ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Wrestler Protest: જુનિયર કુસ્તીબાજોએ દિગ્ગજનો દાવ પલટ્યો

Wrestler Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના સસ્પેન્શનને લઈને 3 જાન્યુઆરી એક નવો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. જુનિયર કુસ્તીબાજોએ WFI ના સસ્પેન્શનને લઈને જંતર-મંતર પર વિરોધ (Wrestler Protest) શરૂ કર્યો છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ કહ્યું કે, જો દસ...
04:37 PM Jan 03, 2024 IST | Aviraj Bagda
Wrestler Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના સસ્પેન્શનને લઈને 3 જાન્યુઆરી એક નવો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. જુનિયર કુસ્તીબાજોએ WFI ના સસ્પેન્શનને લઈને જંતર-મંતર પર વિરોધ (Wrestler Protest) શરૂ કર્યો છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ કહ્યું કે, જો દસ...
The junior wrestlers turned the tables on the veterans

Wrestler Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના સસ્પેન્શનને લઈને 3 જાન્યુઆરી એક નવો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. જુનિયર કુસ્તીબાજોએ WFI ના સસ્પેન્શનને લઈને જંતર-મંતર પર વિરોધ (Wrestler Protest) શરૂ કર્યો છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ કહ્યું કે, જો દસ દિવસમાં કુસ્તી મહાસંઘનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો તેઓ Arjuna Award સહિત જે કોઈ પણ સરકારી પુરસ્કાર તેમને આપવામાં આવ્યા છે. તે બધા પુરસ્કારો પરત કરશે.

જુનિયર કુસ્તીબાજોએ કહ્યું કે WFI ના સસ્પેન્શનને કારણે તેમનું એક વર્ષ વેડફાઈ રહ્યું છે. આ માટે કુસ્તીબાજોએ દિગ્ગજ કુસ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને દોષી ઠેરવ્યા હતા. જેઓ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો લગાવી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યો હતો.

જો રે તાજેતરમાં બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને WFI ના પ્રમુખ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ કેન્દ્ર ખેલ મંત્રાલય દ્વારા કાયદાના ઉલ્લંઘન બદલ સંજ્ય સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેના કારણે આ વર્ષમાં યોજાનારી National Under-15 અને Under-20 Championship રદ કરવામાં આવી હતી.

આર્ય સમાજ અખાડાના વિવેક મલિકે કહ્યું, “આ જુનિયર કુસ્તીબાજોનું આખું વર્ષ વેડફાઈ ગયું છે. નવા WFI એ આ કુસ્તીબાજોના કલ્યાણ માટે નિર્ણય લીધો હતો. જેઓ જિલ્લા અથવા રાજ્ય સ્તરની સ્પર્ધાઓ પણ રમી શક્યા નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: INDvsSA 2nd Test : આજે ટીમ ઇન્ડિયા માટે ‘કરો યા મરો’ની સ્થિતિ, સિરીઝ બચાવવા મેદાને ઉતરશે રોહિત બ્રિગેડ

Tags :
Arjun Awardbajarang puniaDelhiGujaratFirstJuniourSakshi MalikVineshPhogatWFIwrestler
Next Article