ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahelgam Terrorist Attack : 'તમે ISIS જેવું કામ કર્યું....', અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને આપી ચેતવણી

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું છે.
10:08 AM Apr 29, 2025 IST | MIHIR PARMAR
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું છે.
Asaduddin Owaisi gujarat first

Pahelgam Terrorist Attack : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના પરભણીમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. ઓવૈસીએ કહ્યું, "પાકિસ્તાન હંમેશા પોતાને પરમાણુ શક્તિ કહે છે, પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે જો તેઓ કોઈપણ દેશમાં ઘૂસીને નિર્દોષ લોકોને મારી નાખશે, તો તે દેશ ચૂપ રહેશે નહીં. ગમે તે સરકાર સત્તામાં હોય, આપણી ભૂમિ પર આપણા લોકોને મારીને અને ધર્મના નામે હુમલો કરીને તમે કયા 'દીન' (ધર્મ) ની વાત કરી રહ્યા છો?"

પાકિસ્તાન પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું, "તમે ISIS જેવું વર્તન કર્યું છે. હું વડા પ્રધાનને કહેવા માંગુ છું કે જો કાશ્મીર આપણો ભાગ છે, તો કાશ્મીરી લોકો પણ આપણા પોતાના છે. આપણે કાશ્મીરીઓ પર શક ન કરવો જોઈએ."

પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અગાઉ ભારત સરકારને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે સરકાર પાસેથી અમારી માંગ છે કે પાકિસ્તાનને FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ની ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે, ત્યારે જ તેઓ સમજી શકશે.

ગયા વર્ષે 60 પ્રવાસીઓ માર્યા ગયા હતા

મીડિયા સાથે વાત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "વૈષ્ણો દેવી પાસે એક એવું સ્થળ છે જ્યાં ગયા વર્ષે જુલાઈમાં 60 પ્રવાસીઓ માર્યા ગયા હતા, તેથી નિવારક નીતિ પર વિચાર કરવાની જરૂર છે. સર્વપક્ષીય બેઠકમાં, સમગ્ર વિપક્ષે સરકારને કહ્યું કે તમે પગલાં લો, તમને જે યોગ્ય લાગે તે કરો, અમે તમને સમર્થન આપીશું જેથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ન્યાય મળી શકે અને આવી ઘટના ફરી ન બને, તેથી અમે સરકારને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ."

આ પણ વાંચો :  'Pakistan એ કોઈ ભ્રમમાં ન રહેવું જોઈએ...', પહેલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાએ કહ્યું

આતંકીઓને મળી રહ્યુ છે પાક.નુ સમર્થન

તેમણે વધુમાં કહ્યું, "પહેલગામમાં જે આતંકીઓએ હુમલાને અંજામ આપ્યો, તેઓ પાકિસ્તાનમાં હાજર છે. તેમને ત્યાંથી સંપૂર્ણ સમર્થન મળે છે અને ત્યારબાદ આતંકવાદીઓ સરહદ પાર કરીને પહેલગામ આવ્યા અને હુમલો કર્યો. અગાઉ જ્યારે મુંબઈમાં 26/11 હુમલો થયો હતો, ત્યારે પાકિસ્તાને તેની સંડોવણીનો ઇનકાર કર્યો હતો, પરંતુ જ્યારે કસાબ પકડાયો ત્યારે તેમણે તે સ્વીકારવું પડ્યું હતું. પહેલગામ હુમલા પછી ભારત સરકાર શું વલણ અપનાવશે તે તેમના પર નિર્ભર છે. અમારું માનવું છે કે આતંકવાદીઓને રોકવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે."

આ પણ વાંચો :  Pakistan ની કસ્ટડીમાં BSF જવાન, અધિકારીઓ પાસે જવાબ માંગવા ચંદીગઢ પહોંચી તેની ગર્ભવતી પત્ની

Tags :
End Terrorism NowFATF Action NowGujarat FirstJustice For KashmirKashmir Is IndiaMihir ParmarPahalgam massacrePakistan Backs TerrorStand With VictimsStop Terror SupportTerror Has No Religion
Next Article