ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BJD ના સાંસદ શા માટે બોલ્યા, 'સંસદને ક્યાંક બીજે કરી દો શિફ્ટ?'

દિલ્હીમાં AQI સતત ખરાબ શ્રેણીમાં નોંધાય રહ્યો છે. લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ. ત્યારે રાજ્યસભામાં બીજૂ જનતાદળના સાંસદ માનસ રંજન મંગરાજે સંસદને લઈને મોટું સૂચન કર્યું છે. સાંસદ મંગરાજ પ્રમાણે, કેટલાક સમય માટે શિયાળુ સત્ર ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ, ગાંધીનગર, ગયા અથા દહેરાદૂનમાં આયોજિત કરી શકાય છે. પ્રદૂષણ માનવ નિર્મિત આફત. સાંસદે સૌના સ્વાસ્થ્યને લઈને વ્યક્ત કરી ચિંતા
08:50 PM Dec 11, 2025 IST | Anand Shukla
દિલ્હીમાં AQI સતત ખરાબ શ્રેણીમાં નોંધાય રહ્યો છે. લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ. ત્યારે રાજ્યસભામાં બીજૂ જનતાદળના સાંસદ માનસ રંજન મંગરાજે સંસદને લઈને મોટું સૂચન કર્યું છે. સાંસદ મંગરાજ પ્રમાણે, કેટલાક સમય માટે શિયાળુ સત્ર ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ, ગાંધીનગર, ગયા અથા દહેરાદૂનમાં આયોજિત કરી શકાય છે. પ્રદૂષણ માનવ નિર્મિત આફત. સાંસદે સૌના સ્વાસ્થ્યને લઈને વ્યક્ત કરી ચિંતા
indianparliament_gujarat_first

. પ્રદૂષણ એક માનવ નિર્મિત આફત (Pollution in Delhi)
. શિયાળુ સત્ર દિલ્હીની બહાર સ્થાનાંતરિત કરવા માંગ (Shift Parliament)
.રાજ્યસભામાં BJDના સાંસદે કરી મોટી માગણી

નવી દિલ્હી:  રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ (Pollution In Delhi) ને કારણે સ્થિતિ હજીપણ ખરાબ છે. ગત ઘણાં દિવસોથી સતત AQI ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહ્યો છે. લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. આ પ્રદૂષણની વચ્ચે દિલ્હીમાં કેટલાક દિવસોથી સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં વિવિધ મુદ્દાઓ પર મંથન થઈ રહ્યું છે, પરંતુ એક મુદ્દે જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, તે છે- પ્રદૂષણ.

BJD ના સાંસદ (MP) ની મોટી માગણી

આ મામલે બીજેડીના રાજ્યસભાના સાંસદ માનસ રંજન મંગરાજે ગૃહમાં ભારપૂર્વક જણાવ્યું છે કે પ્રદૂષણ એક માનવ નિર્મિત આફત છે. મંગરાજે સૂચન કર્યું છે કે સંસદનું શિયાળુ સત્ર (Shift Parliament) દિલ્હીની બહાર કોઈ સ્થાન પર સ્થાનાંતરિત કરવાની જરૂરત છે.

શૂન્યકાળમાં તેમણે કહ્યું કે ઓડિશા એક એવું રાજ્ય છે જે સંપૂર્ણ શિસ્તબદ્ધતાપૂર્વક વાવાઝોડાં, પૂર અને કુદરતી આફતો સામે લડતું રહ્યું છે. હું સારી રીતે સમજું છું કે કોઈ સંકટ કેવું દેખાતું હોય છે. પરંતુ એક ચીજ જે મને બેહદ પરેશાન કરે છે, તે છે- રાજધાની દિલ્હીની પરિસ્થિતિ.

પ્રદૂષણથી સૌ કોઈ છે પરેશાન (Pollution In Delhi)

પોતાના સંબોધનમાં બીજેડી (BJD) ના સાંસદે સંસદીય અધિકારીઓ, ડ્રાઈવરો અને સફાઈકર્મીઓના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે આ લોકો દરરોજ ઝેરીલી હવાના સંપર્કમાં આવી રહ્યા છે, જ્યારે બહારથી એવું લાગે છે કે બધું બરાબર ચાલી રહ્યું છે.

સંસદ (Shift Parliament) નું સ્થળાંતર કરવાનું સૂચન

સાંસદ મંગરાજ પ્રમાણે, કેટલાક સમય માટે શિયાળુ સત્ર ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ, ગાંધીનગર, ગયા અથા દહેરાદૂનમાં આયોજિત કરી શકાય છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમનો આ પ્રસ્તાવ કોઈપણ પ્રકારે રાજકારણથી પ્રેરિત નથી. આ જીવન અને સમ્માન સાથે જોડાયેલો મામલો છે. તેમણે કહ્યુ કે સંસદે એ સ્પષ્ટ કરવું જોઈએ કે જીવવાનો અધિકાર, નિંદાથી પહેલા આવે છે.

આ પણ વાંચો: તમારા જીવને જોખમ: અમદાવાદના 4 બ્રિજ જર્જરિત સ્થિતમાં, જાણો કેવી છે હાલત?

Tags :
BJDDelhigujaratfirstnewsmanas ranjan mangrajmangrajParliamentPollutionwinter session
Next Article