવાની લાલચ નથી : એકનાથ શિંદે
મહારાષ્ટ્રમાં ખુરશીની લડત : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર જીત મેળવ્યા બાદ આજે પણ મહાયુતિ માટે મુખ્યમંત્રીની પસંદગી લાઢોના ચણા ચાવવા જેવી દેખાઈ રહી છે. જોકે, આજે આ પરથી રાજ ખુલે તેની પૂરી સંભાવનાઓ છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેના સમર્થકો તેમને એકવાર ફરી મુખ્યમંત્રી જોવા માંગે છે. તો બીજી તરફ ભાજપ રાજ્યમાં પોતાના મુખ્યમંત્રી બનાવવાનું વિચારી રહી છે. સુત્રોની માનીએ તો શિંદે જૂથના એક નેતાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્યમંત્રી તરીકે સ્વીકારવાની વાત કરી છે. શિંદે જૂથના નેતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેમના જૂથની વિચારધારા ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથ કરતાં અલગ છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની શાનદાર જીત
મહારાષ્ટ્રમાં મહાયુતિની શાનદાર જીત બાદ હવે મુખ્યમંત્રી પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચેની લડાઈ પૂરી રીતે ખુલ્લી પડી ગઈ છે. ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાના કારણે પોતાનો મુખ્યમંત્રી બનાવવાનો દાવો કરી રહી છે. જ્યારે શિંદે પોતાને મુખ્યમંત્રી બનાવવા પર અડગ છે. શિવસેનાએ દાવો કર્યો હતો કે ભાજપે ચૂંટણી પહેલા તેમને મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન BJP નેતા દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર દિલ્હી બોલાવવામાં આવ્યા છે. એકનાથ શિંદે જૂથનું માનવું છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની શાનદાર જીત એકનાથ શિંદેના કારણે છે. શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે ચૂંટણી એકનાદ શિંદેના નેતૃત્વમાં લડવામાં આવી હતી. તેમને મુખ્યમંત્રી બનવાનો પૂરો અધિકાર છે. તેઓ નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં. દરમિયાન ભાજપ નેતા પ્રવીણ દરેકરે કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાયુતિએ બમ્પર જીત મેળવી છે પરંતુ મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ યથાવત્ છે, શિવસેનાના નેતા કાર્યકર્તાઓ ઈચ્છે છે કે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બને પરંતુ ભાજપ આ વાત સ્વીકારતી નથી.
એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું ?
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પરિણામોના 3 દિવસ પછી પણ રાજ્યના આગામી મુખ્યમંત્રી પર સસ્પેન્સ યથાવત્ છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મહાયુતિના મોટા ચહેરા એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમા તેમણે સૌ પ્રથમ જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં લોકોએ અમને મત આપ્યો. અમને આટલો વિશાળ જનમત આ પહેલા ક્યારેય મળ્યો નથી. તે લેન્ડસ્લાઈડ વિજય હતો. જનતાએ મહાયુતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે કામો મહાવિકાસ આઘાડીએ અટકાવ્યા હતા તે અમે શરૂ કર્યા. અમે લોકો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ લાવ્યા. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકોએ અમને ટેકો આપ્યો.
શિંદેએ વધુમાં કહ્યું કે, મેં પોતાને ક્યારેય મુખ્યમંત્રી માન્યા નથી. મેં હંમેશા સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે. સરકાર લોકો માટે કામ કરે છે. દરેક વ્યક્તિ પાસે આપણને આપવા માટે કંઈક હોય છે. અમિત શાહ હંમેશા મારી પાછળ ઉભા હતા. તેમનો સંપૂર્ણ સહયોગ મારી સાથે હતો. તેમણે મારા જેવા સામાન્ય કાર્યકર પર વિશ્વાસ રાખ્યો હતો. મને મુખ્યમંત્રી પદની જવાબદારી આપી. તેમણે મને કહ્યું કે તમે મહારાષ્ટ્ર માટે કામ કરો, અમે તમારી સાથે છીએ.
અમારા તમામ નેતાઓ, દરેકનું સન્માન છે : કેસરકર
શિવસેનાના અન્ય નેતા દીપક કેસરકરે આ મુદ્દે નિવેદન આપ્યું છે. દીપક કેસરકરે કહ્યું, 'દરેક જણ આપણા નેતા છે. અમે દરેકને માન આપીએ છીએ. આ મહાયુતિ જૂથ છે. અમે મહાગઠબંધનની ફોર્મ્યુલાથી વિધાનસભા ચૂંટણી જીતીએ છીએ. ચહેરો PM મોદીનો છે. PM મોદીના નામે જનાદેશ આવ્યો છે. સાથે જ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'ત્રણેય પક્ષો સાથે મળીને સરકાર બનાવશે.' ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 20 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 132 બેઠકો, શિવસેનાને 57 અને NCPને 41 બેઠકો મળી હતી. પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. જેમા મહાયુતિને મહારાષ્ટ્રની જનતાએ બમ્પર મત આપ્યા હતા.
આ પણ વાંચો: Maharashtra : શિવસેનાનો સ્પષ્ટ સંદેશ - જો એકનાથ શિંદેેને મુખ્યમંત્રી..!