ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TMC નેતા મુકુલ રોય ફરી BJP માં સામેલ થશે ? જાણો શું આપ્યું મોટુ નિવેદન

તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોય મંગળવારે રાતે ખળભળાટ મચાવી દીધો હતો. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તે હજુ પણ ભાજપના ધારાસભ્ય છે. તે ભાજપની સાથે જ રહેવા માંગે છે અને ગૃહમંત્રી અમિત શાહ અને જે પી નડાની સાથે...
08:34 AM Apr 19, 2023 IST | Hiren Dave
તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોય મંગળવારે રાતે ખળભળાટ મચાવી દીધો હતો. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તે હજુ પણ ભાજપના ધારાસભ્ય છે. તે ભાજપની સાથે જ રહેવા માંગે છે અને ગૃહમંત્રી અમિત શાહ અને જે પી નડાની સાથે...

તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોય મંગળવારે રાતે ખળભળાટ મચાવી દીધો હતો. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તે હજુ પણ ભાજપના ધારાસભ્ય છે. તે ભાજપની સાથે જ રહેવા માંગે છે અને ગૃહમંત્રી અમિત શાહ અને જે પી નડાની સાથે પણ મુલાકાત કરવા ઈચ્છે છે. તેઓ કોઈ અંગત કારણોસર દિલ્હી ગયા હતા અને ત્યાં તેમણે આ વાત કહી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે પાર્ટીએ જ તેમના રહેવાની વ્યવસ્થા કરી છે.

જોકે મુકુલ રોય મામલે એક પછી એક નવા ટ્વીસ્ટ આવી રહ્યા છે

જોકે મુકુલ રોય મામલે એક પછી એક નવા ટ્વીસ્ટ આવી રહ્યા છે. સોમવારે જ્યારે મુકુલ રોય દિલ્હીની યાત્રા પર હતા ત્યારે તેમના દીકરા શુભ્રાંશુ એ દાવો કર્યો હતો કે તેના પિતા લાપતા છે. સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે તેના પિતાને રાજનીતિમાંથી સન્યાસ લઈ લેવો જોઈએ કારણકે તે માનસિક રીતે બીમાર છે. તેમને ગંદા પોલિટિક્સમાં સંડોવવામાં આવી રહ્યા છે. તેવામાં જો હવે તેના પિતા ભાજપમાં સામેલ થાય તો તે આવું માનસિક રીતે અસ્થિર હાલતમાં કરશે.

ટીએમસી નેતા મુકુલ રોયે ભાજપમાં જોડાવા અંગે મોટો ધડાકો કર્યો હતો

આ નિવેદન પછી દિલ્હીમાં એક મુલાકાત દરમિયાન ટીએમસી નેતા મુકુલ રોયે ભાજપમાં જોડાવા અંગે મોટો ધડાકો કર્યો હતો. ટીએમસી નેતાએ કહ્યું હતું કે તે ઘણા સમયથી સ્વસ્થ ન હતા અને રાજનીતિથી દૂર હતા. પરંતુ હવે તેઓ સ્વસ્થ છે અને રાજકારણમાં સક્રિય રહેશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તે સો ટકા વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે હવે ક્યારે ટીએમસીમાં સામેલ નહીં થાય. મુકુલ રોએ પોતાના દીકરા માટે પણ કહ્યું કે તેણે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ કારણકે તેના માટે આ જ પરફેક્ટ હશે.

મુકુલ રોયે પોતાની રાજનૈતિક વિચારધારાના કારણે ભાજપ છોડ્યું હતું

દિલ્હી આવવા અંગે મુકુલ રોય જણાવ્યું હતું કે તે કોઈ ખાસ એજન્ડા સાથે દિલ્હી ન હતા આવ્યા. તે ઘણા વર્ષોથી સાંસદ છે અને સાંસદ તરીકે નિયમિત રૂપે તે દિલ્હી આવે છે. જોકે મુકુલ રોયના આ નિવેદન પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવવા લાગી છે. સુવેંદુ અધિકારીએ હુગલીમાં રેલી પછી મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, બંગાળ ભાજપને મુકુલ રોયની કોઈ જરૂર નથી અને તેનામાં રસ પણ નથી. સાથે જ સુકાંત મજૂમદારે કહ્યું હતું કે, મુકુલ રોયે પોતાની રાજનૈતિક વિચારધારાના કારણે ભાજપ છોડ્યું હતું. દિલ્હી જતા પહેલા તેમણે કોઈની સાથે વાત કે ચર્ચા કરી નથી.

આ પણ  વાંચો- યૂપીમાંથી ગેંગસ્ટર્સના સંપૂર્ણ સફાયાનો પ્લાન ! જાણો કયા ગેંગસ્ટર્સ રડાર પર

 

 

Tags :
Amit ShahAMITSHAHBJPIndiaMukul RoyTMC
Next Article