Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Worli hit and run case: મુંબઈમાં Liquor પીને અકસ્માત કરવાનો સિલસિલો યથાવત

Worli hit and run case: Mumbai ના વરલીમાં આજે સવારે બનેલા Hit And Run કેસમાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે Hit And Run કેસના આરોપી Mihir Shah 6 જુલાઈની રાત્રે 11 વાગ્યે જુહુના વોઈસ ગ્લોબલ તાપસ બારમાં તેના...
worli hit and run case  મુંબઈમાં liquor પીને અકસ્માત કરવાનો સિલસિલો યથાવત

Worli hit and run case: Mumbai ના વરલીમાં આજે સવારે બનેલા Hit And Run કેસમાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે Hit And Run કેસના આરોપી Mihir Shah 6 જુલાઈની રાત્રે 11 વાગ્યે જુહુના વોઈસ ગ્લોબલ તાપસ બારમાં તેના મિત્રો સાથે પાર્ટી કરી પૂરપાટે BMW Car ચાલાવીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે Mihir Shah ે BMW Car વડે અકસ્માત કર્યો હતો. તો Mihir Shah અકસ્માત થતા ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો છે. તે ઉપરાંત હાલમાં પણ પોલીસ Mihir Shah ની શોધખોળ કરી રહી છે.

Advertisement

  • પોલીસની ટીમ Vice - Global Tapas Bar પહોંચી તપાસ કરી

  • આઈડી કાર્ડ ચેક કર્યા બાદ એન્ટ્રી આપવામાં આવી

  • ફરાર થતા પહેલા Mihir Shah તેની ગર્લફ્રેન્ડના ઘરે ગયો

ઘટનાની માહિતી મળતા જ જુહુ પોલીસની ટીમ Vice - Global Tapas Bar પહોંચી તપાસ કરી હતી. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પાર્ટીમાં કેટલા લોકો સામેલ હતા અને પાર્ટી દરમિયાન તેઓએ શું પીધું હતું. તો Vice - Global Tapas Bar ના માલિક કરણ શાહે જણાવ્યું કે, Mihir Shah ગત રાત્રે 11.08 કલાકે ચાર મિત્રો સાથે આવ્યો હતો.

Advertisement

આઈડી કાર્ડ ચેક કર્યા બાદ એન્ટ્રી આપવામાં આવી

બપોરે 1:40 વાગ્યે બિલ ચૂકવ્યા બાદ Mihir Shah તેના મિત્રો સાથે નીકળ્યો હતો. દરેકે એક-એક બિયર પીધી હતી. Mihir Shah ની પાર્ટીનું બિલ 18,730 રૂપિયા થયું હતું, બિલ તેના મિત્રએ ચૂકવ્યું હતું. Mihir Shah નું આઈડી કાર્ડ ચેક કર્યા બાદ એન્ટ્રી આપવામાં આવી હતી. તેની ઉંમર 28 વર્ષની છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે Mihir Shah તેના મિત્રો સાથે મર્સિડીઝમાં Vice - Global Tapas Bar ગયો હતો, પરંતુ આ અકસ્માત BMW Car થી થયો હતો.

Advertisement

ફરાર થતા પહેલા Mihir Shah તેની ગર્લફ્રેન્ડના ઘરે ગયો

28 વર્ષીય Mihir Shah શિવસેનાના નેતા રાજેશ શાહનો પુત્ર છે. Mihir Shah એ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. Mihir Shah તેના પિતાને મહારાષ્ટ્રમાં રિયલ એસ્ટેટના વ્યવસાયમાં મદદ કરે છે. ઘટના દરમિયાન, Mihir Shah કથિત રીતે BMW Car ચલાવતો હતો અને તેની સાથે રાજર્ષિ બિદાવર નામનો વ્યક્તિ હતો, જે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ફરાર થતા પહેલા Mihir Shah તેની ગર્લફ્રેન્ડના ઘરે ગયો હતો.

આ પણ વાંચો: Mumbai Hit And Run: પૂરપાટે આવતી BMW Car એ દંપતીને અડફેટે લીધું, મહિલા 100 મીટર સુધી ઘસડાઈ

Tags :
Advertisement

.