Zohran Mamdaniની જીત પર ભારતમાં રાજકીય હોબાળો કેમ સર્જાયો?
- ઝોહરાન મમદાનીની જીત પર ભારતમાં રાજકારણ ગરમાયું
- ભાજપના રાજ્યસભા સાંસદ કંગના રનૌતે આકરી ટીકા કરી
- કોંગ્રેસના નેતા અભિષેક X પર પોસ્ટ કરી
Zohran Mamdani : ન્યૂ યોર્કમાં (New York)મેયર પદ માટે ડેમોક્રેટિક પ્રાથમિક ચૂંટણીમાં ભારતીય મૂળના ઝોહરાન મમદા(Indian-origin Zohran Mamdani)નીની જીત પર ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવી અને ભાજપના રાજ્યસભા સાંસદ કંગના રનૌતે (MP Kangana Ranaut)ઝોહરાન મમદાનીના નિવેદનોની આકરી ટીકા કરી છે.એક તરફ,કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે જ્યારે મમદાનીની પોતાની વાત કરે છે. ત્યારે પાકિસ્તાનની પીઆર ટીમ રજા પર જાય છે.ન્યૂ યોર્કથી આવી વાતો સાંભળીને,ભારતને દુશ્મનોની જરૂર નથી.
કંગના રનૌતે નિશાન સાધ્યું
ભાજપ નેતા અને અભિનેત્રી કંગના રનૌતે પ્રતિક્રિયા આપી હતી. તેણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેની માતા મીરા નાયર છે. જે ભારતના જાણીતા ફિલ્મ દિગ્દર્શક છે અને પદ્મશ્રીથી સન્માનિત છે. તેણીએ મહમૂદ મમદાનીની સાથે લગ્ન કર્યા છે. જે મૂળ ગુજરાતના છે અને એક પ્રખ્યાત લેખક છે. પરંતુ તેના પુત્ર ઝોહરાનનું નામ અને વિચારો એવા છે કે તે ભારતીય ઓછો અને પાકિસ્તાની વધુ લાગે છે. કંગનાએ આગળ લખ્યું હતુ કે, તેમની હિન્દુ ઓળખ અને વારસો ક્યાં ગયો? હવે તેઓ હિન્દુ ધર્મ ભૂંસી નાખવાની વાત કરી રહ્યા છે.
આ પણ વાંચો -TASTEATLAS : દુનિયાભરના ટોપ 100 માં ભારતના 5 આઇસક્રીમે સ્થાન જમાવ્યું
નેતન્યાહૂ અને પીએમ મોદીની સરખામણી
ઝોહરાન મમદાની ભારતમાં સતત પોતાના નિવેદનોથી ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. મે મહિનામાં, મમદાનીએ પીએમ મોદીની સરખામણી ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે કરી હતી. તેમણે નેતન્યાહૂને યુદ્ધ ગુનેગાર ગણાવ્યા હતા. અને કહ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણોમાં મુસ્લિમોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. રામ મંદિરના ભૂમિપૂજનનો પણ વિરોધ કર્યો હતો. આટલું જ નહીં, મમદાનીએ 2020ની શરૂઆતમાં, જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે તેમણે અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેરમાં તેના વિરુદ્ધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. આ વિરોધ ખાલિસ્તાન તરફી તત્વોએ કર્યો હતો. આ પ્રદર્શનમાં હિન્દુઓ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.