PM Modi સાથે ચાલતા-ચાલતા અચાનક કેમ રોકાઇ ગયા ચિલીના રાષ્ટ્રપતિ? જુઓ video
- PM મોદીની ચિલીના રાષ્ટ્રપતિ સાથે મહત્વની બેઠક
- PM મોદી સાથે ચાલતા-ચાલતા રોકાઇ ગયા ચિલીના રાષ્ટ્રપતિ
- દ્વિપક્ષીય સંબંધોનો વિકાસ કરવા પર ચર્ચા કરી
PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PMModi)એ મંગળવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ(President Gabriel Boric) સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત ભારત અને ચિલી વચ્ચે સંબંધોને મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. PM મોદીના આમંત્રણ પર ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક 1થી 5 એપ્રિલ 2025 સુધી ભારતની રાજ્ય મુલાકાત પર આવ્યા છે.
દ્વિપક્ષીય સંબંધોનો વિકાસ કરવા પર ચર્ચા કરી
આ સાથે ચિલીનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ આવી રહ્યું છે, જેમાં મંત્રીઓ, સંસદના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ, ટ્રેડ યુનિયનો અને ભારત-ચીલીના સાંસ્કૃતિક સંબંધો સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બોરિક સાથે આર્થિક, વ્યાપારી અને સામાજિક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોનો વિકાસ કરવા પર ચર્ચા કરી.
Watch: Chile's President Boric stops to ask PM Modi about the Chakra in the Indian Flag at Hyderabad House. Indian PM explains him. https://t.co/P3PAkVEjfB pic.twitter.com/zbaSlen1gI
— Sidhant Sibal (@sidhant) April 1, 2025
આ પણ વાંચો -Medicines Price Hike: આજથી 900થી વધુ જરૂરી દવાઓની કિંમતમાં વધારો-કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા
ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે PM મોદીને પૂછતા પ્રશ્ન
આ મુલાકાત દરમિયાન એક રસપ્રદ ઘટના બની. જ્યારે PM Modi અને રાષ્ટ્રપતિ બોરિક એકઠા પગથિયાં ચડી રહ્યા હતા, ત્યારે બોરિક અચાનક અટકી ગયા અને PM મોદીને કંઈક પૂછવાનું શરૂ કર્યું. આ ક્ષણ પણ કેમેરામાં કેદ થઈ ગઈ અને એનો વિડિયો સોશિયલ મિડિયા પર પર વાયરલ થઈ ગયો. ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે રાષ્ટ્રપતિ બોરિક PM મોદીને પૂછતા જોવા મળે છે.
આ પણ વાંચો -Punjab : દુષ્કર્મના આરોપી પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા, મોહાલી કોર્ટનો મોટો નિર્ણય
ધ્વજના કેન્દ્રમાં આવેલ અશોક ચક્રનું ખાસ મહત્વ છે
ભારતીય રાષ્ટ્રધ્વજ, જે આ ત્રણ રંગોમાં વિભાજીત છે, એના અર્થ અને મહત્વમાં ખૂબ જ ગહનતા છે. ધ્વજના પરિપ્રેક્ષ્યમાં, પરમ સત્ય અને હિમ્મતનો સંદેશ આપવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો કેસરી ( ઉત્સાહ અને ઉદ્ભવ), સફેદ (શાંતિ અને સૌહાર્દ),અને લીલો (કૃષિ અને પ્રકૃતિ સાથેનો સંબંધ)દરેક અલગ અલગ સંદેશ આપે છે. ધ્વજના કેન્દ્રમાં આવેલ અશોક ચક્રનું ખાસ મહત્વ છે. આ ચક્ર ભારતીય સંસ્કૃતિ અને દર્શનમાં અર્થપૂર્ણ ગણવામાં આવે છે.