Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

નવસારીમાં આભ ફાટ્યું: 16 ઇંચ વરસાદથી અડધું શહેર પાણીમાં, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી

Navsari Rain Update: નવસારીમાં 16 ઇંચ વરસાદથી પૂર્ણા નદી 27 ફૂટે પહોંચતા ગધેવાન, ભેંસતખાડા સહિતના વિસ્તારોમાં પૂર આવ્યા છે. મોડી રાત્રે તંત્ર દ્વારા 1,770 લોકોનું સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરાયું હતું. ગ્રીડ-કાળિયાવાડી રોડ બંધ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. હાલ પાણી ઓસરતા લોકો ઘરોમાં પરત ફરી ગંદકી સાફ કરવામાં જોતરાયા છે.
નવસારીમાં આભ ફાટ્યું  16 ઇંચ વરસાદથી અડધું શહેર પાણીમાં  પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી
Advertisement

Navsari Rain Update: દક્ષિણ ગુજરાતના નવસારી (Navsari) જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. નવસારીમાં સાંબેલાધાર વરસાદ પડતાં સમગ્ર જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે જલાલપોર (Jalalpore) માં 12 ઇંચ, ગણદેવી (Gandevi) માં 8 ઇંચ અને ચીખલી (Chikhli) માં પણ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ આકાશી આફતને પગલે હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા માટે આજે પણ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે, જેને પગલે તંત્ર હાઈ-એલર્ટ પર છે.

Tags :
Advertisement

.

×