બાબા સાહેબ આંબેડકરે કેમ આપ્યું હતું રાજીનામું? પોતે જ ગણાવ્યા હતા 4 કારણ
- 4 વર્ષ સુધી બાબા સાહેબ નેહરૂ મંત્રિમંડળમાં રહ્યા હતા કાયદામંત્રી
- પોતાના રાજીનામા સાથે જવાહરલાલ નેહરૂને લખ્યો હતો એક પત્ર
- બાબા સાહેબનો આ પત્ર ક્યારે પણ બહાર ન આવ્યો પણ નિષ્ણાંતોના મંતવ્ય છે
અમદાવાદ : બી.આર આંબેડકર પંડિત નેહરૂની સરકારમાંકાયદા મંત્રી હતા. તેમણે 4 વર્ષ 1 મહિનો અને 24 દિવસ નેહરૂ મંત્રિમંડળમાં કામ કર્યા બાદ 27 સપ્ટેમ્બર, 1951 ના રોજ પંડિત કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.
બાબા સાહેબના નામે હાલ રાજનીતિ ખુબ જ ગરમ
સંવિધાન નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે હાલ રાજકારણમાં ભારે ઉથલપાથલ છે. તેમના અપમાન અંગે દેશની બે મોટી રાજનીતિક પાર્ટિઓ વચ્ચે સંસદથી માંડી સડક સુધી સંગ્રામ કરી રહી છે. સત્તાધારી ભાજપ જ્યાં કોંગ્રેસ પર બાબા સાહેબનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. બીજી તરફ નવા પ્રકરણમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સંસદની અંદર પોતાના ભાષણમાં કથિત રીતે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અતુલ સુભાષ અને નિકિતા સિંઘાનિયાનો પુત્ર ક્યાં છે? કોઇને નથી ખબર પરિવારે PM ને લખ્યો પત્ર
નેહરૂ-આંબેડકરના સંબંધ ફરી એકવાર ચર્ચામાં
બીજી તરફ ડૉ. આંબેડકર અને દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના સંબંધોની ગાંઠ ફરી એકવાર ખુલવા લાગી છે. બીઆર આંબેડકર પંડિત નેહરૂની સરકારમાં કાયદા મંત્રી હતા. તેમણે 4 વર્ષ 1 મહિનો અને 24 દિવસ નેહરૂ મંત્રિમંડળમાં કામ કર્યા બાદ 27 સપ્ટેમ્બર, 1951 ના રોજ પંડિત નેહરૂની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણએ રાજીનામુ આપતા એક પત્ર પણ લખ્યો હતો. જેમાં પોતાના રાજીનામાનું કારણ પણ તેમણે જણાવ્યું હતું.
આંબેડકરનો પત્ર ક્યારેય બહાર ન આવ્યો
જો કે આંબેડકરનો તે પત્ર ક્યારેય પણ ઉપલબ્ધ નથી પરંતુ અનેક પુસ્તકો અને મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે બાબા સાહેબ પોતાના રાજીનામા વાળા પત્રમાં તે કારણોનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે તેમને રાજીનામું આપ્યું. તેમનો આ સરકારમાંથી મોહભંગ થઇ ગયો હતો. આમ તો તે સામાન્ય વાત છે કે, તેમણે હિન્દૂ કોડ બિલ પર પૂર્વ વડાપ્રધાન નેહરૂ અને તેમની સરકાર સામે મતભેદ વકર્યા બાદ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. જો કે આ ઉપરાંત તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, કઇ રીતે સરકારે અંદર રહેવા દરમિયાન અનેક મોર્ચાએ અપમાનીત થયા હતા.
આ પણ વાંચો : Sitapur : માનવતાના સંદેશ સાથે ધર્મ પરિવર્તન, ફખરુદ્દીનથી ફતેહ બહાદુર સિંહ સુધીની યાત્રા
વિવિધ રિપોર્ટ્સમાં કરાય છે દાવા
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે, ડો આંબેડકર પોતાના પત્રમાં લખ્યું હતું કે,તેમને કેબિનેટમાં સ્થાન તો આપવામાં આવ્યું પરંતુ નાણા જેવા મહત્વના વિભાગ તેમને આપવામાં આવ્યા નહોતા, જ્યારે તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અર્થવ્યવસ્થાની હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, કેબિનેટની મુખ્ય સમિતીઓથી પણ તેમને દૂર રાખવામાં આવ્યા અને સભ્ય બનાવવામાં ન આવ્યા.
સરકારથી અસંતુષ્ટ હતા આંબેડકર
તેઓ સરકારથી અસંતુષ્ટ હતા કારણ કે નેહરૂ સરકાર સરકાર પછાત વર્ગો (પછાત વર્ગો માટે પંચની નિયુક્તિ ન કરી) અને અનુસૂચિત જાતીઓ સાથે ઉપેક્ષાપુર્ણ વ્યવહાર કરતા હતા. આ ઉપરાંત બાબા સાહેબની વિદેશ નીતિથી પણ અસંતુષ્ટ હતા. જેમાં કાશ્મીર મુદ્દો અને પૂર્વી પાકિસ્તાનનો મુદ્દાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં હશે 3 મુખ્યમંત્રી! સવારે 7 વાગ્યે પવાર, બપોરે 12 વાગ્યે ફડણવીસ, રાત્રે શિંદે
4 વર્ષ જેટલા કાર્યકાળ બાદ આપ્યું રાજીનામું
આંબેડકર ટુડેના એક રિપોર્ટ અનુસાર બાબા સાહેબે લખ્યું હતું કે, 4 વર્ષ 1 મહીનો અને 26 દિવસ થઇ ચુક્યા છે. જ્યારે મને વડાપ્રધાને પોતાના મંત્રિમંડળમાં સ્થાન આપવા માટે બોલાવ્યા હતા. આ પ્રસ્તાવ મારા માટે ખુબ જ આશ્ચર્યજનક રહ્યો હતો. હું વિપરિત જુથમાં હતો અને ઓગસ્ટ 1946 માં વચગાળાની સરકારની રચા સમયે જ મને અયોગ્ય ગણાવી દેવાયો હતો. ત્યારે મને આ અનુમાન લગાવવા માટે છોડી દેવામાં આવ્યા હતા કે, વડાપ્રધાનના વલણમાં આ પરિવર્તન લાવવા માટે શું શું થયું હશે. મને શંકા હતી. મને નહોતી ખબર કે હું તે લોકોની સાથે કઇ રીતે રજુ થઉ જે ક્યારેય મારા મિત્ર પણ નથી રહ્યા.
આંબેડકર ટુડે નામના દૈનિકમાં પ્રકાશિત થયો હતો અહેવાલ
તેમણે લખ્યું કે, વડાપ્રધાન તે મામલે સંમત હતા અને તેમણે કહ્યું હતું કે મને કાયદા ઉપરાંત યોજના વિભાગ પણ આપશે, જેને તેઓ બનાવવાનો ઇરાદો ધરાવે છે. દુર્ભાગ્યથી યોજના વિભાગ ખુબ જ મોડો બન્યો અને જ્યારે બન્યો તો મને છોડી દેવામાં આવ્યો. મારા કાર્યકાળમાં અનેક મંત્રીઓના વિભાગ બદલવામાં આવ્યા. મને લાગ્યું કે, તેમાંથી કોઇ એક માટે મારો વિચાર કરવામાં આવશે. જો કે મને હંમેશા ફેરબદલથી દૂર રાખવામાં આવ્યો. અનેક મંત્રીઓને 2-3 વિભાગ આપવામાં આવ્યા. જો કે મારા જેવા કેટલાક લોકો કામ ઇચ્છતા હોવા છતા બીજુ મંત્રાલય ફાળવવામાં ન આવ્યું. જ્યારે કોઇ મંત્રી થોડા સમય માટે વિદેશ જતા રહેતા, ત્યારે પણ અસ્થાયી રીતે તે વિભાગ સોંપવા યોગ્ય મને સમજવામાં ન આવ્યો. તે સમજવું ખુબ જ મુશ્કેલ છે કે વડાપ્રધાન નહેરૂ જે સિદ્ધાંતનું પાલન કરે તેની પાછળ મંત્રીઓ વચ્ચે કામની વહેંચણીનો માપદંડ શું છે? કામ કરવાની ક્ષમતા, ભરોસો, મિત્રતા, લાલચીપણુ કયા કારણથી કામની ફાળવણી થઇ. મને કેબિનેટની મુખ્ય સમિતીઓ જેવા વિદેશ મામલાની સમિતી, સંરક્ષણ સમિતી કે અન્ય કોઇ પણ સમિતીના સભ્ય પણ બનાવી શકાયા નહીં. જ્યારે આર્થિક મુદ્દાની સમિતી બનાવાઇ તો મને આશા હતી કે હું મુખ્ય રીતે અર્થશાસ્ત્ર અને નાણાના વિદ્યાર્થી હતા. માટે મને તે સમિતીમાં સ્થાન અપાશે. જો કે મારી તે આશા પણ ઠગારી નિવડી. મને કેબિનેટે ત્યારે નિયુક્ત કરવામાં આવ્યો, જ્યારે વડાપ્રધાન ઇંગ્લેન ગયા હતા. જો કે તેઓ જ્યારે પરત ફર્યા તો ફરી એકવાર મંત્રિમંડળના પુનર્ગનના નામે મને ફરી પડતો મુકાયો.
આ પણ વાંચો : લવ જેહાદ! 20 કરોડ રૂપિયા માટે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભપાત કરાવ્યો
સરકાર અને સમિતીથી સતત દુર રાખવામાં આવ્યા
બાબા સાહેબે આગળ લખ્યું કે, હું બાદમાં થયેલા પુનર્ગઠનમાં મારુ નામ સમિતીમાં જોડવામાં આવ્યું, જો કે તે મારા વિરોધના પરિણામ સ્વરૂપ હતું. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન તે વાત સાથે સંમત થશે કે મને આ અંગે મે ક્યારેય વડાપ્રધાનને ફરિયાદ નથી કરી. હું મંત્રીમંડળની અંદર સત્તાની રાજનીતિની રમત અથવા ખાલી પદ હોવા દરમિયાન મંત્રાલય છિનવવાની રમતનો ક્યારેય હિસ્સો નથી રહ્યો. મે સેવામાં વિશ્વાસ રાખ્યો છે, તે પદ પર સેવા વડાપ્રધાન નેહરૂએ જે મંત્રીમંડળના પ્રમુખ છે, મને સોંપ્યું અને યોગ્ય સમજ્યું. જો કે મારા માટે બિલ્કુલ અમાનવીય હોતું જો મને તે અનુભવ ન હોત કે મારી સાથે ખોટું કરવામાં આવી રહ્યું છે.