ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ' કાયમી માટે દૂર કરાશે? કાયદા મંત્રીએ મોટો સંકેત આપ્યો

વક્ફ (સંશોધન) બિલને લઈને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, તેના પર કામ કરી રહેલી કમિટી સારી કામગીરી કરી રહી છે અને ટુંક સમયમાં જ તેના પરિણામ આવશે.
12:20 PM Jan 15, 2025 IST | KRUTARTH JOSHI
વક્ફ (સંશોધન) બિલને લઈને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, તેના પર કામ કરી રહેલી કમિટી સારી કામગીરી કરી રહી છે અને ટુંક સમયમાં જ તેના પરિણામ આવશે.
Places of Worship Act

નવી દિલ્હી :  વક્ફ (સંશોધન) બિલને લઈને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, તેના પર કામ કરી રહેલી કમિટી સારી કામગીરી કરી રહી છે અને ટુંક સમયમાં જ તેના પરિણામ આવશે. કેન્દ્રીય કાયદા મંત્રી મેઘવાલે મંગળવારે (14 જાન્યુઆરી, 2025)એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જોડાયેલી પત્રિકા 'પંચજન્ય'ના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 'મોદી સરકારના વક્ફ બિલને લઈને મોટો નિર્ણય લીધો છે.'

સમાચાર એજન્સી પીટીઆઈથી વાતચીત દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ પૂજા સ્થળ અધિનિયમ (પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ) પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, 'આ મામલો કોર્ટમાં વિચાર હેઠળ છે પરંતુ જો સુપ્રીમ કોર્ટ કેન્દ્રને સોગંધનામું દાખલ કરવા માટે કહે છે, તો કેન્દ્ર 'રાષ્ટ્રીય હિત'માં એક સોંગધનામું રજૂ કરશે.' વક્ફ બિલ પર એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'નરેન્દ્ર મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને બિલ લઇને આવ્યા. આ બિલને કેન્દ્રીય મંત્રિમંડળ તરફથી પસાર કરાયું.'

શુ છે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ?

દેશની તત્કાલીન નરસિમ્હા રાવ સરકારે 1991માં પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ એટલે કે ઉપાસના સ્થળ કાનૂન બનાવ્યુ હતુ. કાયદો લાવવાનો અર્થ અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનની વધતી તીવ્રતા અને ઉગ્રતાને શાંત કરવાનો હતો. સરકારે કાયદામા એ જોગવાઈ કરી દીધી કે અયોધ્યાની બાબરી મસ્જિદ સિવાય દેશની કોઈ પણ અન્ય જગ્યા પર કોઈ પણ પૂજા સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને સ્વીકાર કરવામાં આવશે નહીં. આમાં કહેવામાં આવ્યુ છે કે દેશની આઝાદીના દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947 એ કોઈ ધાર્મિક માળખુ કે પૂજા સ્થળ જ્યાં જે રૂપમાં પણ હતુ, તેની પર બીજા ધર્મના લોકો દાવો કરી શકશે નહીં.

આ કાયદાના કારણે થાય છે અનેક વિવાદ

આ કાયદાથી અયોધ્યાની બાબરી મસ્જિદને અલગ કરી દેવાઈ અને આને વિવાદ બનાવો દેવાયુ કેમ કે આ વિવાદ આઝાદી પહેલાથી કોર્ટમાં વિચારાધીન હતો. આ એક્ટમાં કહેવામાં આવ્યુ કે 15 ઓગસ્ટ 1947એ જે ધાર્મિક સ્થળ જે સંપ્રદાયનો હતો તે આજે, અને ભવિષ્યમાં, પણ તેનો જ રહેશે. જોકે અયોધ્યા વિવાદને આનાથી બહાર રાખવામાં આવે કેમકે તેની પર કાનૂની વિવાદ પહેલાથી ચાલી રહ્યો હતો.

1991 માં પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ રદ્દ કરવાની માંગ કરાઇ

એક એવી અરજી પૂજારીઓના સંગઠને વકીલ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરી છે. જનહિત અરજીમાં પણ સુપ્રીમ કોર્ટમાંથી 1991ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટને રદ કરવાની માગ કરવામાં આવી છે. જેથી મથુરામાં કૃષ્ણની જન્મસ્થળી અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર-મસ્જિદના વિવાદનો ઉકેલ થઈ શકે. હિંદુ પૂજારીઓના સંગઠન વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘે આ એક્ટની જોગવાઈને પડકાર આપ્યો છે.

આ એક્ટને ક્યારેય પડકારવામાં આવ્યો નથી

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે આ એક્ટને ક્યારેય પડકાર આપવામાં આવ્યો નથી અને ના કોઈ કોર્ટે ન્યાયિક રીતે આની પર વિચાર કર્યો. અયોધ્યા નિર્ણયમાં પણ બંધારણ બેન્ચે આની પર માત્ર ટિપ્પણી કરી હતી. જોકે, મુસ્લિમ સંગઠન જમાયત ઉલમા-એ-હિંદએ આ અરજીનો જોરદાર વિરોધ કર્યો છે. તેણે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે આ અરજી ઈતિહાસની ભૂલોને સુધારવાની છલપૂર્ણ પ્રયત્ન છે. તેમણે ચેતવણી આપી છે કે જો સુપ્રીમ કોર્ટે આમાં રસ લીધો તો દેશમાં કેસ અને અરજીઓનુ પૂર આવી જશે.

અરજીમાં કોર્ટે નોટિસ નથી કરી ઇશ્યું

અરજીમાં અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે કે કોર્ટ આ અરજી પર નોટિસ જારી ના કરે. કેસમાં નોટિસ જારી કરવાથી ખાસકરીને અયોધ્યા વિવાદ બાદ મુસ્લિમ સમુદાયના લોકોના મનમાં પોતાના પૂજા સ્થળોના સંબંધમાં ભય પેદા થશે. આ કેસ રાષ્ટ્રના ધર્મનિરપેક્ષ તાણાવાણાને નષ્ટ કરશે. અરજીમાં આ મામલે તેને પણ પક્ષકાર બનાવવાની માગ.

Tags :
1991Gujarat FirstGUJARAT FIRST NEWSOpinonPanoramaPlaces of Worship ActThe Places of Worship (Special Provisions) Act
Next Article